Jobs and Career: નરેન્દ્ર મોદી સરકારે ચૂંટણી પૂર્વે આગામી દોઢ વર્ષમાં 10 લાખ લોકોને સરકારી નોકરી આપવાની યોજના બનાવી છે. જોકે આ મહા રોજગાર અભિયાનથી અલગ જાહેર ક્ષેત્રની કંપની ભારત સંચાર નિગમ લિમિટેડે એપ્રેન્ટિસ જગ્યાઓ માટે ભરતી શરૂ કરી છે. ભારત સરકારના નેજા હેઠળની મહારત્ન કંપની BSNL હરિયાણા ટેલિકોમ સર્કલએ એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ એપ્રેન્ટિસશિપ તાલીમ હેઠળ એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે અરજીઓ મંગાવી છે.
આ પોસ્ટ માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો www.mhrdnats.gov.in પર BOATના પોર્ટલ દ્વારા અરજી કરી શકશે. આ ખાલી પદો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 19 જુલાઈ, 2022 છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 44 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. અહી આ ભરતી અંગેની માહિતી આપવામાં આવી છે.
આ ભરતી પ્રક્રિયા ગત 20મી જૂન, 2022થી શરૂ થઈ ગઈ છે અને આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ જુલાઈ 19, 2022 છે. જ્યારે પ્રમાણપત્ર અને દસ્તાવેજ ચકાસણી માટેની છેલ્લી તારીખ 30 જુલાઈ, 2022 છે. સિલેક્શન લિસ્ટની જાહેરાત એક મહિના બાદ એટલે કે ઓગસ્ટ, 2022માં કરવામાં આવશે.
રસ ધરાવતા ઈચ્છુક ઉમેદવારો ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ની ઓફિશિયલ વેબસાઇટ પર આ ભરતી માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને અન્ય કેટલીક મહત્વપૂર્ણ શરતો અને વિગતો ચકાસી શકે છે.
આ સરકારી ભરતીમાં રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ - www.mhrdnats.gov.in પર જઈને એપ્લાય કરી શકે છે. આ ભરતી માટે પ્રક્રિયા અરજી કરવાની છેલ્લી તારીખ જુલાઈ 19, 2022 છે. વધુ વિગતો માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી હિતાવહ છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર