Home /News /career /

BSF Recruitment 2022: BSFમાં ગ્રુપ બીની 90 જગ્યા માટે ભરતી, 1,40,000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

BSF Recruitment 2022: BSFમાં ગ્રુપ બીની 90 જગ્યા માટે ભરતી, 1,40,000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

BSF Recruitment 2022 : બીએસએફમાં 90 જગ્યાની ભરતી, અહીંથી કરો અરજી

BSF Recruitment 2022 : બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા ગ્રુપ બીની 90 જગ્યાની ભરતી માટે નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.

    BSF Recruitment 2022: બીએસએફમાં નોકરી (Jobs in BSF) કરવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. બીએસએફ દ્વારા ભરતી નોટિફીકેશન (BSF Recruitment 2022) બહાર પાડવામાં આવી છે. જેમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સે (BSF) ઇન્સ્પેક્ટર (આર્કિટેક્ટ), સબ ઇન્સ્પેક્ટર (વર્કસ) અને જુનિયર એન્જિનિયર/ સબ ઇન્સ્પેક્ટર (ઇલેક્ટ્રિકલ)ની વિવિધ પોસ્ટ માટે ભરતીની જાણકારી અપાઈ છે. આ ભરતી અંતર્ગત ખાલી જગ્યાઓની કુલ સંખ્યા 90 છે. વધુ જાણકારી માટે ઉમેદવારો ઓફિશ્યલ વેબસાઇટની મુલાકાત લઇ શકે છે. ઓનલાઇન અરજી ( BSF Recruitment 2022Apply Online) કરવાની છેલ્લી તારીખ નોટિફીકેશન જાહેર થયાની તારીખથી 45 દિવસ એટલે કે 8-6-2022 છે. ઉમેદવારોને છેલ્લી તારીખ પહેલાં અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. એપ્લિકેશન ફોર્મના અન્ય કોઈ મોડને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

    BSF Recruitment 2022:  આ પદો પર કરવામાં આવશે ભરતી

    ઇન્સ્પેક્ટર (આર્કિટેક્ટ) – 1 પોસ્ટ, સબ ઇન્સ્પેક્ટર (વર્ક્સ) – 57 પોસ્ટ , જૂનિયર એન્જીનિયર/ સબ ઇન્સ્પેક્ટર (ઇલેક્ટ્રિકલ) – 32 પોસ્ટ

    BSF Recruitment 2022:   અરજી કરવા માટે કેટલી છે વય મર્યાદા?

    ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર 30 વર્ષથી ઓછી હોવી જરૂરી છે અને અન્ય પોસ્ટ્સ માટે વયમર્યાદા 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

    BSF Recruitment 2022:  શૈક્ષણિક લાયકાત

    ઇન્સ્પેક્ટર (આર્કિટેક્ટ)

    ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી આર્કિટેક્ચરમાં ડિગ્રી હોવી જોઈએ અને આર્કિટેક્ટ્સ એક્ટ, 1972 હેઠળ કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર સાથે નોંધણી હોવી ફરજિયાત છે.

    સબ ઇન્સ્પેક્ટર (વર્ક્સ)

    ઉમેદવારે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ત્રણ વર્ષનો ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કોર્સ કરેલો હોવો જરૂરી છે.

    આ પણ વાંચો : PSI Exam: PSIની લેખિત પરીક્ષાના પરિણામની ઘડીઓ નજીક, જાણો કેટલા સમયમાં આવી શકે છે રિઝલ્ટ

    જૂનિયર એનજીનિયર/ સબ ઇન્સ્પેક્ટર (ઇલેક્ટ્રિકલ)

    ઉમેદવારે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જરૂરી છે.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા90
    શૈક્ષણિક લાયકાત

    ઇન્સ્પેક્ટર (આર્કિટેક્ટ)

    ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી આર્કિટેક્ચરમાં ડિગ્રી હોવી જોઈએ અને આર્કિટેક્ટ્સ એક્ટ, 1972 હેઠળ કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર સાથે નોંધણી હોવી ફરજિયાત છે.

    સબ ઇન્સ્પેક્ટર (વર્ક્સ)

    ઉમેદવારે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ત્રણ વર્ષનો ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કોર્સ કરેલો હોવો જરૂરી છે.

    જૂનિયર એનજીનિયર/ સબ ઇન્સ્પેક્ટર (ઇલેક્ટ્રિકલ)

    ઉમેદવારે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જરૂરી છે.
    પસંદગી પ્રક્રિયા શારીરિક માપદંડ અને સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે
    અરજી ફી200  રૂપિયા
    અરજી કરવાની અંતિમ તારીખ08-6-2022
    ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી  અહીંયા ક્લિક કરો



    BSF Recruitment 2022:  કેટલો મળશે પગાર?

    શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઇન્સ્પેક્ટરની ખાલી જગ્યા માટે રૂ.44900થી રૂ.142400 સુધીનો પગાર મળવાપાત્ર છે, અને અન્ય ખાલી જગ્યાઓ માટે સંબંધિત બોર્ડમાંથી રૂ.35400 થી રૂ.112400નો પગાર મળવાપાત્ર છે.

    આ પણ વાંચો : BARC Recruitment 2022: ભાભા એટોમીક રિસર્ચ સેન્ટરમાં 266 જગ્યાની ભરતી, અહીંથી કરો અરજી

    BSF Recruitment 2022:  આ રીતે કરો પોસ્ટ માટે અરજી

    -સૌ પ્રથમ બીએસએફની ઓફિશ્યલ વેબસાઇટ પર જાઓ.

    -હોમ પેજ પરથી જાહેર નોટિફીકેશન પર ક્લિક કરો.

    -હવે એપ્લાય ઓનલાઇન બટન પર ક્લિક કરો.

    -હવે એપ્લિકેશન ફોર્મમાં જરૂરી વિગતો ભરો અને સબમિટ બટન પર ક્લિક કરો.

    -ઉમેદવારોએ ફોર્મની એક પ્રિન્ટ આઉટ જરૂરથી કાઢી લેવી. જેથી ભવિષ્યમાં રેફરન્સ તરીકે ઉપયોગમાં લઇ શકાય.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Jobs Exams, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર