BSF Recruitment 2022 : બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા 90 જગ્યાની ભરતીનું નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું હતું. આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ પહેલાં અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા કરો અરજી
BSF Recruitment 2022: બીએસએફમાં નોકરી (Jobs in BSF) કરવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. બીએસએફ દ્વારા ભરતી નોટિફીકેશન (BSF Recruitment 2022) બહાર પાડવામાં આવી છે. જેમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સે (BSF) ઇન્સ્પેક્ટર (આર્કિટેક્ટ), સબ ઇન્સ્પેક્ટર (વર્કસ) અને જુનિયર એન્જિનિયર/ સબ ઇન્સ્પેક્ટર (ઇલેક્ટ્રિકલ)ની વિવિધ પોસ્ટ માટે ભરતીની જાણકારી અપાઈ છે. આ ભરતી અંતર્ગત ખાલી જગ્યાઓની કુલ સંખ્યા 90 છે. વધુ જાણકારી માટે ઉમેદવારો ઓફિશ્યલ વેબસાઇટની મુલાકાત લઇ શકે છે. ઓનલાઇન અરજી ( BSF Recruitment 2022Apply Online) કરવાની 8-6-2022 છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે.
ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી આર્કિટેક્ચરમાં ડિગ્રી હોવી જોઈએ અને આર્કિટેક્ટ્સ એક્ટ, 1972 હેઠળ કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર સાથે નોંધણી હોવી ફરજિયાત છે.
સબ ઇન્સ્પેક્ટર (વર્ક્સ)
ઉમેદવારે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ત્રણ વર્ષનો ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કોર્સ કરેલો હોવો જરૂરી છે.
શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઇન્સ્પેક્ટરની ખાલી જગ્યા માટે રૂ.44900થી રૂ.142400 સુધીનો પગાર મળવાપાત્ર છે, અને અન્ય ખાલી જગ્યાઓ માટે સંબંધિત બોર્ડમાંથી રૂ.35400 થી રૂ.112400નો પગાર મળવાપાત્ર છે.