BRO Recruitment: BROમાં 300થી વધુ મલ્ટી સ્કિલ વર્કર માટે આવી ભરતી, જાણો કેવી રીતે થશે પસંદગી
BRO Recruitment: BROમાં 300થી વધુ મલ્ટી સ્કિલ વર્કર માટે આવી ભરતી, જાણો કેવી રીતે થશે પસંદગી
BRO Recruitment 2022 : બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન બીઆરઓ દ્વારા 302 ખાલી જગ્યા માટે ભરતીનું નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું છે, ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી માહિતી મુજબ અરજી કરી શકે છે.
BRO Recruitment 2022 : બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO) દ્વારા 303 મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (MTS)ની ભરતી બહાર પાડવામાં આવી છે, રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી માહિતીના આધારે અરજી કરી શકે છે.
BRO Recruitment: નોકરી (jobs)ની શોધ કરી રહેલા અને લાયકાત ધરાવતા ઉમેદવારો માટે એક અત્યંત ખુશીના સમાચાર સામે આવ્યા છે. બોર્ડ રોડ વિંગ્સ, બોર્ડ રોડ ઓર્ગેનાઈઝેશન (BRO Recruitment 2022), જનરલ રિઝર્વ એન્જિનિયર ફોર્સ (GREF)એ રોજગાર અખબારમાં મલ્ટી સ્કીલ્ડ વર્કરની પોસ્ટ માટે ટૂંકી ભરતી નોટિફીકેશન (Job Notification) જાહેર કરી છે. જાહેર નોટિફીકેશન મુજબ, ઉપરોક્ત પોસ્ટ્સ માટે કુલ 303 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. 147 ખાલી જગ્યાઓ મેસન માટે અને 155 ખાલી જગ્યાઓ નર્સિંગ આસિસ્ટન્ટ પોસ્ટ (Nursing assistant Post) માટે છે. આપને જણાવી દઇએ કે, આ ભરતી ડ્રાઇવ માટે માત્ર ભારતીય પુરૂષ નાગરિકો જ અરજી કરવા પાત્ર છે.
એકવાર એપ્લિકેશન સક્રિય થઈ જાય પછી તેઓ નિર્ધારિત ફોર્મેટમાં BRO GREF ભરતી 2022 માટે અરજી કરી શકે છે. આ ભરતી સંબંધિત મહત્વની તારીખો, લાયકાત અને અન્ય વિગતો સાથે BRO દ્વારા સત્તાવાર વેબસાઇટ - http://www.bro.gov.in પર નોટિફીકેશન બહાર પાડવામાં આવી છે. જે અનુસાર ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારો 9 એપ્રિલ, 2022થી આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. કુલ 303 પોસ્ટ પર કરવામાં આવશે ભરતી
- ઉપરોક્ત પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવારે માન્ય સંસ્થા કે શાળામાંથી ધોરણ 10 અને ધોરણ 12 પાસ કરેલું હોવું જરૂરી છે.
BRO Recruitment: કેટલી રહેશે વયમર્યાદા
- આ પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષ હોવી જોઇએ.
- જોકે SC/ ST/ OBC/ PWD/ PH કેટેગરીના ઉમેદવારોને સરકારના નીતિ નિયમો અનુસાર આ બાબતે છૂટ આપવામાં આવશે.
BRO Recruitment: અરજી ફી
- જનરલ/ OBC/ મહિલા ઉમેદવારો માટે અરજી ફી રૂ.50 રાખવામાં આવી છે.
- જ્યારે SC/ ST/ EWS/ PH અને પૂર્વ સર્વિસમેનના કિસ્સામાં અરજી ફી શૂન્ય છે.
BRO Recruitment: કઇ રીતે કરવામાં આવશે પસંદગી
આ પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, ફિઝીકલ એફિશીએન્સી ટેસ્ટ (PET/ PST), પ્રેક્ટિકલ / ટ્રેડ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરીફીકેશન અને મેડિકલ એક્ઝામિનેશનના આધારે કરવામાં આવશે. વધુ માહિતી માટે તમે ઓફિશ્યલ વેબસાઇટ પરથી નોટિફીકેશન તપાસ શકો છો.
સરકારી નોકરી, રોજગાર, બીઆરઓ ભરતી, Jobs, Jobs in India, , Apply Online
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર