કોરોના કાળમાં બેરોજગારીનું પ્રમાણ ઓછું કરવા વિશ્વભરમાં સરકારો પ્રયાસો કરી રહી છે. અલગ અલગ દેશોની સરકારો દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેના લાભ અનેક લોકોને મળ્યા છે. ત્યારે યુવાનોને કારકિર્દી ઘડતરમાં લાભ થાય તેવી યોજના બ્રિટનની સરકાર (british government) લઈને આવી છે. જેમાં યુવાનોને (Youth Training and Skills) અભ્યાસ બાદ નોકરી (JOB) સાથે પગાર (Salary)ની વ્યવસ્થા પણ સરકાર કરી દેશે. બ્રિટનની સરકારે રોજગારી (Government Scheme for Employment)ની જવાબદારી ઉપાડી છે.
કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં બેરોજગારી અને કારકિર્દી પર સંકટ તોળાઈ રહ્યું છે. કોરોનાના કારણે ઘણા દેશોમાં આર્થિક તકલીફ ઊભી થઈ છે. આવા દેશોમાં બ્રિટનનો પણ સમાવેશ થાય છે. ત્યારે યુવાનોની કારકિર્દી પરના સંકટ સામે લડવા માટે બ્રિટન સરકારે સ્કીમ ઘડી કાઢી છે. આ સ્કીમનું નામ Kickstart છે. જેના હેઠળ લોકોને ટ્રેનિંગ આપવામાં આવશે અને તે દરમિયાન તેમને પ્રોત્સાહન પણ આપવામાં આવશે. ઉપરાંત નવા કર્મચારીઓનો પગાર અને રાષ્ટ્રીય વીમાની રકમ 6 મહિના સુધી સરકાર દ્વારા ચુકવવામાં આવશે.
આ સ્કીમ (Kickstart Scheme) હેઠળ લોકોને ટ્રેનીશિપ અને ટી લેવલ (Traineeships and T Levels)ની તાલીમ આપવામાં આવશે. આ સ્કીમના કારણે તેમની કુશળતા અને અનુભવમાં વધારો થશે. અલગ અલગ કૌશલ્ય (સ્કીલ) મુજબ અરજી કરી શકાશે. Kickstart Schemeનો ફાયદો 16થી 24 વર્ષના લોકોને મળશે. અલબત મોટી ઉંમરના લોકો પણ તેમાં અરજી કરી શકે છે. તેમને તેમની પસંદ અને યોગ્યતા મુજબ બિઝનેસની તાલીમ આપવામાં આવશે.
Kickstart Schemeનો ફાયદો રોજગાર આપનાર સંસ્થા, બિઝનેસ કે પેઢી સહિતનાને પણ થશે. જે લોકો યુવાનોને રોજગારીની તક આપશે તેમને સરકાર તરફથી 1500 પાઉન્ડ એટલે કે લગભગ રૂ.1.50 લાખની ગ્રાન્ટ મળશે. આ ઉપરાંત નવા કર્મચારીઓનો પગાર અને રાષ્ટ્રીય વીમાની રકમ 6 મહિના સુધી સરકાર દ્વારા ચુકવવામાં આવશે. આ સ્કીમ સફળ રહે તેવી સરકારને અપેક્ષા છે.
(લેટેસ્ટ ન્યૂઝ મેળવવા News18 Gujarati App ઇન્સ્ટોલ કરો. Facebook । Twitter । Youtube સાથે જોડાઓ.) વેબસાઈટ પરથી કોપી પેસ્ટ કરશો એટલે લિંક જાતે આવી જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર