Home /News /career /Rajkot: રાજકોટનો બ્રિજેશ દાફડા નીટની પરીક્ષામાં બન્યો ટોપર, 720માંથી મેળવ્યા 660 માર્કસ

Rajkot: રાજકોટનો બ્રિજેશ દાફડા નીટની પરીક્ષામાં બન્યો ટોપર, 720માંથી મેળવ્યા 660 માર્કસ

તસવીર-બ્રિજેશ દાફડા

બ્રિજેશના પિતા જગદીશભાઇએ જણાવ્યું હતું કે, હું અમદાવાદની કંપનીમાં પ્રાઇવેટમાં નોકરી કરૂ છું. મારા પુત્રને બાળપણથી જ ડોક્ટર બનવાનું સપનું હતું

    Mustufa Lakdawala, Rajkot: મૂળ રાજકોટ જિલ્લાના આટકોટના રહેવાસી અને હાલ અમદાવાદ રહી પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા જગદીશભાઇ દાફડાના પુત્ર બ્રિજેશે નીટની પરીક્ષામાં 720માંથી 660 માર્ક મેળવ્યા છે. બ્રિજેશ નીટની પરીક્ષામાં ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિની સીટમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે અને સમગ્ર ભારતમાં અનુસૂચિત જાતિની સીટમાં 54 નંબર અને જનરલ કેટેગરીમાં 2630 નંબર મેળવ્યો છે.

    બ્રિજેશ રોજનું 17થી 18 કલાકનું વાંચન કર્યું હતું. બ્રિજેશ બાળપણથી જ ડોક્ટર બનવાનું સપનું જોતો હતો.ગુજકેટમાં 98.9 અને JEEમાં 97.07 પીઆર મેળવ્યા

    બ્રિજેશના પિતા જગદીશભાઇએ જણાવ્યું હતું કે, હું અમદાવાદની કંપનીમાં પ્રાઇવેટમાં નોકરી કરૂ છું. મારા પુત્રને બાળપણથી જ ડોક્ટર બનવાનું સપનું હતું. તેમણે ધો.10 (CBSC)માં 94.14 ટકા મેળવ્યા હતા. ધો.12માં 92.04 ટકા મેળવ્યા છે અને ગુજકેટમાં 98.9, JEEમાં 97.07 અને નીટમાં 99.98 પીઆર મેળવ્યા છે. આ પરિણામથી અમારો પરિવાર ખુશ છે. તેમજ બ્રિજેશના આ પરિણામથી મને ખૂબ જ સંતોષ છે. તેમજ બ્રિજેશે અમારા ગામ આટકોટ, રાજકોટ સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

    નીટની પરીક્ષામાં સમગ્ર ભારતમાં 2630મો નંબર

    નીટની પરીક્ષામાં સમગ્ર ભારતમાં 2630મો નંબર મેળવ્યો છે અને અનુસૂચિત જાતિની સીટમાં 54મો નંબર મેળવ્યો છે. જ્યારે ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિની સીટમાં પ્રથમ નંબર મેળવી સમગ્ર સમાજનું ગૌરવ વધાર્યું છે. આ પ્રસંગે બ્રિજેશના મોટા પપ્પા રમેશભાઇ દાફડા સહિતના પરિવારજનોએ અભિનંદન પાઠવ્યા છે. તેમજ અમદાવાદના કોચીંગ ક્લાસિસ દ્વારા બ્રિજેશનું સન્માન કરવામાં આવ્યું હતું. બ્રિજેશના આ પરિણામથી સમાજનું રોશન તો કર્યું જ છે સાથોસાથ સરકારનું પણ ગૌરવ વધાર્યું છે.

    આ પણ વાંચો:  ગુજરાતમાં બની રહ્યો છે ભારતનો સૌથી મોટો પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ, એક વખતમાં કરશે આટલા લિટર પાણી શુદ્ધ

    બ્રિજેશ નીટની તડામાર તૈયારી કરતો

    બ્રિજેશે નીટમાં જે પરિણામ હાંસલ કર્યું છે તેમાં તેનો પરિશ્રમ પણ એટલો જ મહત્વની ભૂમિકા છે. બ્રિજેશ રોજની 17થી 18 કલાક વાંચન કરતો હતો. સવારે વહેલો ઉઠીને વાંચન કરતો હતો. તેમજ રોજે રોજનું વર્ક કરી લેતો હતો. આ સિવાય કોચિંગમાં આપવામાં આવતું વર્ક પણ તે રોજેરોજ કરી લેતો હતો. આથી તેણે આ પરિણામ હાંસલ કર્યું છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Rajkot na samachar, Rajkot News, નીટ પરીક્ષા, રાજકોટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन