Braithwaite and Company Recruitment 2022 : રેલ મંત્રાલય હેઠળની મીની રત્ન કંપનીમાં ભરતી, અહીંથી કરો અરજી
Braithwaite Recruitment 2022: એડમિનિસ્ટ્રેશન ક્ષેત્રે નોકરી શોધતા ઉમેદવારો માટે ખૂબ સારી તક સામે આવી છે. બ્રાથવેઇટ એન્ડ કંપની લિમિટેડ દ્વારા ફાર્માસિસ્ટ, ડિસ્પેન્સરી આસિસ્ટન્ટ, શોપ ફ્લોર, સુપરવાઇઝર અને અન્યના પદ પર ભરતી (Braithwaite & Co. Ltd Recruitment) કરવામાં આવશે. આ ભરતી બાબતે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
Braithwaite Recruitment 2022: એડમિનિસ્ટ્રેશન ક્ષેત્રે નોકરી શોધતા ઉમેદવારો માટે ખૂબ સારી તક સામે આવી છે. બ્રાથવેઇટ એન્ડ કંપની લિમિટેડ દ્વારા ફાર્માસિસ્ટ, ડિસ્પેન્સરી આસિસ્ટન્ટ, શોપ ફ્લોર, સુપરવાઇઝર અને અન્યના પદ પર ભરતી (Braithwaite & Co. Ltd Recruitment) કરવામાં આવશે. આ ભરતી બાબતે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારો 19 ફેબ્રુઆરીના રોજ અથવા તે પહેલાં ઓફલાઇન મોડ દ્વારા અરજી સબમિટ કરી શકે છે. અહીં શૈક્ષણિક લાયકાત, અનુભવ, પસંદગીના માપદંડ અને અન્ય વિગતો આપવામાં આવી છે.
Braithwaite Recruitment 2022: અરજીની તારીખો
ફાર્માસિસ્ટ, ડિસ્પેન્સરી આસિસ્ટન્ટ, શોપ ફ્લોર અને સુપરવાઇઝર સહિતના પદ માટે આગામી તા. 19 ફેબ્રુઆરીથી અરજી કરી શકાશે.
જનરલ મેનેજર (એચઆર, એ, એસ), બ્રાથવેઇટ એન્ડ કંપની લિમિટેડ, 5, હાઇડ રોડ, કોલકાતા - 700043ને જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી સબમિટ કરી શકે છે.
Braithwaite Recruitment 2022: વયમર્યાદા
ફાર્માસિસ્ટ, ડિસ્પેન્સરી આસિસ્ટન્ટ, જુનિયર ઓફિસ આસિસ્ટન્ટ અને શોપ ફ્લોર આસિસ્ટન્ટ માટે અરજી કરનાર ઉમેદવારની વયમર્યાદા 30 વર્ષની નક્કી કરવામાં આવી છે. બીજી તરફ સુપરવાઈઝર (કોમર્શિયલ) અને સુપરવાઈઝર (પર્ચેસ) માટે વયમર્યાદા 45 વર્ષ રાખવામાં આવી છે.
Braithwaite Recruitment 2022: કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા ઉમેદવારો જનરલ મેનેજર (એચઆર, એ, એસ), બ્રાથવેઇટ એન્ડ કંપની લિમિટેડ, 5, હાઇડ રોડ, કોલકાતા - 700043ને જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી સબમિટ કરી શકે છે. અરજી રજૂ કરવાની છેલ્લી તારીખ 19 ફેબ્રુઆરી છે.