Home /News /career /Brain Teaser Puzzles : સોલ્વ કરો બ્રેઇન ટીઝર ક્વિઝ, 30 સેકન્ડમાં શોધી કાઢો પ્રશ્નાર્થ ચિન્હની જગ્યાએ આવતી સંખ્યા

Brain Teaser Puzzles : સોલ્વ કરો બ્રેઇન ટીઝર ક્વિઝ, 30 સેકન્ડમાં શોધી કાઢો પ્રશ્નાર્થ ચિન્હની જગ્યાએ આવતી સંખ્યા

બ્રેઇન ગેમ

આ ચિત્રમાં આપેલ પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ તમારે છેલ્લો અંક શોધવાનો છે. સક્રિય મગજ ધરાવતા લોકો સરળતાથી અથવા તો 30 સેકન્ડની અંદર તેનો જવાબ શોધી શકે છે

    એનાલિટીકલ પઝલ્સ (Analytical Puzzles) અને ગેમ્સને ઉકેલવાની મજા લેતા લોકો માટે આ બ્રેઇન ટીઝર ક્વિઝ (Brain Teaser) અપાઇ છે. બ્રેઇન ટીઝર મુખ્યત્વે કોયડાઓનું જટિલ વર્ઝન હોય છે. તેમાં તમારા મગજનો સૌથી વધુ ઉપયોગ કરવાનો રહે છે. આ પઝલને સોલ્વ કરવા માટે તમારે કંઇક અલગ રીતે વિચારવું પડશે. તેને ઉકેલવા તમારે ક્રિએટિવ (Think Creative) રીતે વિચારવું પડશે. તેનો જવાબ શોધવો સરળ નથી. અમે એક રસપ્રદ બ્રેઇન-ટીઝર લઇને આવ્યા છીએ, જેમાં તમારે ઇમેજમાં બતાવેલા આ મેચસ્ટિક પઝલમાં હવે પછીના નંબરની શોધ કરવાની રહેશે.

    શું 30 સેકન્ડમાં જાણી શકશો છેલ્લો અંક?

    આ ચિત્રમાં આપેલ પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ તમારે છેલ્લો અંક શોધવાનો છે. સક્રિય મગજ ધરાવતા લોકો સરળતાથી અથવા તો 30 સેકન્ડની અંદર તેનો જવાબ શોધી શકે છે. તમારે આ ફોટોમાં નંબર અને દિવાસળીની પોઝીશનને ધ્યાનપૂર્વક જોવાની રહેશે. હવે દિવાસળીની દરેક પોઝીશનને ધ્યાનથી જૂઓ અને વિચારો. જોકે અમે નીચે તમને જવાબ આપ્યો છે. પરંતુ તે ચકાસતા પહેલા તમારી રીતે પ્રયાસ કરો.

    સમુદ્રમાં ખેતી કરતા શીખવું છે? ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ થયો આ કોર્સ

    ટીપ- દરેક નંબરમાં માચીસ સ્ટિક્સ વચ્ચેના કનેક્ટર્સ અથવા જાઇન્ટ્સને ઓળખો.

    શું આવશે જવાબ?

    આ માચિસસ્ટિક પઝલમાં તમારે આગામી નંબરને ઓળખવાનો રહેશે. જે કેટલાક તર્કો લાગુ કરીને પ્રશ્નચિહ્નને નંબરમાં બદલી શકશે. તેથી, જો આપણે સંખ્યાઓ અને માચીસસ્ટિક્સને નજીકથી જોઈએ, તો કનેક્ટર્સની સંખ્યામાં દરેક નવી સંખ્યામાં 1 નો ઘટાડો થાય છે:

    આવી રીતે બનાવો પરફેક્ટ રિઝ્યુમ, જોબ મળવામાં થશે આસાની

    -8માં 6 જોઇન્ટ્સ છે.

    -9માં 5 જોઇન્ટ્સ છે

    -5માં 4 જોઇન્ટ્સ છે.

    -3માં 3 જોઇન્ટ્સ છે.

    -7માં 2 જોઇન્ટ્સ છે.

    -1માં 1 જોઇન્ટ છે.

    તો, જવાબ 1 છે. હવેનો નંબર કે જે પ્રશ્નચિહ્નની જગ્યાએ આવશે તે ફક્ત એક 1 છે. આ કોયડો મુશ્કેલ હતો. પરંતુ સરળ પણ હતો. આવા કોરડા ઉકેલવા માટે ઓછા સમય અને મગજની શક્તિની જરૂર હોય છે. જ્યારે તમે ઓછી સેકંડમાં જવાબ શોધી કાઢો છો ત્યારે તેનો આનંદ જ અલગ પ્રકારનો થાય છે. એટલું જ નહીં આવા પઝલ્સ સોલ્વ કરવાથી મગજની પણ કસરત થાય છે અને તમારી મગજની શક્તિ વધુ તેજ બને છે.
    First published:

    Tags: Lifestyle, Puzzle

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन