BPCL Recruitment 2022: પબ્લિક સેક્ટરની કંપની બ્રહ્મપુત્ર ક્રેકર તથા પોલિમર લિમિટેડ (BCPL)એ ડેપ્યુટી મેનેજર, ચીફ મેનેજર સહિત અનેક પદ પર ભરતી બહાર પાડી છે. BCPL ભરતી 2022 હેઠળ કુલ 36 પદ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. નોટિફિકેશન અનુસાર BCPLની અધિકૃત વેબસાઈટ www.bcplonline.co.in પરથી 12 જાન્યુઆરી 2022 સુધીમાં અરજી કરવાની રહેશે. નોટિફિકેશનમાં સ્પષ્ટરૂપે જણાવવામાં આવ્યું છે કે, એક ઉમેદવાર એક જ અરજી કરી શકશે. જો ઉમેદવાર એકથી વધુ અરજી કરશે તો જે અરજી સૌથી છેલ્લે કરવામાં આવશે, તે છેલ્લી અરજીનો જ સ્વીકાર કરવામાં આવશે. આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાના થોડા દિવસો બાકી છે ત્યારે નવા વર્ષમાં ફટાફટ કરો અરજી
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
ડેપ્યુટી જનરલ મેનેજર (ફાઈનાન્સ તથા એકાઉન્ટ્સ)- ઉમેદવારે CA અથવા ICWA, 50 ટકા સાથે B.com અથવા ફાઈનાન્સમાં સ્પેશિયાલાઈઝેશન સાથે MBA કરેલું હોવું જોઈએ. ઉમેદવાર પાસે 15 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
ડેપ્યુટી જનરલ મેનેજર (લૉ)- ઉમેદવારે LLB અથવા કોઈપણ ક્ષેત્રે ગ્રેજ્યુએશન કરેલું હોવું જરૂરી છે અને તેમાં 55 ટકા મેળવેલ હોવા જોઈએ. એડવોકેટ તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તેને 15 વર્ષ પૂરાં થયેલ હોવા જરૂરી છે.
ચીફ મેનેજર હ્યુમન રિસોર્સ- ઉમેદવારે 50 ટકા સાથે ગ્રેજ્યુએશન કરેલું હોવું જરૂરી છે. ઉપરાંત MSW સ્પેશ્યલાઇઝેશન સાથે MBA કરેલું હોવું જરૂરી છે અને 12 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
સીનિયર મેનેજર કેમિકલ- કેમિકલ એન્જિનિયરીંગમાં બેચલર ડિગ્રી અને 8 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
સીનિયર મેનેજર ફાઈનાન્સ તથા એકાઉન્ટ્સ- ઉમેદવારે CA અથવા ICWA, 55 ટકા સાથે B.com અને ફાઈનાન્સમાં સ્પેશ્યલાઇઝેશન સાથે MBA કરેલું હોવું જોઈએ. MBAમાં ઓછામાં ઓછા 55 ટકા હોવા જરૂરી છે. ઉમેદવાર પાસે 15 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. અન્ય પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત તથા વધુ જાણકારી માટે તમે નોટિફિકેશન ચેક કરી શકો છો.

પસંદગી પ્રક્રિયા
શૈક્ષણિક લાયકતા અને અનુભવના આધારે શોર્ટ લિસ્ટિંગ અને મેરિટ દ્વારા
અરજી ફી : આ ભરતીમાં ભાગ લેવા માંગતા ઉમેદવારોની અરજી ફી 600 રૂપિયા રાખવામાં આવી છે. આ ફીમાઁથી એસસી/એસટી/પીડબલ્યુબીડીના ઉમેદવારો માટે ફી નિશુલ્ક રાખવામાં આવી છે.
પસંદગી પ્રક્રિયા : આ નોકરી માટેની પસંદગી સ્ક્રિનિંગ કમિટી દ્વારા આપવામાં આવેલા માપદંડો પુરા કરનારા ઉમેદવારોને પસંદ કરશે, જેમાં શૈક્ષણિક લાયકાત સહિતના માપદંડ છે. ઉમેદવારોએ અરજી કરતા પહેલાં અહીંયા આપવામાં આવેલી ભરતીની જાહેરાતને યોગ્ય રીતે વાંચી અને નિર્ણય કરવાનો રહેશે.