Home /News /career /Bombay High Court Recruitment 2022 : ડીસ્ટ્રીકટ જજના પદો માટેની ભરતી, જાણો યોગ્યતા અને કરો અરજી

Bombay High Court Recruitment 2022 : ડીસ્ટ્રીકટ જજના પદો માટેની ભરતી, જાણો યોગ્યતા અને કરો અરજી

Bombay High Court Recruitment 2022 : બોમ્બ હાઇકોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જજની ભરતી કરવમાં આવી રહી છે

Bombau Highcourt recruitment 2022 : બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court District Cour Judge Recruitment 2022) મહારાષ્ટ્ર (Maharashtra) રાજ્યની ન્યાયિક સેવામાં જિલ્લા ન્યાયાધીશની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે

બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court District Cour Judge Recruitment 2022) મહારાષ્ટ્ર (Maharashtra) રાજ્યની ન્યાયિક સેવામાં જિલ્લા ન્યાયાધીશની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે.આ ભરતી માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 7 જાન્યુઆરી, 2022થી સવારે 10.30 વાગ્યા પછી આ અરજી કરી શકશે, આ પદ માટેની અરજી ઉમેદવાર 27 જાન્યુઆરી, 2022 સુધી સાંજે 04.30 વાગ્યા સુધી ઓનલાઈન મોડ દ્વારા સબમિટ કરી શકશે. ઓનલાઈન અરજી કરતા પહેલા, ઉમેદવારે પોતાનો લેટેસ્ટ પાસપોર્ટ સાઈઝનો ફોટો અને સહી.jpg ફોર્મેટમાં અલગ-અલગ ફાઈલમાં સ્કેન કરેલી હોવી જોઈએ, દરેક ફાઈલનું કદ 40KBથી વધુ ન હોવુ જોઇએ.  આ ભરતીમાં પગાર ધોરણ રૂ. 51,550-1230-58,930-1380-63,070 + મોંઘવારી ભથ્થું અને અન્ય પગાર ધોરણ રહેશે.



જિલ્લા ન્યાયાધીશ - 9 જગ્યાઓ

શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાત (Educational Qualification): અરજી કરનાર ઉમેદવાર પાસે માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી હોવી જરુરી છે. આ સાથે જ ઉમેદવાર પાસે ઓછામાં ઓછા 7 વર્ષ સુધીનો બોમ્બેની હાઈકોર્ટ અથવા તેની ગૌણ અદાલતોમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરેલી હોવી જોઇએ. જેના માટે ઉમેગદવારની ઉંમર 35થી 48 વર્ષ હોવી જોઇએ.

આ પણ વાંચો : Currency Note Press Recruitment 2022: સુપરવાઇઝર, જુનિયર ટેક્નિશિયનના 149 પદો માટે વેકેન્સી, 1.03 લાખ સુધી મળશે પગાર

પસંદગીની પ્રક્રિયા

મુખ્ય લેખિત પરીક્ષા અને મૌખિક પરીક્ષામાં ઉમેદવારોએ પ્રાપ્ત કરેલા માર્કસના આધારે પસંદગી કરવામાં આવશે.

મુખ્ય લેખિત પરીક્ષામાં 100 ગુણના બે પેપર હશે.જેમાં પ્રત્યેક પેપર માટે 3 કલાકનો સમય આપવામાં આવશે. લેખિત પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી રહેશે, મુખ્ય લેખિત પરીક્ષાના દરેક પેપરમાં 50% કરતા ઓછા ગુણ મેળવનાર પાત્ર ઉમેદવારો માટે હાઇકોર્ટ વાઇવા-વોસ (viva-voce) યોજશે, જે 50 ગુણનું હશે.

નોકરીની ટૂંકી વિગોત
જગ્યા09
શૈક્ષણિક લાયકાતમાન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી હોવી જરુરી છે. આ સાથે જ ઉમેદવાર પાસે ઓછામાં ઓછા 7 વર્ષ સુધીનો બોમ્બેની હાઈકોર્ટ અથવા તેની ગૌણ અદાલતોમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરેલી હોવી જોઇએ.
પસંદગીની પ્રક્રિયા મુખ્ય લેખિત પરીક્ષા અને મૌખિક પરીક્ષામાં ઉમેદવારોએ પ્રાપ્ત કરેલા માર્કસના આધારે પસંદગી કરવામાં આવશે.
અરજી કરવાની ફી- ઓપન કેટેગરીના ઉમેદવારો માટે - રૂ. 1000-અનામત ઉમેદવારો માટે - રૂ. 500
અરજી કરવાની અંતિમ તારીખ27-1-2022
ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેેઅહીંયા ક્લિક કરો



બોમ્બે હાઈકોર્ટ ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

આ પદ માટે લાયક અને રસ ધરાવનારા ઉમેદવારો 27 જાન્યુઆરી 2022ના રોજ અથવા તે પહેલાં સાંજે 4.30 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. ઑનલાઇન અરજી સબમિટ કર્યા પછી, ઉમેદવારો ભવિષ્ય માટેઅરજીના ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ લેવી.

આ પણ વાંચો : CDAC Recruitment 2022: CDACમાં 130 જગ્યાની ભરતી, 44,900 સુધી મળશે શરૂઆતનો પગાર

બોમ્બે હાઈકોર્ટ ભરતી 2022 અરજી ફી

- ઓપન કેટેગરીના ઉમેદવારો માટે - રૂ. 1000

-અનામત ઉમેદવારો માટે - રૂ. 500
First published:

Tags: Recruitment 2022, Sarkari Naukri 2022

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો