Home /News /career /

BOBCAPS Recruitment: બીઓબી કેપિટલ માર્કેટ લિ.ની ભરતી, અરજી કરવાની અંતિમ તક

BOBCAPS Recruitment: બીઓબી કેપિટલ માર્કેટ લિ.ની ભરતી, અરજી કરવાની અંતિમ તક

Bob caps Recruitment 2022 : બેન્ક ઓફ બરોડા કેપિટલ્સમાં રિસર્ચ એસોસિયેટની ભરત, અરજી કરવાની અંતિમ તક

BOBCAPS Recruitment: બેન્ક ઓફ બરોડા કેપિટલ માર્કેટ લિમીટેડ દ્વારા (BOBCAPS) રીસર્ચ એસોસિએટની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. આ નોકરી માટે અરજી કરવાની અંતિમ તારીખ 11-4-2022 સોમવાર છે, ઉમેદવારો અહીયા આપવામાં આવેલી લિંક પરથી અરજી કરી શકે છે.

વધુ જુઓ ...
  BOBCAPS Recruitment: BOB કેપિટલ માર્કેટ લિમિટેડ (BOBCAPS Recruitment 2022) દ્વારા રીસર્ચ એસોસિએટની પોસ્ટ (Jobs for Research Associate Post) પર મુંબઇ (Mumbai) લોકેશન માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવાર પાસે અનુભવ હોવો જરૂરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 11 એપ્રિલ, 2022 સુધીમાં એપ્લિકેશન કરી શકે છે.ઉમેદવારો અહીંયા ટેબલમાં આપવામાં આવેલી લિંક દ્વારા જાહેરાત વાંચી અને નીચે આપવામાં આવેલા ઈમેલ એડ્રેસ પર અરજી કરી શકે છે. સોમવારે 11-4-2022ના રોજ આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી માહિતની આધારે અરજી કરી શકે છે.

  BOBCAPS Recruitment: શૈક્ષણિક લાયકાત  સરકાર દ્વારા માન્ય સંસ્થા / યુનિવર્સિટીમાંથી ઉમેદવારે MBA/ CFA/ CA અથવા અન્ય સમકક્ષ ડિગ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોવું જરૂરી છે. આ સિવાય માન્ય NISM સિરીઝ XV સર્ટિફીકેશન પણ આવશ્યક છે.

  BOBCAPS Recruitment: અનુભવ

  આ પોસ્ટ માટે અરજી કરતા ઉમેદવાર પાસે કોઇ પણ ફિલ્ડમાં ઓછામાં ઓછો 1 વર્થી 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. પરંતુ કેપ ગુડ્સમાં અનુભવ ધરાવતા ઉમેદવારોને પહેલી પસંદગી આપવામાં આવી શકે છે.

  ઉમેદવાર પાસે હોવી જોઇએ આ આવડત

  - એકાઉન્ટીંગની સારી સમજ, અનાલિસીસ અને ફોરકાસ્ટિંગ સ્કીલ્સ

  - માઇક્રોસોફ્ટ ઓફિસ (વર્ડ, પાવરપોઇન્ટ, એક્સેલ – મોડેલિંગ અને સ્પ્રેડશીટ)ની જાણકારી

  - બ્લૂમબર્ગ, CMIE, રોઇટર્સ, ફેક્ટસેટ વગેરે જેવા ડેટાબેઝના ઉપયોગથી સારી રીતે વાકેફ

  - કોમ્યુનિકેશન સ્કિલ્સ

  - નાણાકિય રેશિયો, વેલ્યુએશન ટેક્નિક્સ, ફાઇનાન્સિયલ મોડેલિંગનું યોગ્ય જ્ઞાન

  - એકલા અને ટીમ સાથે કામ કરવાની આવડત

    

  આ પણ વાંચો : IBPS Recruitment 2022: IBPSમાં વિવિધ જગ્યાઓ પર નોકરીની તક, 61,818 સુધી મળશે પગાર

  BOBCAPS Recruitment: જવાબદારીઓ

  - સ્થાનિક અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો અને અન્ય સંબંધિત રોકાણકારોના વિભાગોને સેવા આપતી પ્રતિષ્ઠિત સ્થાપિત રીસર્ચ ટીમનો ભાગ બનવું.

  - એનાલિસ્ટને કંપનીઓ, ક્ષેત્ર અને મેક્રો ઇકોનોમીને આવરી લેવામાં તથા કંપનીઓ અને ક્ષેત્રો માટે સમાચારોના પ્રવાહને ટ્રેક કરવામાં મદદ કરવી

  - કંપનીઓ માટે નાણાકીય મોડેલિંગમાં મદદ કરવી, ઉદ્યોગના ડેટાબેઝ અને વેલ્યુએશન શીટ્સ બનાવવી.

  - કવરેજની શરૂઆત કરવી, કંપનીઓના ત્રિમાસિક અપડેટ્સ, ઇવેન્ટ આધારિત રીપોર્ટ્સ, થીમેટિક રીપોર્ટ્સ વગેરે ઇક્વિટી રીસર્ચ રીપોર્ટમાં મદદ કરવી

  - જરૂર પડ્યે સેલ્સ ટીમ સાથે રીસર્ચ આઇડિયા અને વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે વાતચીત કરવી.

  BOBCAPS Recruitment: નોકરીની ટૂંકી વિગતો  જગ્યારિસર્ચ એસોસિયેટ
  શૈક્ષણિક લાયકાતસરકાર દ્વારા માન્ય સંસ્થા / યુનિવર્સિટીમાંથી ઉમેદવારે MBA/ CFA/ CA અથવા અન્ય સમકક્ષ ડિગ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોવું જરૂરી છે. આ સિવાય માન્ય NISM સિરીઝ XV સર્ટિફીકેશન પણ આવશ્યક છે.
  પસંદગી પ્રક્રિયાઓનલાઇન અરજી દ્વારા
  અરજી ફીનિશુલ્ક
  અરજી કરવાની અંતિમ તારીખ11-4-2022
  ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
  ઓનલાઇન અરજી કરવા માટેરસ ધરાવતા ઉમેદવારોએ પોતાનું રીઝ્યુમ અને એપ્લિકેશન careers@bobcaps.in પર ઇમેલ કરવાનું રહેશે.  BOBCAPS Recruitment: પગારધોરણ

  યોગ્ય ઉમેદવાર માટે વળતર મર્યાદિત પરિબળ હશે નહીં અને કેસ-બાય-કેસના આધારે ચર્ચા કરવામાં આવશે.

  આ પણ વાંચો : BRO Recruitment: BROમાં 300થી વધુ મલ્ટી સ્કિલ વર્કર માટે આવી ભરતી, જાણો કેવી રીતે થશે પસંદગી

  BOBCAPS Recruitment: કઇ રીતે કરશો અરજી?

  રસ ધરાવતા ઉમેદવારોએ પોતાનું રીઝ્યુમ અને એપ્લિકેશન careers@bobcaps.in પર ઇમેલ કરવાનું રહેશે. નોટિફીકેશનમાં જણાવ્યા અનુસાર તમારે ઇમેલના સબ્જેટક્ટમાં “Application for the post of Research Associate” લખવાનું રહેશે. અન્ય કોઇ સબ્જેક્ટ સાથેની અરજી સ્વીકારવામાં આવશે નહીં

  . આ સિવાય વધુ જાણકારી માટે તમે ઓફિશ્યલ વેબસાઇટ www.bobcaps.in પર પણ જઇને નોટિફીકેશન તપાસી શકો છો. રીસર્ચ એસોસિએટની આ પોસ્ટ માટેનું લોકેશન મુંબઇ રહેશે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

  આગામી સમાચાર