Home /News /career /

Bank Note Press recruitment 2022: બેન્ક નોટ પ્રેસની ભરતી, 67000 રૂપિયા સુધી મળશે પગાર

Bank Note Press recruitment 2022: બેન્ક નોટ પ્રેસની ભરતી, 67000 રૂપિયા સુધી મળશે પગાર

બેન્ક નોટ પ્રેસ ભરતી 2022 : 81 જુનિયર ટેકનિશિયનની ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક પરથી કરો અરજી

BNP Recruitment 2022 : સરકારી નોકરીની શોધ કરી રહેલા ઉમેદવારો માટે વધુ એક તક, બેન્ક નોટ પ્રેસ દેવાસ મધ્ય પ્રદેશમાં 81 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પડી છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા કરી શકે છે અરજી

    Bank Note Press recruitment 2022: બેંક નોટ પ્રેસ, દેવાસે (Bank Note Press) જુનિયર ટેકનિશિયનની જગ્યા (Junior Technician Jobs) પર ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા ઉમેદવારો ખાલી જગ્યાઓ માટે અધિકૃત વેબસાઇટ bnpdewas.spmcil.com પર માર્ચ 28, 2022 સુધીમાં અરજી કરી શકે છે. કુલ 81 જગ્યાઓ ભરવા માટે ભરતી (BNP Recruitment 2022) કરવામાં આવી રહી છે, જેમાંથી 60 ખાલી જગ્યાઓ જુનિયર ટેકનિશિયન (ઇંક ફેક્ટરી), 19 જુનિયર ટેકનિશિયન (પ્રિંટિંગ) અને 2 જુનિયર ટેકનિશિયન (ઇલેક્ટ્રિકલ/આઇટી) માટે છે.

    Bank Note Press recruitment 2022: કેટલી રહેશે વયમર્યાદા?

    જુનિયર ટેકનિશિયનની પોસ્ટ માટે અપર વય મર્યાદા 25 વર્ષ છે.

    શૈક્ષણિક લાયકાત

    જૂનિયર ટેક્નિશિયન (ઇન્ક ફેક્ટરી)

    NCVT દ્વારા એક વર્ષના NAC પ્રમાણપત્ર સાથે ડાઈસ્ટફ ટેકનોલોજી/પેઈન્ટ ટેકનોલોજી/સરફેસ કોટિંગ ટેકનોલોજી/પ્રિંટિંગ ઈંક ટેકનોલોજી/પ્રિંટિંગ ટેકનોલોજીમાં ITI સર્ટિફીકેટ હોવું જરૂરી છે.

    જૂનિયર ટેક્નિશિયન (પ્રિન્ટિંગ)

    પ્રિન્ટિંગ ટ્રેડમાં ITI સર્ટિફીકેટ જેમ કે લિથો ઑફસેટ મશીન માઇન્ડર, લેટર પ્રેસ મશીન માઇન્ડર, ઑફસેટ પ્રિન્ટિંગ, પ્લેટમેકિંગ, ઇલેક્ટ્રોપ્લેટિંગ, પ્લેટમેકર-કમ-ઇમ્પોઝિટરમાં ITI કોર્સ, હેન્ડ કંપોઝિંગ સાથે NCVT તરફથી એક વર્ષનું NAC સર્ટિફીકેટ પ્રાપ્ત કરેલું હોવું જોઇએ.

    જૂનિયર ટેક્નિશિયન (ઇલેક્ટ્રિકલ/ આઇટી)

    NCVT તરફથી એક વર્ષ NAC પ્રમાણપત્ર સાથે ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સમાં પૂર્ણ સમયનું ITI પ્રમાણપત્ર મેળવેલું હોવું જોઇએ.

    Bank Note Press recruitment 2022:  નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા81
    શૈક્ષણિક લાયકાતવિવિધ પોસ્ટ માટે વિષયને લગતી. ઉપર જણાવ્યા મુજબ
    પસંદગી પ્રક્રિયા

    અરજદારોને ઓનલાઈન (ઓબ્જેક્ટિવ ટાઇપ) પરીક્ષાના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. પરીક્ષા 120 મિનિટની અવધિ માટે લેવામાં આવશે અને તેમાં 125 માર્કસ હશે.

    અરજી ફી

    બિનઅનામત/OBC/EWS કેટેગરીના ઉમેદવારોએ 600 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે. જ્યારે SC/ST/Ex-SM/PwD કેટેગરીના ઉમેદવારોને 200 રૂપિયા ઇન્ટિમેશન ચાર્જ લાગુ પડે છે.

    અરજી કરવાની અંતિમ તારીખ28-3-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    Bank Note Press recruitment 2022:  અરજી ફી

    બિનઅનામત/OBC/EWS કેટેગરીના ઉમેદવારોએ 600 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે. જ્યારે SC/ST/Ex-SM/PwD કેટેગરીના ઉમેદવારોને 200 રૂપિયા ઇન્ટિમેશન ચાર્જ લાગુ પડે છે.

    આ પણ વાંચો : Bank of Baroda Recruitment 2022: બેન્ક ઓફ બરોડામાં 42 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી

    Bank Note Press recruitment 2022:  કઇ રીતે કરશો અરજી?

    - સૌપ્રથમ ઓફિશ્યલ વેબસાઇટ bnpdewas.spmcil.com પર જાઓ.

    - ત્યાર બાદ કરિયર સેક્શનમાં જાઓ અને એપ્લાય લિંક પર ક્લિક કરો.

    - ન્યૂ રજીસ્ટ્રેશન પર ક્લિક કરો અને તમામ વિગતો ભર્યા બાદ રજીસ્ટ્રેશન કરો.

    - હવે પોસ્ટ માટે અરજી કરવા એપ્લિકેશન ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.

    - ત્યાર બાદ તમારે એપ્લિકેશન ફી ભરવાની રહેશે અને ફોર્મને સબમિટ કરવાનું રહેશે.

    - ભવિષ્યમાં રેફરન્સ માટે તમે એપ્લિકેશનની એક પ્રિન્ટ આઉટ તમારી પાસે રાખી શકો છો.

    આ પણ વાંચો : Exim Bank Recruitment 2022: એક્ઝિમ બેંકમાં મેનેજમેન્ટ ટ્રેઇનીની ભરતી, રૂ. 55,000 મળશે સ્ટાઇપેન્ડ

    Bank Note Press recruitment 2022:  પસંદગી પ્રક્રિયા

    અરજદારોને ઓનલાઈન (ઓબ્જેક્ટિવ ટાઇપ) પરીક્ષાના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. પરીક્ષા 120 મિનિટની અવધિ માટે લેવામાં આવશે અને તેમાં 125 માર્કસ હશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર