BMRCL Recruitment 2022: BMRCLમાં એન્જિનિયરો માટે ભરતી, રૂ. 1.65 લાખ સુધી મળશે પગાર
BMRCL Recruitment 2022: BMRCLમાં એન્જિનિયરો માટે ભરતી, રૂ. 1.65 લાખ સુધી મળશે પગાર
Bengaluru Metro recruitment 2022 : બેંગ્લોર મેટ્રોમાં ભરતી, અરજી કરવાની અંતિમ તારીખ સોમવાર 17મી જાન્યુારી 2022
BMRCL Recruitment 2022 : બેંગ્લોર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (Bangalore Metro Rail Corporation Limited, BMRCL) સમયગાળા માટે એન્જિનિયરિંગના પદ માટે ભરતી બહાર પાડી છે. સોમવારે આ નોકરી માટે અજી કરવાનો અંતિમ દિવસ છે
BMRCL Recruitment 2022: બેંગ્લોર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (Bangalore Metro Rail Corporation Limited, BMRCL) એ ત્રણ વર્ષના સમયગાળા માટે એન્જિનિયરિંગના પદ માટે ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ (BMRCL Recruitment 2022 Online application Link) ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ 17 જાન્યુઆરી, 2022ના રોજ સાંજે 4 વાગ્યા સુધીમાં અરજી કરવાની રહેશે. આમ સોમવારે આ નોકરી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો માટે અંતિમ તક છે. અરજી કરવા માંગતા ઉમેદવારો અહીંયાથી સીધા અરજી કરી શકશે.
BMRCL Recruitment 2022 કેવી રીતે અરજી કરવાની રહેશે
ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારોએ જણાવેલ ફોર્મેટ અનુસાર અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ ઉમેદવારોએ એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ કાઢીને પોતાની પાસે રાખવી. ઉમેદવારોએ જરૂરી સર્ટીફિકેટ અને એક્સપીરિયન્સ સર્ટીફિકેટ જમા કરવાના રહેશે.
BMRCL Recruitment 2022 જે ઉમેદવાર ઓફલાઈન અરજી કરવા ઈચ્છે છે તેમણે
જનરલ મેનેજર, બેંગ્લેર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ, III ફ્લોર, BMTC કોમ્પલેક્ષ, K.H. રોડ, શાંતિનગર, બેંગ્લોર- આ એડ્રેસ પર અરજી કરવાની રહેશે તથા એન્વેલપ ઉપર કઈ પોસ્ટ માટે અરજી કરો છો તે, વિશે લખવાનું રહેશે.
ઉમેદવારોએ 17 જાન્યુઆરી 2022 ના રોજ સાંજે 4 વાગ્યા પહેલા અરજી કરવાની રહેશે. ઉમેદવાર અધિકૃત વેબસાઈટ bmrc.co.in. પરથી આ ભરતી અંગેની વધુ જાણકારી મેળવી શકે છે.
નોંધ- પસંદગી પામેલ ઉમેદવારોને કંપનીના નિયમો અનુસાર ફિક્સ મેડિકલ એલાઉમ્સ, ગ્રુપ મેડિકલ એન્ડ પર્સનલ એક્સિડન્ટ ઈન્શ્યોરન્સ કવર, રાષ્ટ્રીય પેન્શન યોજનાનો લાભ તથા અન્ય ભથ્થાઓ પણ આપવામાં આવશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર