Home /News /career /BMCમાં ફાયરમેનની બંપર ભરતી, ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા થશે, માસિક પગાર 69,000 સુધી
BMCમાં ફાયરમેનની બંપર ભરતી, ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા થશે, માસિક પગાર 69,000 સુધી
ફાયરમેનની બંપર ભરતી
job alert-આ પદ માટે તે ઉમેદવારો અપ્લાય કરી શકે છે જેમણે કોઈ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 12ની પરીક્ષા પાસ કરી છે. વય મર્યાદાની વાત કરીએ તો આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોની વય 25 વર્ષથી વધારે ન હોવી જોઈએ. આરક્ષિત વર્ગને વયમાં છૂટછાટ મળશે.
બૃહદ મંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને ફાયરમેનના પદ પર બંપર ભરતી બહાર પાડવામાં આવી છે. આ પદ માટે ઉમેદવારોનું સિલેક્શન ઈન્ટરવ્યુના આધારે થશે અને તેઓએ કોઈપણ પ્રકારની પરીક્ષામાં બેસવાની જરૂર રહેશે નહીં. જે ઉમેદવારો લાયક છે અને આ જગ્યાઓ માટે અરજી કરવા ઇચ્છુક છે તેઓ BMCની ઑફિસમાં જણાવવામાં આવેલી તારીખ પર ઇન્ટરવ્યુ માટે જઈ શકે છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવ દ્વારા કુલ 910 જગ્યાઓ ભરવામાં આવશે. વોક-ઇન-ઇન્ટરવ્યુ હજુ શરૂ થયો નથી. ઇન્ટરવ્યુ 13 જાન્યુઆરી 2023 થી શરૂ થશે અને છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી 2023 છે.
લાયકાત
આ પદ માટે તે ઉમેદવારો અપ્લાય કરી શકે છે જેમણે કોઈ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 12ની પરીક્ષા પાસ કરી છે. વય મર્યાદાની વાત કરીએ તો આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોની વય 25 વર્ષથી વધારે ન હોવી જોઈએ. આરક્ષિત વર્ગને વયમાં છૂટછાટ મળશે.
આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે, જનરલ કેટેગરીના ઉમેદવારોએ 944 રૂપિયાની ફી ચૂકવવી પડશે. એ પણ નોંધ કરો કે ફીની ચુકવણી માત્ર ઓનલાઈન જ થશે. અન્ય કોઈપણ માધ્યમથી કરેલ ચુકવણી સ્વીકારવામાં આવશે નહીં.
સિલેક્શન માટે ઉમેદવારોએ નક્કી સમયમર્યાદા પર બીએમસીના ગ્રેટર મુંબઈ નગર નિગમ ઓફિસ પહોંચવું પડશે. આ વેકેન્સી વિશે ડિટેલમાં જાણકારી મેળવવા માટે આ વેબસાઈટની મુલાકાત લઈ શકો છો- – portal.mcgm.gov.in.
સેલેરી કેટલી હશે
આ ખાલી જગ્યા માટે જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે, તેમને 21,700 રૂપિયાથી લઈને 69,100 રૂપિયા પ્રતિ માસ સુધીનો પગાર આપવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો નિર્ધારિત તારીખ પહેલા ઇન્ટરવ્યુમાં હાજરી આપી શકે છે. જો આ ભરતીઓ વિશે કોઈપણ પ્રકારની માહિતી હોય અથવા જો કોઈ પ્રશ્ન હોય, તો BMCની સત્તાવાર વેબસાઈટ પર જઈને જવાબ મેળવી શકાય છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર