BIS Recruitment 2022 : બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડની 337 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી
BIS Recruitment 2022 : બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડની 337 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી
BIS Recruitment 2022 : બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા 337 જગ્યાની ભરતીનું નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું છે.
BIS Recruitment 2022 : બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા 337 જગ્યાની ભરતી બહાર પડી છે, અહીંયા આપવામાં આવેલી લિંક પરથી રસ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.
BIS Recruitment 2022: બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (Bureau of Indian Standards, BIS) 337 સ્ટેનોગ્રાફર, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર (ASO), જુનિયર સેક્રેટરિયલ આસિસ્ટન્ટ (JSA), સિનિયર સેક્રેટરિયલ આસિસ્ટન્ટ (SSA), સિનિયર ટેકનિશિયન, પર્સનલ આસિસ્ટન્ટ (PA), આસિસ્ટન્ટ, ટેકનિકલ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ ડાયરેક્ટરના ખાલી પદો પર ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો 19 એપ્રિલથી bis.gov.in પર અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી સબમીટ કરવાની અંતિમ તારીખ 09 મે, 2022 છે.
કુલ 337 ખાલી જગ્યાઓ ખાલી છે અને તેને ગ્રુપ A અને ગ્રુપ B પોસ્ટમાં વિભાજિત કરવામાં આવી છે.
BIS શોર્ટ નોટિફિકેશન રોજગાર અખબારમાં 16 એપ્રિલથી 22 એપ્રિલ 2022ના રોજ પ્રકાશિત કરવામાં આવી છે. ઉમેદવારોને સૂચના આપવામાં આવે છે કે તેઓ BIS રિક્રુટમેન્ટ 2022ના નવીનતમ અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી.
ઉમેદવારો 19 એપ્રિલ 2022 થી 09 મે 2022 સુધી ઓનલાઈન મોડ દ્વારા અરજી કરી શકે છે
BIS એ ભારત સરકારના કસ્ટમર અફેર, ફુડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન ડિપાર્ટમેન્ટ (ગ્રાહક બાબતોના વિભાગ) હેઠળની એક વૈધાનિક સંસ્થા છે અને તે સ્ટાન્ડરીજેશન, લેબ ટેસ્ટિંગ વગેરે માટે જવાબદાર છે.