Home /News /career /BIS Recruitment 2022: બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડની 337 જગ્યા માટે ભરતી, અરજી કરવાની અંતિમ તક

BIS Recruitment 2022: બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડની 337 જગ્યા માટે ભરતી, અરજી કરવાની અંતિમ તક

BIS Recruitment 2022 : બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા 337 જગ્યાની ભરતીનું નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું છે.

Sports Authority of India : બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (Bureau of Indian Standards, BIS) દ્વારા 337 ખાલી જગ્યા માટે ભરતી બહાર પડી છે, રસ ધરાવતા ઉમેદવારો માટે અહીંયા આપવામાં આવેલી લિંક પરથી અરજી કરવાની તક

    BIS Recruitment 2022: બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (Bureau of Indian Standards, BIS) દ્વારા ખાલી પદો પર ભરતી કરવા અંગેની જાહેરાત કરતી નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. આ નોટિફિકેશન અનુસાર હાલ કુલ 337 ખાલી પદો પર યોગ્ય ઉમેદવારોની નિમણૂંક કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, જુનિયર સેક્રેટરિએટ આસિસ્ટન્ટ, સિનિયર સેક્રેટરિએટ આસિસ્ટન્ટ, સિનિયર ટેક્નિશિયન વગેરે પદે પર ભરતી કરવામાં આવશે. આ પદો પર 19 એપ્રિલ, 2022થી રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર વિભાગમાં નોકરીની શોધ કરી રહેલા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે. અરજી કરવા માંગતા ઈચ્છુક ઉમેદવારો અંતિમ તારીખ સુધીમાં ઓનલાઈન મોડ દ્વારા અરદી કરી શકે છે. જણાવી દઈએ કે આ ખાલી પદો પર અરજી પ્રક્રિયા 9 મે, 2022 સુધી ચાલુ રહેશે.





    BIS Recruitment 2022: ખાલી પદો વિશે વિગતો : ડાયરેક્ટર (કાનૂની) -1, આસિસ્ટન્ટ ડાયરેક્ટર (હિન્દી)- 1,  આસિસ્ટન્ટ ડાયરેક્ટર (એડમિન અને ફાયનાન્સ)- 1, આસિસ્ટન્ટ ડાયરેક્ટર (માર્કેટિંગ)- 1, પર્સનલ આસિસ્ટન્ટ- 28, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર- 47, આસિસ્ટન્ટ (કોમ્પ્યુટર-એઈડેડ ડિઝાઇન- 02, સ્ટેનોગ્રાફર- 22, સિનિયર સચિવાલય આસિસ્ટન્ટ- 100, જુનિયર સચિવાલય આસિસ્ટન્ટ- 61, હોર્ટિકલ્ચર સુપરવાઈઝર- 01, ટેકનિકલ આસિસ્ટન્ટ (લેબોરેટરી)- 47, સિનિયર ટેકનિશિયન- 25

    કુલ – 337

    BIS Recruitment 2022: લાયકાતના ધારાધોરણ

    BIS Recruitment 2022: શૈક્ષણિક લાયકાત

    અરજી કરનાર ઉમેદવાર માન્ય સંસ્થા અથવા યૂનિવર્સિટીમાંથા ડિગ્રી/ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી/ ડિપ્લોમા/ આટીઆઈ કરેલ હોવો જોઈએ.

    વધુ વિગતો માટે ઉમેદવારો ઓફિસિયલ નોટિફિકેશનનો સંદર્ભ લઈ શકે છે.

    BIS Recruitment 2022: પગારના ધારાધોરણ

    ગ્રુપ A ડેપ્યુટેશન - રૂ. 78800થી 209200

    ગ્રુપ A ડાયરેક્ટર રિક્રુટમેન્ટ- રૂ. 56,100થી 177500

    ગ્રુપ બી ડાયરેક્ટર રિક્રુટમેન્ટ- રૂ. 35400થી 112400

    ગ્રુપ સી ડાયરેક્ટર રિક્રુટમેન્ટ- રૂ. 19900થી 81100

    આ પણ વાંચો : GSSSB Recruitment 2022: ગૌણ સેવા પસંદગી મંડળ સિનિયર ક્લાર્ક CPT અંગે અગત્યની સૂચનાઓ, જાણો સંભવિત તારીખો

    BIS Recruitment 2022: નોકરીની ટૂંકી વિગતો
    જગ્યા334
    શૈક્ષણિક લાયકાતઅરજી કરનાર ઉમેદવાર માન્ય સંસ્થા અથવા યૂનિવર્સિટીમાંથા ડિગ્રી/ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી/ ડિપ્લોમા/ આટીઆઈ કરેલ હોવો જોઈએ.
    પસંદગી પ્રક્રિયાઉમેદવારોની પસંદગી ઓનલાઈન પરીક્ષા, ઈન્ટરવ્યૂ ને સ્કિલ ટેસ્ટના આધારે કરવામાં આવશે.
    અરજી ફીAssistant Director (Hindi), Assistant Director (Administration & Finance) andAssistant Director (Marketing & Consumer Affairs)ના પદ માટે 800 રૂપિયાઅન્ય તમામ પદો માટે 500 રૂપિયા
    અરજી કરવાની અંતિમ તારીખ9-5-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઈન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    BIS Recruitment 2022: વય મર્યાદા

    અરજી કરનાર ઉમેદવારની ઉંમર ઓછામાં છી 27 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ હોવી જરૂરી છે.
    સરકારી ધારાધોરણ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

    BIS Recruitment 2022:  પસંદગી પ્રક્રિયા

    ઉમેદવારોની પસંદગી ઓનલાઈન પરીક્ષા, ઈન્ટરવ્યૂ ને સ્કિલ ટેસ્ટના આધારે કરવામાં આવશે.

    એપ્લિકેશન મોડ

    માત્ર ઓનલાઈન મો દ્વારા કરવામાં આવતી અરજીઓ માન્ય ગણવામાં આવશે.

    આ પણ વાંચો : LRD Answer Key: એલઆરડી ભરતીના ઉમેદવારો માટો અગત્યની સૂચનાઓ, ફાઈનલ આન્સર કી નહીં બદલે

    BIS Recruitment 2022:  એપ્લિકેશન ફી

    ઉમેદવારોએ ઓનલાઈન અરજી ફી ચૂકવવાની રહેશે. વધુ વિગતો માટે ઓફિશિયલ નોટિફિકેશનનનો સંદર્ભ લેવો.

    BIS Recruitment 2022: આ રીતે કરો અરજી

    - ઓફિશિયલ વેબસાઈટgov.in પર વિઝિટ કરો
    - ઉપર જણાવેલ પોસ્ટની લિંક શોધી તેના પર ક્લિક કરો.
    - જો તમે નવા યૂઝર છો તો પહેલા તમારુ રજીસ્ટ્રેશન કરો અને અકાઉન્ટ બનાવી લોગીન કરો.
    - હવે ફોર્મમાં માંગવામાં આવેલી તમામ વિગતો ભૂલ ન થાય તે રીતે ભરો, ઓનલાઈન ફી ચૂકવો.
    - હવે સબમીટ ઓપ્શન પર ક્લિક કરો.

    BIS Recruitment 2022: આ રીતે કરો જુઓ નોટિફિકેશન

    - ઓફિશિયલ વેબસાઇટ bis.gov.in પર જાઓ
    - જાહેરાત શોધો, જાહેરાત પર ક્લિક કરો.
    - નોટિફિકેશન ઓપન કરો અને તેને વાંચો તથા યોગ્યતા તપાસો.
    - જો તમે લાયક ઉમેદવાર છો, તો તમે ઑનલાઇન મોડથી અરજી કરી શકો છો.

    BIS Recruitment 2022: મહત્વની તારીખ

    ખાલી પદે પર અરજી પ્રક્રિયાની શરૂઆત- 19/04/2022

    ખાલી પદો પર અરજી કરવાની અંતિમ તારીખ- 09/05/2022
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन