BHEL Recruitmemnt 2022 : ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (The Bharat Heavy Electricals Limited (BHEL)) દ્વારા સિવિલ ડિસિપ્લિનમાં એન્જીનિયર અને સુપરવાઈઝરના (BHEL Recruitment 2022 Nortification) એન્જીનિયર-સુપરવાઈઝરના પદો પર ભરતી, 71,000 સુધી મળશે પગાર મળશે, આ પદો પર લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી રહી છે. સરકારી નોકરીની તક શોધી રહેલા એન્જીનિયરો માટે આ એક ઉત્તમ તક છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો BHELની ઓફિશિયલ વેબસાઈટ pswr.bhel.comના માધ્યમથી અરજી કરી શકે છે.
આ પદો પર ઉમેદવારોએ 12 જાન્યુઆરી, 2022 પહેલા અરજી કરવાની રહેશે. જો કે એપ્લિકેશન ફોર્મની કોપી અને જરૂરી દસ્તાવેજો સબમીટ કરવાની અંતિમ તારીખ 15 જાન્યુઆરી, 2022 રહેશે. ખાલી પડેલા આ પદો પર અરજી કરવાની શરૂઆત 30 ડિસેમ્બર, 2021થી શરૂ થઈ ચૂકી છે.
આ ભરતી પ્રક્રિયા દ્વારા 10 એન્જીનિયરો અને 26 સુપરવાઈઝરોની ભરતી કરવામાં આવશે.