Home /News /career /

BHEL Recruitment 2022: BHELમાં રૂ. 71,000 પગારની નોકરી, અહીંથી કરો અરજી

BHEL Recruitment 2022: BHELમાં રૂ. 71,000 પગારની નોકરી, અહીંથી કરો અરજી

BHEL Recruitment 2022 : ભેલમાં એક્ઝિક્યુટીવની ભરતી

BHEL Recruitment 2022 : BHEL દ્વારા ફાઇનાન્સમાં (BHEL Recruitment)) ખાલી જગ્યાઓમાં નવા એક્ઝિક્યુટિવ માટે ભરતીનુંં નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોકરી માટે ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક પરથી અરજી કરી શકે છે.

    BHEL Recruitment 2022 : નોકરીની શોધ કરી રહેલા ઉમેદવારો માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. BHEL દ્વારા ફાઇનાન્સમાં ખાલી જગ્યાઓમાં નવા એક્ઝિક્યુટિવ માટે ભરતી 2022 (BHEL Recruitment 2022)ની જાહેરાત કરવામાં આવી છે. જેના માટે હાલમાં ઓનલાઇન અરજી (Apply Online)ઓ સ્વીકારવામાં આવી રહી છે. બીએચઈએલ ભરતી 2022 હાલમાં ફાઇનાન્સની ખાલી જગ્યાઓ (Jobs for Finance Post)માં ચાર નવા એક્ઝિક્યુટિવ માટે ચાલી રહી છે, જેમને એક વર્ષના સમયગાળા માટે અથવા અસાઇનમેન્ટ પૂર્ણ થાય ત્યાં સુધી બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી ફિક્સ્ડ ટર્મ એપોઇન્ટમેન્ટ (FTA) આધારે નિયુક્ત કરવામાં આવશે.

    BHELના જણાવ્યા અનુસાર, આ પોસ્ટ્સ સંપૂર્ણપણે કામચલાઉ છે, જેમાં પસંદ કરાયેલા ઉમેદવારોને એક વર્ષના સમયગાળા માટે પસંદ કરવામાં આવશે. જેને ઉમેદવારની કામગીરી અને મેનેજમેન્ટ વિવેકબુદ્ધિના આધારે મહત્તમ ત્રણ વર્ષના સમયગાળા સુધી લંબાવી શકાય છે. પસંદગી પામેલા લોકોને માસિક 71,040 રૂપિયા પગાર આપવામાં આવશે.

    આ પણ વાંચો : NABARD Recruitment: નાબાર્ડમાં 60,000 પગાર સુધીની નોકરી માટે ભરતી, અહીંથી કરો અરજી

    BHEL Recruitment 2022 કોણ કરી શકે છે અરજી

    બીએચઈએલની તાજેતરની ભરતીની નોટિફીકેશનમાં કહેવામાં આવ્યું છે કે ફાઇનાન્સની ખાલી જગ્યાઓમાં ચાર નવા એક્ઝિક્યુટિવ છે, જેના માટે સ્નાતકની ડિગ્રી સાથે ફૂલ ટાઇમ પીજી ડિગ્રી અથવા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી ઓછામાં ઓછા 60% ગુણ સાથે ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. ઉમેદવારે જે યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હોય તે યુનિવર્સિટીનો સમાવેશ ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય વિધાનસભા અથવા અન્ય શૈક્ષણિક સંસ્થાઓના અધિનિયમ દ્વારા કરવામાં આવ્યો હોવો જોઈએ જે સંસદના કાયદા દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો હોય અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એક્ટ, ૧૯૫૬ ની કલમ ૩ હેઠળ યુનિવર્સિટી તરીકે માનવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી હોય.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા04
    શૈક્ષણિક લાયકાતફાઇનાન્સની ખાલી જગ્યાઓમાં ચાર નવા એક્ઝિક્યુટિવ છે, જેના માટે સ્નાતકની ડિગ્રી સાથે ફૂલ ટાઇમ પીજી ડિગ્રી અથવા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી ઓછામાં ઓછા 60% ગુણ સાથે ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ
    પસંદગી પ્રક્રિયાઈન્ટરવ્યૂ દ્વારા
    અરજી ફી345  રૂપિયા જીએસટી સાથે
    અરજી કરવાની અંતિમ તારીખ15-4-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો

    BHEL Recruitment 2022 કેટલી રહેશે વયમર્યાદા

    અરજદારો પાસે ડેટા એનાલિસીસ અથવા ફાઇનાન્સના ક્ષેત્રમાં એનાલીટીકલ અસાઇનમેન્ટ્સનું સંચાલન કરવાનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. જે અરજદારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગતા હોય તેમની ઉંમર 32 વર્ષથી વધુ હોવી જોઈએ. જો કે, ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે ઉપલી વયમર્યાદામાં ત્રણ વર્ષ અને શારીરિક રીતે અશક્ત વ્યક્તિઓ માટે 10 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. વર્ષ 1980થી 1989 દરમિયાન જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં સામાન્ય રીતે સ્થાયી થયેલા ભૂતપૂર્વ સૈનિકો અને ઉમેદવારો માટે પણ વધુ છૂટછાટની મંજૂરી આપવામાં આવશે.

    આ પણ વાંચો : IPBP Recruitment 2022: ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં ભરતી, 2.88 લાખ સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

    BHEL Recruitment 2022  કઇ રીતે કરશો અરજી

    રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારોએ 15 એપ્રિલ 2022 પહેલા 11:45 વાગ્યે ઓનલાઇન અરજીઓ સબમિટ કરવાની રહેશે. તમામ ઉમેદવારોએ નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ઓનલાઇન 300 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર