BHEL Recruitment 2021: નોકરી કરવા ઇચ્છુક લાયક ઉમેદવારોને ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL)માં સારી તક મળી શકે છે. કંપની દ્વારા કોર્પોરેટ સ્ટ્રેટેજી મેનેજમેન્ટ ગ્રુપ (Corporate strategy management group)માં ખાલી જગ્યાઓ પર અરજીઓ મંગાવવામાં આવી છે. આ જગ્યાઓ પર લાયક ઉમેદવારોને રૂ. 80,000નો માસિક પગાર અન્ય ભથ્થા મળશે. BHELમાં કુલ 10 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ નોકરી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ BHELની ઓફિશિયલ વેબસાઈટ careers.bhel.in પર અરજી કરવાની રહેશે. આ નોકરી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે.
નોકરી અંગે BHELના નોટિફિકેશનમાં જણાવાયું છે કે, યંગ પ્રોફેશનલ્સ કોર્પોરેટ સ્ટ્રેટેજી મેનેજમેન્ટ ગ્રુપને નવા તકનીકી ક્ષેત્રોમાં જરૂરી અભ્યાસ-સંશોધન, વિકસિત દેશોમાં થઈ રહેલા નવીનતમ વિકાસ, BHEL માટે જરૂરી તકનીકો, નીતિગત હિમાયત, રોડમેપ અને વિવિધ ક્ષેત્રો માટે માઇલસ્ટોન, સંસાધનોની આવશ્યકતા અને જવાબદારીઓ સહિત અમલીકરણ યોજનાઓ અંગે ઇનપુટ્સ પુરા પાડી ટેકો આપવામાં મદદ કરવાની રહેશે.
નોકરી માટે જરૂરી વયમર્યાદા અને લાયકાત
આ નોકરી માટે અરજી કરનારની ઉંમર 1-11-2021 મુજબ 30 વર્ષથી વધુની હોવી જોઈએ નહીં. તેમજ આ નોકરી માટે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા મેનેજમેન્ટમાં 2 વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પણ જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે, પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી એન્જિનિયરિંગ સ્નાતકોને પસંદગી મળશે. એટલે કે, નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) હેઠળ MHRD દ્વારા બહાર પાડવામાં આવેલા રેન્કિંગ મુજબ પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા ડિપ્લોમા ડીગ્રી કોઈ પણ IIM અથવા ટોચની 50 મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાંથી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. જેમાં ઓછામાં ઓછા 70 ટકા એગ્રિગેટ અથવા 10માંથી 7.0 સીજીપીએ હોવું જોઈએ. આ ઉપરાંત અરજદારને ઓછામાં ઓછો બે વર્ષનો કામનો અનુભવ પણ હોવો જોઈએ.
જગ્યા : | 10 |
પસંદગી પ્રક્રિયા : | ઈન્ટરવ્યૂ દ્વારા |
આવેદન કરવાની અંતિમ તારીખ : | 30-11-2021 |
ભરતીની જાહેરાત જોવા માટે : | અહીંયા ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે : | અહીંયા ક્લિક કરો |
શૈક્ષણિક લાયકાત : | : મેનેજમેન્ટ + એન્જિનિયરીંગ |
પગાર કેટલો મળશે?
આ પોસ્ટ પર નોકરીમાં જોડાનાર કર્મચારીઓને દર મહિને 80,000 રૂપિયાની કોન્સોલિડેટેડ ફી ચૂકવવામાં આવશે. માસિક કોન્સોલિડેટેડ ફી ઉપરાંત, તેઓ પરિવારની મેડિક્લેમ પોલિસી માટે વાર્ષિક પ્રીમિયમ 3500 રૂપિયા + જીએસટી સુધીની ચુકવણી માટે પાત્ર રહેશે. આ સાથે અસાઈમેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી યંગ પ્રોફેશનલ્સને 10,000 રૂપિયા જેટલી લમ્પસમ્પ રકમ આપવામાં આવશે.
કેવી રીતે અરજી કરવી?
ઇચ્છુક અને લાયક ઉમેદવારોએ 30 નવેમ્બર 2021 પહેલા સત્તાવાર વેબસાઇટ પર અરજીઓ સબમિટ કરવાની રહેશે. અરજદારે અરજી ફોર્મમાં જરૂરી ડોક્યુમેન્ટ અથવા જોડાણ રહે તેની ખાતરી કરવી જરૂરી છે. અરજદારોએ ઓછામાં ઓછા 6 મહિના માટે તેમનું ઇ-મેઇલ આઇડી સક્રિય રાખવું પણ આવશ્યક છે. કારણ કે આ જાહેરનામાના સંદર્ભમાં કોઈ પણ મહત્વપૂર્ણ માહિતી અથવા નોટિસ ઇ-મેઇલ મારફતે પૂરી પાડવામાં આવશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: BHEL, Sarkari Naukri 2021