Home /News /career /BHELમાં સીનિયર મેડિકલ ઓફિસર પદ માટે ભરતી નીકળી, આજે અરજી કરવાનો છે છેલ્લો દિવસ
BHELમાં સીનિયર મેડિકલ ઓફિસર પદ માટે ભરતી નીકળી, આજે અરજી કરવાનો છે છેલ્લો દિવસ
ભેલમાં 27 પદ માટે ભરતી
Sarkari Naukri 2021: ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડે અલગ-અલગ રાજ્યો માટે સીનિયર મેડિકલ ઓફિસર (સ્પેશિયાલિસ્ટ)ના પદો માટે ભરતી નીકળી છે. BHELએ કુલ 27 પદો માટે અરજી મંગાવી છે.
Sarkari Naukri 2021: ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડે (BHEL) અલગ-અલગ રાજ્યો માટે સીનિયર મેડિકલ ઓફિસર (સ્પેશિયાલિસ્ટ)ના પદો માટે ભરતી નીકળી છે. BHELએ કુલ 27 પદો માટે અરજી મંગાવી છે. જણાવી દઈએ કે આ ભરતી ત્રિચી, ભોપાલ, રાનીપેટ, જગદીશપુર, હરિદ્વાર, હૈદરાબાદ, ઝાંસી, વાયઝેક અને દિલ્હીના યૂનિટમાં વિવિધ હોસ્પિટલો અને ડિસ્પેંસરી માટે છે. ઉમેદવારો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 7 સપ્ટેમ્બર છે. તેઓ આજનાં આખો દિવસમાં અરજી કરી શકે છે
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર ભેલની સત્તાવાર વેબસાઈટ careers.bhel.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આ ઉપરાંત ઉમેદવાર સીધી લિંક https://www.bhel.com/પર ક્લિક કરીને આ પદો (BHEl Recruitment 2021) માટે અરજી કરી શકો છો. આ સાથે જ નીચે જણાવેલી લિંક પર ક્લિક કરીને આપ ઓફિશિયલ નોટિફિકેશન પણ જોઇ શકો છો.
અરજી કરવાની છેલ્લી તારીખ- અરજી કરવાની છેલ્લી તારીખ 7 સપ્ટેમ્બર છે. અરજી કરવા માટેની યોગ્યતા આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક યોગ્યતા ગ્રેજ્યુએશન પાસ અને એમબીબીએસ ડિગ્રી રાખવામાં આવી છે, જેની સાથે જ એક વર્ષનો અનુભવ પણ હોવો જરૂરી છે.
ગુજરાત હાઇકોર્ટમાં પડી જગ્યા ગુજરાત હાઈકોર્ટમાં સિસ્ટમ ઓફિસર અને સિસ્ટમ આસિસ્ટની ભરતી ઉંમર સીમા અરજી કરનાર ઉમેદવારોની ઉંમર સીમા 37 વર્ષ રાખવામાં આવી છે. યોગ્ય અને ઈચ્છુક ઉમેદવાર ભેલની સત્તાવાર વેબસાઈટ પર જઈ અરજી કરી શકે છે અને આ ભરતી વિશે વધુ જાણકારી પ્રાપ્ત કરી શકે છે. ઉમેદવારોએ અરજી ફી અને જીએસટીના રૂપમાં 354 રૂપિયાની ચૂકવણી કરવી પડશે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર