Home /News /career /career Tips: જાણો કેમ ભણવા માટે યુરોપ બેસ્ટ છે, આ રહી યુરોપની ટોપ 10 યુનિવર્સીટીઓ

career Tips: જાણો કેમ ભણવા માટે યુરોપ બેસ્ટ છે, આ રહી યુરોપની ટોપ 10 યુનિવર્સીટીઓ

પ્રતિકાત્મક તસવીર

જો તમે પણ યુરોપના દેશોમાં અભ્યાસ કરવાનું વિચારી રહ્યા છો તો ચાલો જાણીએ કે ટાઈમ્સ હાયર એજ્યુકેશન અનુસાર યુરોપમાં કઈ યુનિવર્સિટીઓ ટોપ પર છે

career Tips: ભારત સહિત વિશ્વભરના વિદ્યાર્થીઓ તેમના હાયર એજ્યુકેશન માટે મોટાભાગે યુરોપના દેશો પસંદ કરે છે. (Study at Abroad) યુરોપિયન દેશોની શૈક્ષણિક સંસ્થાઓ તેમના બેસ્ટ ક્વોલિટી એજ્યુકેશન અને હાઇટેક રિસર્ચને કારણે વિશ્વભરના વિદ્યાર્થીઓને આકર્ષે છે. આ સિવાય યુરોપિયન યુનિવર્સિટીઓમાં સારી સ્કોલરશીપ પણ મળે છે. (Europe Education)યુરોપના ઘણા દેશોમાં નવી ભાષા શીખવાનો ખર્ચ લગભગ નહિવત છે.

જો કોઈ રિસર્ચ કે પીએચડી કરે છે તો વિઝા એક્સટેન્શન પણ એકદમ સરળતાથી થઈ જાય છે. ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર યુરોપની યુનિવર્સિટીઓમાં લગભગ 1 લાખ 60 હજાર વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યું છે. (Best Country for study abroad) જો તમે પણ યુરોપના દેશોમાં અભ્યાસ કરવાનું વિચારી રહ્યા છો તો ચાલો જાણીએ કે ટાઈમ્સ હાયર એજ્યુકેશન અનુસાર યુરોપમાં કઈ કઈ યુનિવર્સિટીઓ ટોપ પર છે.

આ છે યુરોપની ટોપ યુનિવર્સિટીઓ


1. ઓક્સફર્ડ યુનિવર્સિટી
2. કેમ્બ્રિજ યુનિવર્સિટી
3. ઈમ્પીરીયલ કોલેજ લંડન
4. ETH ઝુરિચ
5. યુનિવર્સિટી કોલેજ લંડન
6. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ
7. એડિનબર્ગ યુનિવર્સિટી
8. લુડવિગ-મેક્સિમિલિયન્સ-યુનિવર્સિટી મુનમુન
9. કિંગ્સ કોલેજ લંડન
10. મ્યુનિક્ ટેકનિકલ યુનિવર્સિટી

યુરોપની ટોપ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા માટે કઈ લાયકાતની જરૂર છે?


યુરોપની ટોચની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા માટે GMAT, MCAT, SAT અને GRE જેવી જનરલ એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરવી જરૂરી છે. PTE, TOEFL અને IELTS જેવી લેંગ્વેજ ક્વોલિફાઇંગ ટેસ્ટની સાથે. યુરોપની યુનિવર્સિટીઓમાં અંડરગ્રેજ્યુએટ કોર્સમાં ધોરણ 12નું રિઝલ્ટ મહત્વની ભૂમિકા ભજવે છે.

આ પણ વાંચો: Study at Abroad After 12th: વિદેશમાં અભ્યાસ કરવાનું વિચારી રહ્યા છો તો વાતોનું ખાસ ધ્યાન રાખજો

સૌથી સસ્તું છે પોલેન્ડ


ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે યુરોપને પસંદ કરે છે કારણ કે ત્યાંની યુનિવર્સિટીઓની ટ્યુશન ફી અન્ય ડેવલપ દેશોની સરખામણીએ ઓછી છે. તેમજ ત્યાં રહેવાની કિંમત પણ ઘણી ઓછી છે. મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ જર્મની પસંદ કરે છે કારણ કે અહીં ટ્યુશન ફી નજીવી છે અથવા નહીવત છે. જર્મની અને ફ્રાન્સ ભારતીય વિદ્યાર્થીઓ માટે પોસાય છે.

પોલેન્ડ યુરોપિયન દેશોમાં સૌથી વધુ સસ્તું છે. ત્યાં રહેવાની કિંમત અને ટ્યુશન ફી ઓછી છે. યુરોપની યુનિવર્સિટી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, આર્ટસ એન્ડ હ્યુમેનિટીઝ, ફોરેન લેંગ્વેજ, ડેટા સાયન્સ, ઇન્ટરનેશનલ રિલેશન્સ, ફાઇનાન્સ, એન્જિનિયરિંગ અને MBBS જેવી ફિલ્ડમાં ક્વોલિટી એજ્યુકેશન આપે છે.
First published:

Tags: Abroad Education, Career Guidance, Career tips