Home /News /career /Distance Education: ઘરે બેઠા જ ભણી શકો છો તમે, ડિસ્ટન્સ એજ્યુકેશન માટેની યુનિવર્સિટીઓ

Distance Education: ઘરે બેઠા જ ભણી શકો છો તમે, ડિસ્ટન્સ એજ્યુકેશન માટેની યુનિવર્સિટીઓ

તમે તમારી અનુકૂળતા મુજબ ગમે ત્યાં અભ્યાસ કરી શકો છો અને અભ્યાસનો સમય તમે જાતે પસંદ કરી શકો છો.

Education News: ક્યારેક એવા ઘણા કારણો હોય છે જેના કારણે ઘણા લોકો યુનિવર્સિટીમાં જઈને શિક્ષણ મેળવી શકતા નથી. આવી સ્થિતિમાં, ડિસ્ટન્સ એજ્યુકેશન એક એવો વિકલ્પ છે જે તમને નવી તકો આપે છે

    Education News: ડિસ્ટન્સ એજ્યુકેશન(Distance Learning) એટલે શિક્ષણની એવી પદ્ધતિ જેમાં તમારે ક્યાંય જવું પડતું નથી. તમે તમારી અનુકૂળતા મુજબ ગમે ત્યાં અભ્યાસ કરી શકો છો અને અભ્યાસનો સમય તમે જાતે પસંદ કરી શકો છો. છેલ્લા દાયકાથી ડિસ્ટન્સ એજ્યુકેશનનો(Distance Education) ક્રેઝ વધ્યો છે. આ વ્યવસ્થાને કારણે લોકોના સમય અને નાણાંની બચત થાય છે.

    ઘણી વખત એવું બને છે કે વિદ્યાર્થી પોતાની પસંદગીના વિષય પ્રમાણે યુનિવર્સિટી મેળવી શકતા નથી. આવી સ્થિતિમાં ડિસ્ટન્સ એજ્યુકેશન(Distance Learning) કામમાં આવે છે. ડિસ્ટન્સ એજ્યુકેશન એવા લોકો માટે પણ ઉપયોગી છે જેઓ નોકરીની સાથે આગળ ભણવા માગે છે. ભારતમાં ઘણી કોલેજો અથવા યુનિવર્સિટીઓ છે જ્યાંથી તમે ડિસ્ટન્સ એજ્યુકેશન(Distance Education) મેળવી શકો છો.

    આ પણ વાંચો - NEET આપ્યા વગર આ કોર્સ કરી મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવી શકાય છે

    યુનિવર્સિટીમાં ડિસ્ટન્સ એજ્યુકેશન કેવી રીતે થાય છે?


    ડિસ્ટન્સ એજ્યુકેશનમાં, યુનિવર્સિટી એક સિસ્ટમ બનાવે છે. એક એવી સિસ્ટમ જેમાં વિષયો શીખવવાની પદ્ધતિ, પરીક્ષાઓ અને પરિણામ જેવી બાબતો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ  સમાન જ હોય છે.

    એટલે કે વર્ગમાં જે નિયમિત વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, તેવીજ રીતે તમે તમારા ઘરે તમારા મોબાઈલ કે લેપટોપમાં અભ્યાસ કરો છો. ડિસ્ટન્સ એજ્યુકેશનને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા માન્યતા આપવામાં આવી છે. ડિસ્ટન્સ એજ્યુકેશનમાં તમે ચોક્કસપણે ઘરેથી અભ્યાસ કરી શકો છો. પરંતુ, પરીક્ષા આપવા માટે તમારે નિયુક્ત પરીક્ષા કેન્દ્ર પર જ હાજર રહેવું પડશે.

    અહીંથી ડિસ્ટન્સ એજ્યુકેશન કરો



    • ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU)

    • ચંદીગઢ યુનિવર્સિટી ડિસ્ટન્સ એજ્યુકેશન

    • નાલંદા ઓપન યુનિવર્સિટી

    • સિમ્બાયોસિસ યુનિવર્સિટી

    • સિક્કિમ મણિપાલ યુનિવર્સિટી

    • અન્નામલાઈ યુનિવર્સિટી

    • નેતાજી સુભાષ ઓપન યુનિવર્સિટી

    • મદ્રાસ યુનિવર્સિટી

    • મહર્ષિ દયાનંદ યુનિવર્સિટી


    આ પણ વાંચો - વાઈલ્ડ લાઈફમાં કરિયર હશે રોમાંચક, જોબ માટે કરો આ કોર્સ

    આ કોર્સ સમયે શું ધ્યાન રાખવું


    ડિસ્ટન્સ એજ્યુકેશનમાં ઘણી આશંકા છે કે તમારું ધ્યાન અભ્યાસમાંથી ભટકાઈ શકે છે. ઘણા વિદ્યાર્થીઓની સમસ્યા એ છે કે તેઓ ટેક્નોલોજી સાથે અપડેટ થતા નથી. તો ટેકનોલોજી પણ ઘણા વિદ્યાર્થીઓ અને અભ્યાસ વચ્ચે અડચણરૂપ બને છે. ઘણી રોજગારી આપતી સંસ્થાઓ ડિસ્ટન્સ એજ્યુકેશનની ડિગ્રીમાં સંદર્ભે શંકા વ્યક્ત કરે છે.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Career Guidance, Career Guidelines, Career tips, Education News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन