Home /News /career /

Career in commerce: 12 કોમર્સ બાદ વિદ્યાર્થીઓ માટેના બેસ્ટ કરિયર કોર્સ વિશે

Career in commerce: 12 કોમર્સ બાદ વિદ્યાર્થીઓ માટેના બેસ્ટ કરિયર કોર્સ વિશે

પ્રતિકાત્મક તસવીર

આ કોર્સની હાલ ખુબ વધારે માંગ છે, કોમર્સ ફિલ્ડ સાથે જોડાયેલો આ કોર્સ ખુબ જૂનો અને જરૂરી છે, કોમર્સ વિભાગમાંથી ધોરણ 12 પાસ કર્યા બાદ આગળ ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશનના અલગ અલગ વિષયોમાં અભ્યાસ કરી પોતાની ઉજ્જવલ કારકિર્દી બનાવી શકો છો

વધુ જુઓ ...
    Career after 12 commerce: કોમર્સ વિભાગમાંથી ધોરણ 12પાસ કર્યા બાદ આગળ ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશનના અલગ અલગ વિષયોમાં અભ્યાસ કરી પોતાની ઉજ્જવલ કારકિર્દી બનાવી શકો છો. (Commerce course) હાલ કોમર્સ વિભાગમાં ઘણા બધા સારા વિકલપો રહેલા છે.  કોમર્સ ફિલ્ડમાં ઘણા બધા વિષયો છે, જેનો અભ્યાસ કર્યા બાદ વ્યક્તિ સારા પૈસા અને નામ કમાઈ શકે છે, આ કોર્સની વિદેશોમાં પણ ભારે માંગ રહેલી છે, જેથી વિદેશમાં સેટલ થવાની તક પણ મળી શકે છે. (Best commerce course after 12)

    કંપની સેક્રેટરી, CS


    કોમર્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ 12 પાસ કર્યા પછી કંપની સેક્રેટરીનો અભ્યાસ કરી શકે છે. જો વિદ્યાર્થીના 12 માં ધોરણમાં 50% થી વધારે માર્ક્સ આવ્યા હોય તો, CS કોર્સ કરી શકે છે, આ કોર્સ કર્યા બાદ ઉમેદવાર મોટી મલ્ટી નેશનલ ફર્મમાં જોડાઈ શકે છે, આ એક હાઈ પ્રોફાઈલ જોબ છે, જ્યાં ઉંચા હોદ્દા સાથે સારો પગાર મળી રહે છે, આ કોર્સ બાદ ફક્ત નોકરી જ નહી, બિઝનેસ પણ કરી શકાય છે.

    બી,કૉમ ઈન એકાઉન્ટિંગ એન્ડ કૉમર્સ


    કોમર્સ વિદ્યાર્થી 12 પાસ બાદ એકાઉન્ટીંગનો અભ્યાસ કરી શકે છે, આ કોર્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કરી શકાય છે. દેશના ઘણા ટોપ ઇન્સ્ટિટ્યૂટ્સમાં આ વિષયનો અભ્યાસ સામેલ કરવામાં આવ્યો છે, કોર્સનો સમય ગાળો 3 વર્ષનો છે, અને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે વધુ 2 વર્ષ અભ્યાસ કરવો પડે છે, આ ફિલ્ડમાં પ્રોમશનની શક્યતા ખુબ જ વધારે રહેલી છે.

    આ પણ વાંચો: Disaster Management: શું તમે 12 પાસ છો? કરો ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રમાં અપ્લાય અને બનાવો ઉજ્જવળ કારકિર્દી


    BBA LLB


    જે વિદ્યાર્થીઓ 12 ધોરણમાં કોમર્સ વિષય છે તેઓ, બીબીએ એલએલબી(BBA LLB) એટલે, બૅચલર્સ ઈન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને બૅચલર્સ ઓફ લેજીસ્લેટીવ લૉ ઑનર્સમાં એડમિશન લઇ શકે છે, આ વિષયમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીના ધોરણ 12માં 50%થી વધુ માર્ક્સ હોવા જરૂરી છે, પ્રવેશ મેળવવા રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષા CLATનું આયોજન કરવામાં આવે છે, આ પરીક્ષા ઉત્તિર્ણ કર્યા બાદ જ દેશની સારી સંસ્થામાં મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવે છે.

    BBA BMS


    કોમર્સ સ્ટ્રીમમાં બૅચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને બેચલર ઓફ મૅનેજમેન્ટ સ્ટડીઝ બંને મહત્વના કોર્સ છે. જે વિદ્યાર્થીઓએ 12માં 50%થી વધુ ગુણ મેળવ્યા હોય, તેઓ આ સ્ટ્રીમમાં એડમિશન મેળવી શકે છે. તેમજ અન્ય કોર્સના વિદ્યાર્થીઓ પણ આ વિષયમાં સ્નાતક કરી શકે છે, પણ કોમર્સના વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આવામાં આવશે. આ કોર્સ બાદ સારો પગાર ધરાવતી નોકરીઓ મળી શકે છે, આ કોર્સમાં ડિપ્લોમા કરીને પોતાના કરિયરને નવી દિશા આપી શકો છો.

    ડિપ્લોમા ઈન મૅનેજમેન્ટ કોર્સ


    આ એક વર્ષિય ડિપ્લોમા કોર્સ છે, 12 પાસ વિદ્યાર્થીઓ આ કોર્સમાં એડમિશન લઇ શકે છે, આ કોર્સ કર્યા બાદ તમે કોઈ સારી બિઝનેશ ફર્મમાં જોડાઈ શકો છો. જેમાં પગાર દર સારો હશે અને અભ્યાસનો ખર્ચ ગ્રેજ્યુએશન કરતા ઓછો રહેશે.

    ડિપ્લોમા ઈન ટેલી RP


    કોમર્સ ફિલ્ડ સાથે જોડાયેલો આ કોર્સ ખુબ જૂનો અને જરૂરી છે. એકાઉન્ટન્ટ અથવા ફાઇનાન્સ સાથે જોડાયેલા તમામ વિભાગમાં ટેલી શીખેલા વ્યક્તિઓની હમેશા માંગ રહેલી છે.

    ડિપ્લોમા ઈન ઇ- કોમર્સ


    આ કોર્સ કોમર્સના વિદ્યાર્થીઓ માટે નવી ફિલ્ડ છે, આ કોર્સમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન-ઓફલાઈન સેલિંગની વિશેષતા વિશે શીખવાડવામાં આવે છે.

    આ પણ વાંચોઃ-RVNL Recruitment 2022 : RVNL જૂનાગઢમાં જનરલ મેનેજરની ભરતી, રૂ.2.80 લાખ સુધીનો પગાર


    ડિપ્લોમા ઈન બેન્કિંગ


    બેન્કિંગ સેક્ટરનો ઘણો જૂનો કોર્સ છે, કોમર્સ સ્ટુડન્ટ્સ દેશની ઘણી પ્રતિષ્ઠિત સંસ્થામાંથી આ કોર્સ કરી શકે છે, જેમાં વિદ્યાર્થીઓને બેન્કિંગના ફાઇનસ સંબંધિત વિષયો, ડેબિટ-ક્રેડિટ, વિદેશ મુદ્રા વગેરે વિશે ભણાવાય છે.

    ડિપ્લોમા ઈન રિટેલ મેનેજમેન્ટ


    આ કોર્સની માંગ હાલ ખુબ વધારે છે, જેમાં વિદ્યાર્થીઓને ડિપાર્ટમેન્ટલ સ્ટોર, મોલ, એજેંસી ફ્રેન્ચાઇઝી વગેરે જણાવવામાં આવે છે. 12 બાદ કોઈ પણ વિદ્યાર્થી આ કોર્સ કરી શકે છે.
    Published by:Krunal Rathod
    First published:

    Tags: Career News, Education News in Gujarati, Jobs and Career

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन