Home /News /career /

BEML Recruitment: ભારત અર્થ મુવર્સમાં ભરતી, 1,40,000 લાખ સુધી મળશે પગાર, અરજી કરવાની અંતિમ તક

BEML Recruitment: ભારત અર્થ મુવર્સમાં ભરતી, 1,40,000 લાખ સુધી મળશે પગાર, અરજી કરવાની અંતિમ તક

BEML Recruitment : બીઈએમએલમાં મલ્ટીટાસ્કીંગ મેનેજમેન્ટ ટ્રેઈનીની ભરતી, અરજી કરવાની અંતિમ તક

BEML Recruitment 2022 : ભારત અર્થ મૂવર્સ લિ (BEML) દ્વારા મેનેજમેન્ટ ટ્રેઈનીની ભરતી બહાર પાડવામાં આવી હતી, આ નોકરી માટે અરજી કરવાની અંતિમ તક છે

    BEML Recruitment 2022: ભારત અર્થ મુવર્સ લિમીટેડ દ્વારા મેનેજમેન્ટ ટ્રેઇનીની (BEML MT Vacancy) ભરતી બહાર પાડવામાં આવી છે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા અથવા તો નોકરી શોધી રહેલા ઉણેદવારો માટે નોકરીની તક આવી છે. આ નોકરી માટેનું નોટિફિકેશન (BEML Recruitment 2022 Notification) સંસ્થાની વેબસાઇટ મૂકવામાં આવ્યું છે. નોકરી માટે ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 30-3-2022. બુધવારે આ નોકરી માટે અરજી કરવાની અંતિમ તારીખ છે. અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા કરો અરજી

    BEML Recruitment 2022:  ખાલી જગ્યા

    BEMLની આ મેનેજમેન્ટ ટ્રેઈનીની જગ્યા મેન્યુફેક્ચરીંગ યુનિટ અને માર્કેટિંગ રિજનલ અને હેડઓફિસ માટે છે. આ નોકરી માટે એન્જિનિયરીંગ કરેલા ઉમેદવારોની આવશ્યકતા છે. જોકે, ખાલી જગ્યા કેટલી છે તેના વિશે ખાસ ઉલ્લેખ નથી.

    આ પણ વાંચો : TCS Recruitment 2022 : TCS દ્વારા વધુ એક ભરતીની જાહેરાત, અહીંયા આપવામાં આવેલી લિંકથી કરો અરજી

    BEML Recruitment 2022:  શૈક્ષણિક લાયકાત

    આ નોકરી માટે આદર્શ ઉમેદવારએ છે જેમની પાસે બીઈ અથવા તો બીટેકની ડિગ્રી છે. મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઈઈઈ સાથે 70 ટકા એગ્રીગેટ માર્ક્સ સાથે થયેલા ઉમેદવારો આ નોકરી માટે લાયકાત ધરાવે છે. નોકરી માટે ઉંમર મર્યાદા 25 વર્ષ છે જ્યારે અનામતની છૂટછાટ સાથે 30 વર્ષ અને 28 વર્ષની છે.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યાઉલ્લેખ નથી
    શૈક્ષણિક લાયકાબીઈ અથવા તો બીટેકની ડિગ્રી મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઈઈઈ
    પસંદગી પ્રક્રિયાપરીક્ષા અને ઈન્ટરવ્યૂ દ્વારા
    અરજી ફીરૂપિયા 500
    અરજી કરવાની અંતિમ તારીખ30-3-2022
    ભરતીની જાહેરા જોવા માટે       અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટે  અહીંયા ક્લિક કરો



    BEML Recruitment 2022:  ટ્રેઈનિંગ પીરિયડ

    પસંદ થયેલા ઉમેદવારો માટે એક વર્ષ સુધી ટ્રેઈનિંગ પીરિયડ રહેશે. સફળતાપૂર્વક આ ટ્રેઇનિંગ સમાપ્ત કરનારા ઉમેદવારોને ઓફિસર ગ્રેડ-2 તરીકે પસંદ કરવામાં આવશે. આ નોકરી માટે ટ્રેઈનિં બાદ

    BEML Recruitment 2022:  પગાર

    આ નોકરીમાં ઉમેદવારોને 40,000-1,40, 0000 સુધીનો પગાર મળવા પાત્ર છે. આ પગારમાં ડીએ અને એચઆર એલાઉન્સ વગેરે શામેલ હતી. જે કંપનીના નિયમો મુજબ આપવામાં આવશે. જોકે, પસંદ થનારા ઉમેદવારો પાસેથી 4 વર્ષનો રૂપિયા 2 લાખનો બોન્ડ સાઇન કરાવવામાં આવશે.

    આ પણ વાંચો : AICTE Internship 2022 : AICTE દ્વારા CISCO સાથે 20,000 વિદ્યાર્થીઓને ઈન્ટર્નશીપની તક, અહીંથી કરો અરજી

    BEML Recruitment 2022:  અરજી ફી

    આ નોકરી માટે જનહરલ ઓબીસી અને ઈડબલ્યુએસ ઉમેદવારો પાસેથી રૂપિયા 500 અરજી ફી લેવામાં આવશે જ્યારે કે અન્ય કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી નિશુલ્ક છે. ઉમેદવારોએ ઓનલાઇન અરજી સાથે ફી ભરવાની રહેશે.

    BEML Recruitment 2022:  પસંદગી પ્રક્રિયા

    ઓ નોકરી માટે ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યૂ અને લેખિત પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોની યાદી રજૂ કરવામાં આવશે જેના દ્વારા કંપની આગામી માહરિતી આપશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર