Home /News /career /

BEL Recruitment 2022 : બેલમાં રૂપિયા 55,000 સુધીના પગારની નોકરી, અરજી કરવાની અંતિમ તક

BEL Recruitment 2022 : બેલમાં રૂપિયા 55,000 સુધીના પગારની નોકરી, અરજી કરવાની અંતિમ તક

BEL Recruitment 2022 : બેલમાં 63 જગ્યાની ભરતી અહીંથી નોટિફીકેશન અને અરજી કરવાની લિંક

BEL Recruitment 2022 : ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમીટેડ (BEL) દ્વારા 63 જગ્યા માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી, આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તક છે, ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.

    BEL Recruitment 2022 : ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડે (Bharat Electronics Ltd) તાજેતરમાં કુલ 63 જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવતી નોટિફીકેશન બહાર પાડી છે. આ નોટિફીકેશન અનુસાર 63 ટ્રેઇની એન્જિનિયર, પ્રોજેક્ટ એન્જિનિયરની જગ્યાઓ ઉપલબ્ધ (BEL Recruitment 2022) છે. આપને જણાવી દઇએ કે આ ભરતી પ્રક્રિયા ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના ગાઝિયાબાદ યુનિટ (Ghaziabad Unit)માં કરવામાં આવી રહી છે. ઉમેદવારોની પસંદગી કોન્ટ્રાક્ટના આધારે કરવામાં આવશે. જેમાં ટ્રેની એન્જીનીયરને 3 વર્ષ માટે અને પ્રોજેક્ટ એન્જીનીયરને 4 વર્ષના સમયગાળા માટે કોન્ટ્રાક્ટ કરવાનો રહેશે.

    આ નોકરી માટે બુધવારે 6-4-2022ના રોજ અરજી કરવાની અંતિમ તારીખ છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા નીચે ટેબલમાં આપેલી જાહેરાતની લિંક વાંચી અને ખાતરી કરી લેવી અને લાયકાત ચકાસી અને અરજી કરવી હિતાવહ છે.



    BEL Recruitment 2022 :  નોકરી માટે અરજી કરવા શૈક્ષણિક લાયકાત

    BEL ભરતી માટે જાહેર કરાયેલ નોટિફીકેશન અનુસાર, 63 નવી ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જેમાંથી 26 પોસ્ટ ટ્રેની ઇજનેર માટે છે અને 37 પોસ્ટ પ્રોજેક્ટ એન્જિનિયરો માટે છે. જનરલ, EWS અથવા OBC ઉમેદવારો માટે 55% અને તેથી વધુ અને SC, ST અથવા PwBD ઉમેદવારો માટે 55%થી ઓછા ગુણ સાથે માન્ય યુનિવર્સિટી, સંસ્થા અથવા કૉલેજમાંથી એન્જિનિયરિંગમાં ચાર વર્ષનો BE, BTech ની બીટેકનો અભ્યાસ પૂર્ણ કરનાર અને નીચેની લાયકાત ધરાવનાર ઉમેદવારો અરજી કરી શકે છે

    આ પણ વાંચો : PGVCL Recruitment : PGVCLમાં 87 જગ્યાની ભરતી, 37,000 સુધી મળશે પગાર, અરજી કરવાની અંતિમ તક

    વધુમાં, ટ્રેની ઇજનેરો માટે ઓછામાં ઓછા એક વર્ષનો અને પ્રોજેક્ટ ઇજનેરો માટે ઓછામાં ઓછા બે વર્ષનો ફુલ ટાઇમ સંબંધિત ઔદ્યોગિક કાર્યનો અનુભવ હોવો જરૂરી છે.

    BEL Recruitment 2022 :  નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા63
    શૈક્ષણિક લાયકાતમાન્ય યુનિવર્સિટી, સંસ્થા અથવા કૉલેજમાંથી એન્જિનિયરિંગમાં ચાર વર્ષનો BE, BTech ની બીટેકનો અભ્યાસ
    પસંદગી પ્રક્રિયાશૈક્ષણિક લાયકાતના આધારે મેરિટ બાદ ઈન્ટરવ્યૂથી પસંદ કરવામાં આવશે.
    અરજી ફી

    ટ્રેની એન્જીનીયર – 200 રૂપિયા

    પ્રોજેક્ટ એન્જીનીયર – 500 રૂપિયા
    અરજી કરવાની અંતિમ તારીખ6-4-2022
    ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    BEL Recruitment 2022 :  કઇ રીતે કરશો અરજી?

    રસ ધરાવતા અને તમામ પાત્રતા ધરાવતા ઉમેદવારોએ BEL, ટ્રેઇની એન્જિનિયર, પ્રોજેક્ટ એન્જિનિયર ભરતી 2022 માટે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (bel-india.in) ની અધિકૃત વેબસાઇટ પરથી 6 એપ્રિલ, 2022 પહેલા અરજી સબમિટ કરવાની રહેશે.

    આ પણ વાંચો :  Ministry of Labor and Employment Recruitment: 112 યંગ પ્રોફેશનલ્સની ખાલી જગ્યાઓ પર ભરતી, મળશે રૂ. 50,000 સુધીનો પગાર

    -અધિકૃત સાઇટ @ bel-india.in ની મુલાકાત લો

    - ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડનું મુખ્ય પેજ ખુલશે.

    -કરિયર – ભરતી – નોટિફીકેશન્સ પર જાઓ.

    -BELની ઉપર્યુક્ત ભરતી માટેની નોટિફીકેશ પર ક્લિક કરો.

    -હવે તમામ વિગતો અને દસ્તાવેજો અપલોડ કરીને ઇચ્છુક પદો માટે અરજી ફોર્મ ભરીને સબમિટ કરો.

    BEL Recruitment 2022 :  અરજી ફી

    ટ્રેની એન્જીનીયર – 200 રૂપિયા

    પ્રોજેક્ટ એન્જીનીયર – 500 રૂપિયા

    અનુસૂચિત જાતિય/ અનુસૂચિત જનજાતિ/ PWdના ઉમેદવારો માટે કોઇ અરજી ફી રાખવામાં આવી નથી.

    BEL Recruitment 2022 :  વયમર્યાદા

    ટ્રેની એન્જીનીયર – 28 વર્ષ

    પ્રોજેક્ટ એન્જીનીયર – 32 વર્ષ

    આ પણ વાંચો : UPSC IES ISS Recruitment : યુપીએસસીની ઈન્ડિયન ઈકોનોમિક સર્વિસ અને ઈન્ડિયન સ્ટેટીસ્ટીકલ સર્વિસ એક્ઝામ, અહીંથી કરો અરજી

    BEL Recruitment 2022 :  કેટલો મળશે પગાર?

    ટ્રેઈની એન્જીનીયર્સને પ્રથમ વર્ષે પ્રતિ માસ રૂ.30,000 પગાર મળશે, જે ત્રીજા વર્ષ સુધીમાં રૂ.40,000 કરવામાં આવશે. જ્યારે પ્રોજેક્ટ એન્જીનીયરને પ્રથમ વર્ષે રૂ.40,000 પ્રતિ માસ પગાર આપવામાં આવશે, જે ચોથા વર્ષ સુધીમાં રૂ.55,000 કરવામાં આવશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन