BEL Recruitment 2022: BELમાં 91 જગ્યાની ભરતી, 90,000 સુધી મળશે પગાર, અરજી કરવાની અંતિમ તક
BEL Recruitment 2022: BELમાં 91 જગ્યાની ભરતી, 90,000 સુધી મળશે પગાર, અરજી કરવાની અંતિમ તક
BEL Recruitment 2022 : બેલમાં 91 જગ્યાની ભરતી અહીંથી નોટિફીકેશન અને અરજી કરવાની લિંક
BEL Recruitment 2022 : ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડના (BEL) દ્વારા 91 નવી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી, આ નોકરી માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 20-4-2022 છે.
BEL Recruitment 2022: BEL દ્વારા 91 નવી નોન-એક્ઝીક્યુટિવ ખાલી જગ્યાઓ માટે ભરતી (BEL Recruitment 2022)ની જાહેરાત કરવામાં આવી છે જેમાં પસંદ કરેલ ઉમેદવારોને કાયમી ધોરણે રાખવામાં આવશે. BEL ભરતી અંતર્ગત કાયમી ધોરણે ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડના બેંગલુરુ કોમ્પ્લેક્સમાં ઉપલબ્ધ 91 નવી નોન-એક્ઝિક્યુટીવ ખાલી જગ્યાઓ (Jobs for Non-Executive Posts) માટે હાથ ધરવામાં આવી રહી છે. ઉપલબ્ધ જગ્યાઓમાં એન્જિનિયરિંગ સહાયક તાલીમાર્થી અને ટેકનિશિયન સીનો સમાવેશ થાય છે. ઇજનેરી સહાયક તાલીમાર્થીઓ (EAT) છ મહિનાના પ્રારંભિક સમયગાળા માટે તાલીમ લેવાની રહેશે. આ નોકરી માટે ઓનલાઇન એપ્લિકેશન ((BEL Recruitment 2022 Online Application) કરવાની અંતિમ તારીખ 20-4-2022 છે. રસ ધરાવતા ઉમેજવારો અહીંયા આપવામાં આવેલી લિંક પરથી અરજી કરી શકે છે.
જે દરમિયાન તેમને રૂ. 10,000નું સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે. જો કે, સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કર્યા પછી અને ગ્રેડેશન ટેસ્ટ પાસ કર્યા પછી તેમને દર મહિને રૂ. 90,000 સુધીના નિયમિત પગાર ધોરણમાં મૂકવામાં આવશે. ટેકનિશિયન સીની ખાલી જગ્યાઓ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને રૂ. 82,000 સુધી ચૂકવવામાં આવશે.
BEL Recruitment 2022: અરજી કરવા માટે લાયકાત
BEL દ્વારા જાહેર કરવામાં આવે ભરતી નોટિફીકેશ અનુસાર કુલ 91 નવી જગ્યાઓ છે. જેમાંથી 66 એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ ટ્રેની માટે છે અને 25 ટેકનિશિયન સી માટે છે. એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ ટ્રેનીની ખાલી જગ્યાઓના ઉમેદવારો માટે માન્ય સંસ્થામાંથી એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા કરેલું હોવું જરૂરી છે.
BEL Recruitment 2022: આ જગ્યાઓ પર કરવામાં આવશે ભરતી
જ્યાં સુધી 25 ટેકનિશિયન સીની ખાલી જગ્યાઓની વાત છે, નીચેની સ્ટ્રીમમાંથી એક, SSLC અને ITI સાથે એક વર્ષની એપ્રેન્ટિસશિપ અથવા SSLC અને 3 વર્ષનો નેશનલ એપ્રેન્ટિસશિપ સર્ટિફિકેટ કોર્સ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે:
રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ 20 એપ્રિલ 2022 પહેલાં સત્તાવાર BEL વેબસાઇટ પર ઑનલાઇન અરજીઓ સબમિટ કરવાની રહેશે. રૂ. 250 ની નોન-રિફંડેબલ ઓનલાઇન અરજી ફી પણ ચૂકવવી પડશે.
નોટિફીકેશનમાં જણાવ્યા અનુસાર, અધૂરી અને કોઈપણ નિર્ધારિત ફી વગરની ઓનલાઈન અરજીઓ કોઈપણ કારણ આપ્યા વિના નામંજૂર કરવામાં આવશે અને આ અંગે કોઈ પત્રવ્યવહાર કરવામાં આવશે નહીં. અરજી કરવા ઇચ્છુક અને લાયક ઉમેદવારો સત્તાવાર નોટિફીકેશન તપાસીને આ અંગે વધુ જાણકારી મેળવી શકે છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર