Home /News /career /

BEL Recruitment 2022: બેલમાં વધુ 91 જગ્યાની ભરતી, 90,000 સુધી મળશે પગાર અહીંથી કરો અરજી

BEL Recruitment 2022: બેલમાં વધુ 91 જગ્યાની ભરતી, 90,000 સુધી મળશે પગાર અહીંથી કરો અરજી

BEL Recruitment 2022 : બેલમાં 91 જગ્યાની ભરતી અહીંથી નોટિફીકેશન અને અરજી કરવાની લિંક

BEL Recruitment 2022 : ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમીટેડ (BEL) દ્વારા 91 નોન એક્ઝિક્યૂટીવ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે, ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.

    BEL Recruitment 2022:  BEL દ્વારા 91 નવી નોન-એક્ઝીક્યુટિવ ખાલી જગ્યાઓ માટે ભરતી (BEL Recruitment 2022)ની જાહેરાત કરવામાં આવી છે જેમાં પસંદ કરેલ ઉમેદવારોને કાયમી ધોરણે રાખવામાં આવશે. BEL ભરતી અંતર્ગત કાયમી ધોરણે ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડના બેંગલુરુ કોમ્પ્લેક્સમાં ઉપલબ્ધ 91 નવી નોન-એક્ઝિક્યુટીવ ખાલી જગ્યાઓ (Jobs for Non-Executive Posts) માટે હાથ ધરવામાં આવી રહી છે. ઉપલબ્ધ જગ્યાઓમાં એન્જિનિયરિંગ સહાયક તાલીમાર્થી અને ટેકનિશિયન સીનો સમાવેશ થાય છે. ઇજનેરી સહાયક તાલીમાર્થીઓ (EAT) છ મહિનાના પ્રારંભિક સમયગાળા માટે તાલીમ લેવાની રહેશે.

    જે દરમિયાન તેમને રૂ. 10,000નું સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે. જો કે, સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કર્યા પછી અને ગ્રેડેશન ટેસ્ટ પાસ કર્યા પછી તેમને દર મહિને રૂ. 90,000 સુધીના નિયમિત પગાર ધોરણમાં મૂકવામાં આવશે. ટેકનિશિયન સીની ખાલી જગ્યાઓ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને રૂ. 82,000 સુધી ચૂકવવામાં આવશે.

    BEL Recruitment 2022:  અરજી કરવા માટે લાયકાત

    BEL દ્વારા જાહેર કરવામાં આવે ભરતી નોટિફીકેશ અનુસાર કુલ 91 નવી જગ્યાઓ છે. જેમાંથી 66 એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ ટ્રેની માટે છે અને 25 ટેકનિશિયન સી માટે છે. એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ ટ્રેનીની ખાલી જગ્યાઓના ઉમેદવારો માટે માન્ય સંસ્થામાંથી એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા કરેલું હોવું જરૂરી છે.

    આ પણ વાંચો : RTE Admission: RTE હેઠળ એડમિશન લેવા માંગતા વાલીઓ માટે ખાસ સૂચના, આવકના દાખલા અંગે ભૂલથી પણ ન કરતા આ કામ

    BEL Recruitment 2022:  આ જગ્યાઓ પર કરવામાં આવશે ભરતી

    ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જીનિયરીંગ – 17 પોસ્ટ, મેકેનિકલ એન્જીનિયરીંગ – 33 પોસ્ટ, ઇલેક્ટ્રિકલ એન્જીનિયરિંગ – 16 પોસ્ટ

    જ્યાં સુધી 25 ટેકનિશિયન સીની ખાલી જગ્યાઓની વાત છે, નીચેની સ્ટ્રીમમાંથી એક, SSLC અને ITI સાથે એક વર્ષની એપ્રેન્ટિસશિપ અથવા SSLC અને 3 વર્ષનો નેશનલ એપ્રેન્ટિસશિપ સર્ટિફિકેટ કોર્સ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે:

    ઇલેક્ટ્રોનિક મેકેનિક – 6 પોસ્ટ, ફિટર – 11 પોસ્ટ, ઇલેક્ટ્રિકલ – 4 પોસ્ટ, મિલર – 2 પોસ્ટ, ઇલેક્ટ્રો પ્લેટર – 2 પોસ્ટ

    વધુમાં, અરજદારોએ કર્ણાટક એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં ફરજિયાતપણે નોંધણી કરાવેલી હોવી જોઈએ.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા91
    શૈક્ષણિક લાયકાતએન્જિનિયરીંગ, ડિપ્લોમા અને સંબંધિત ટ્રેડમાં સર્ટિફિકેટ દરેક પોસ્ટ માટે અલગ અલગ
    પસંદગી પ્રક્રિયાજનરલ એપ્ટિટ્યૂડ અને ટેકનિકલ એપ્ટીટ્યૂડ ટેસ્ટ દ્વારા
    અરજી ફીરૂ. 250
    અરજી કરવાની અંતિમ તારીખ20-4-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન એપ્લિકેશન માટેઅહીંયા ક્લિક કરો



    BEL Recruitment 2022:  કઇ રીતે કરશો અરજી

    રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ 20 એપ્રિલ 2022 પહેલાં સત્તાવાર BEL વેબસાઇટ પર ઑનલાઇન અરજીઓ સબમિટ કરવાની રહેશે. રૂ. 250 ની નોન-રિફંડેબલ ઓનલાઇન અરજી ફી પણ ચૂકવવી પડશે.

    આ પણ વાંચો : BOB Recruitment 2022: બેન્ક ઓફ બરોડામાં વધુ 100 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી

    નોટિફીકેશનમાં જણાવ્યા અનુસાર, અધૂરી અને કોઈપણ નિર્ધારિત ફી વગરની ઓનલાઈન અરજીઓ કોઈપણ કારણ આપ્યા વિના નામંજૂર કરવામાં આવશે અને આ અંગે કોઈ પત્રવ્યવહાર કરવામાં આવશે નહીં. અરજી કરવા ઇચ્છુક અને લાયક ઉમેદવારો સત્તાવાર નોટિફીકેશન તપાસીને આ અંગે વધુ જાણકારી મેળવી શકે છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર