BEL recruitment 2022: ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા પ્રોજેક્ટ એન્જીનિયરના પદો પર ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા અંતંર્ગત ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના પંચકુલા યુનિટમાં 55 નવા ટ્રેઈની (trainee) અને પ્રોજેક્ટ એન્જિનિયર (project engineer)ની ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. ટ્રેઈની અને પ્રોજેક્ટ એન્જિનિયરની ખાલી જગ્યાઓ માટે ઉમેદવારો પાસે અનુક્રમે એક અને બે વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. ખાલી પદો પર પસંદ કરેલા ઉમેદવારોને એક નિશ્ચિત સમયગાળા માટે નિયુક્ત કરવામાં આવશે, જેમાં પ્રોજેક્ટ એન્જિનિયરો માટે ચાર વર્ષ અને ટ્રેઈની એન્જિનિયરો માટે ત્રણ વર્ષ છે. પસંદ કરવામાં આવેલા ટ્રેઈની એન્જિનિયરો માટે રૂ. 30,000 અને પ્રોજેક્ટ એન્જિનિયરો માટે રૂ. 40,000નો માસિક પગાર આપવામાં આવશે.
BEL ભરતી નોટિફિકેશન પ્રમાણે 55 નવી ટ્રેઈની અને પ્રોજેક્ટ એન્જિનિયરની જગ્યાઓ ખાલી છે જેના માટે નીચેની એન્જિનિયરિંગ શાખાઓમાં માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી ચાર વર્ષનો BE અથવા BTech કોર્સ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે:
ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન, ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન, ટેલિકોમ્યુનિકેશન અથવા કોમ્યુનિકેશન.
મિકેનિકલ એન્જિનિયરિંગ.
સિવિલ એન્જિનિયરિંગ.
માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી HR સાથે બે વર્ષ MBA, MSW અથવા PGHRM ધરાવતા ઉમેદવારો માટે એક પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા પણ ખાલી છે. જે ઉમેદવારો પોસ્ટ માટે અરજી કરે છે તેમની પસંદગી લેખિત કસોટી દ્વારા કરવામાં આવશે અને ત્યારપછી માત્ર એવા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે જે લેખિત પરીક્ષામાં પાસ થયા હોય.
લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ 17 મે થી 1 જૂન 2022 સુધી ઓનલાઈન અરજીઓ સબમિટ કરવાની રહેશે. પ્રોજેક્ટ એન્જિનિયરની ખાલી જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોએ રૂ. 472ની અરજી ફી ચૂકવવી પડશે, જ્યારે ટ્રેઈની ઈજનેર માટે અરજી કરનારા ઉમેદવારોએ રૂ. 177 ચૂકવવાની રહેશે. PwBD, SC અને ST કેટેગરીના ઉમેદવારોને અરજી ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે. જેઓ ખાલી જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે તેઓને વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર