Home /News /career /

BEL Recruitment 2022 : BELમાં 360 જગ્યા માટે ભરતી, અરજી કરવાની અંતિમ તક

BEL Recruitment 2022 : BELમાં 360 જગ્યા માટે ભરતી, અરજી કરવાની અંતિમ તક

ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમીટેડ (BEL)માં એન્જિનિયરોની ભરતી

BEL Recruitment 2022 : ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમીટેડ (BEL)માં 360 એપ્રેન્ટિસ (Apprentice)ની ભરતી બહાર પડી હતી. આ નોકરી માટે અરજી કરવાની ગુરૂવારે અંતિમ તક છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.

    BEL recruitment 2022 : એન્જિનિયરો માટે બેંગલુરુમાં એપ્રેન્ટિસની નવી ખાલી પડેલી 360 જગ્યાઓ પર BEL દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (Bharat Electronics Limited) ની જલાહલ્લી પોસ્ટ (Jalahalli post) પર ખાલી જગ્યાઓ અંગેની જાહેરાત કરવામાં આવી છે. જણાવી દઈએ કે પસંદગી પામેલ ઉમેદવારોને એપ્રેન્ટિસશિપ એમેન્ડમેન્ટ એક્ટ 1973 (Apprenticeship Amendment Act 1973) હેઠળ 12 મહિનાના સમયગાળા માટે પદ પર નિયુક્ત કરવામાં આવશે. આ નોકરી માટે અરજી કરવાની અંતિમ તારીખ ગુરૂવારે 10મી માર્ચે છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંકના માધ્યમથી અજી કરી અને નોકરી મેળવી શકે છે.

    ટેકનિશિયન અથવા ડિપ્લોમા એપ્રેન્ટિસની ખાલી જગ્યાઓ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને 10,400 રૂપિયા માસિક પગાર પેટે ચૂકવવામાં આવશે. ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની ખાલી જગ્યાઓ માટે પસંદગી પામેલ ઉમેદવારોને રૂ. 11,110 માસિક પગાર પેટે ચૂકવવામાં આવશે.

    BEL Recruitment 2022- ખાલી પડેલ પદો વિશે વિગત

    ઓફિશિયલ નોટિફિકશન અનુસાર કુલ 360 નવી એપ્રેન્ટિસની જગ્યાઓ છે, જેમાંથી 100 ટેકનિશિયન અથવા ડિપ્લોમા એપ્રેન્ટિસ માટે છે અને 260 ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ માટે છે. 100 ડિપ્લોમા અથવા ટેકનિશિયન એપ્રેન્ટિસની ખાલી જગ્યાઓ માટે નીચે જણાવેલ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે:

    આ પણ વાંંચો : FCI Recruitment 2022: ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં ભરતી, 1,80,000 સુધી મળશે પગાર

    કોમ્પ્યૂટર સાયન્સ અને એન્જીનિયરિંગ- 25, ઈલેક્ટ્રોનિકેસ અને કોમ્યૂનિકેશન એન્જીનિયરિંગ- 50,  મિકેનિકલ એન્જીનિયરિંગ- 25

    260 ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની ખાલી જગ્યાઓ માટે એન્જિનિયરિંગના નીચેના સ્ટ્રીમમાંથી AICTE અથવા ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગમાં ફુલ ટાઈમ BE અથવા BTech કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે.

    કોમ્પ્યૂટર સાયન્સ અને એન્જીનિયરિંગ- 75 .ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યૂનિકેશન એન્જીનિયરિંગ- 125. મિકેનિકલ એન્જીનિયરિંગ- 50 .ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યૂનિકેશન એન્જીનિયરિંગ- 10

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા360
    શૈક્ષણિક લાયકાતસંબંધિત વિષયમાં ડિગ્રી અથવા ડિપ્લોમાં એન્જિનિયરીંગ જાહેરાતમાં દર્શાવ્યા મુજબ. દરેક પોસ્ટ માટે અલગ અલગ
    પસંદગી પ્રક્રિયામેરિટના આધારે
    અરજી ફીનિશુલ્ક
    અરજી કરવાની અંતિમ તારીખ10-3-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો 



    BEL Recruitment 2022- આ રીતે કરો અરજી

    લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો 13 માર્ચ 2022 સુધીમાં MHRDNATS પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે. આ અરજી કરવા માટે 10 માર્ચ 2022 પહેલા ઉમેદવારોએ પોર્ટલ પર એનરોલમેન્ટ કરાવવુ જરૂરી છે. નીચે જણાવેલ સ્ટેપ્સ અનુસરી ઉમેદવારો એનરોલમેન્ટ કરી શકે છે.

    એનરોલમેન્ટ પર ક્લિક કરો.
    એપ્લિકેશન ફોર્મ ભરો.
    દરેક અરજીકર્તા માટે એક યુનિક એનરોલમેન્ટ જનરેટ થશે.

    આ પછી ઉમેદવારોએ એનરોલમેન્ટ વેરિફિકેશન અને અપ્રુવલ માટે એક દિવસ સુધી રાહ જોવી પડશે. આ વેરિફિકેશન થયા પછી:

    આ પણ વાંચો : VMC Recruitment 2022: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જુનિયર ક્લાર્કની ભરતી, અરજી કરવાની અંતિમ તક

    લોગિન કરો.
    Establishment Request Menu પર ક્લિક કરો.
    Find Establishment પર ક્લિક કરો.
    હવે અહીં પોતાનું રિઝ્યુમ અપલોડ કરો.
    એસ્ટાબ્લિશમેન્ટનું નામ પસંદ કરો.
    Bharat Electronics Limited ટાઈપ કરી સર્ચ પર ક્લિક કરો.
    હવે અપ્લાય કરો.

    વધુ વિગતો માટે ઉમેદવારો ફિશિયલ નોટિફિકેશનમાં આપેલી સવિસ્તાર માહિતી જોઈ શકે છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર