BEL Recruitment 2022 : ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમીટેડ (BEL) દ્વારા 33 નવી જગ્યા માટે નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.
BEL Recruitment 2022: બીઇએલ (BEL Recruitment 2022) દ્વારા બેંગલુરુમાં વિવિધ સિનિયર એન્જિનિયર અને ડેપ્યુટી મેનેજર (Jobs for senior engineer and deputy manager)ની ખાલી જગ્યાઓ પર ઇજનેરો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એન્જિનિયર્સ માટે બીઈએલ ભરતી 2022 હવે બેંગાલુરુ (Bengaluru)માં ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના સેન્ટર્સ ઓફ એક્સલન્સ (CoE) ખાતે લેવામાં આવી રહી છે. ઉપલબ્ધ ખાલી જગ્યાઓ સિનિયર ઇજનેર અને ડેપ્યુટી મેનેજરની છે, જેના માટે ઓછામાં ઓછા 4 અને 8 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો અનુક્રમે અરજી કરી શકે છે. રડાર એન્ડ વેપોન સિસ્ટમ્સ કોમ્યુનિકેશન સિસ્ટમ્સ, ઇલેક્ટ્રો-ઓપ્ટિક્સ અને લેસર ડોમેન્સમાં સારી આવડત ધરાવતા ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. પસંદગી પામેલા લોકોને તેમની લાયકાત અને અનુભવના આધારે 1,80,000 રૂપિયા સુધીનો પગાર ચૂકવવામાં આવશે.
આ ભરતી હેઠળ 33 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ઇચ્છા અને લાયકાત ધરાવતા ઉમેદવારો અંતિમ તારીખ પહેલા અરજી કરી શકે છે. આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લા તારીખ 18 એપ્રિલ, 2022 સુધી છે.
BEL Recruitment 2022: અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત
ઉમેદવારો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ) જોબ્સ / ભરતીનું ફોર્મ નિયત ફોર્મેટમાં સત્તાવાર વેબસાઇટ પર સંપૂર્ણ દસ્તાવેજો સાથે સબમિટ કરી શકે છે. બીઈએલ વેકેન્સી 2022 માટે અરજી કરનારા વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા સત્તાવાર બીઈએલ જોબ્સ નોટિફીકેશન તપાસી લે. ડેપ્યૂટી મેનેજર અને સિનિયર મેનેજરની વિવિધ 33 પોસ્ટ માટે અરજી કરવા ઇચ્છુ ઉમેદવારો પાસે ઇલેક્ટ્રોનિક્સ, મેકેનિકલ કે કમ્પ્યૂટર સાયન્સમાં B.E, B.Tech, એન્જીનિયરીંગ, ગ્રેજ્યુએટ ડિગ્રી/ સર્ટિફીકેટ હોવું જરૂરી છે. નોટિફીકેશનમાં જણાવ્યા અનુસાર, અનુભવ ધરાવતા ઉમેદવારોને પહેલા પ્રાધાન્ય આપવામાં આવશે.
તાલીમાર્થી/ બીઇએલમાં કોન્ટ્રાક્ટ આધારિત નોકરી/ફીક્સ્ડ ટેન્યોર અને અન્ય PSU તરીકેનો અનુભવ જાહેરાત કરાયેલી પોસ્ટ માટે માન્ય અનુભવ તરીકે ગણવામાં આવશે નહીં.