Home /News /career /

BEL Recruitment 2022: બેલમાં 20 નવી જગ્યાઓ પર ભરતી, રૂ. 55,000 સુધી મળશે પગાર

BEL Recruitment 2022: બેલમાં 20 નવી જગ્યાઓ પર ભરતી, રૂ. 55,000 સુધી મળશે પગાર

BEL Recruitment 2022 : ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ.માં ભરતી

 BEL Recruitment 2022 : ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ. બેલમાં 55,000 રૂપિયા સુધીના પગારની નોકરી, એન્જિનિયરોની 20 નવી જગ્યા માટે અહીંયા આપવામાં આવેલી લિંકથી નોટિફિકેશન વાંચી અને કરો અરજી

     BEL Recruitment 2022: ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (Bharat Electronics Limited)ના પુણે યુનિટમાં 20 નવી ખાલી જગ્યાઓ પર ઇજનેરોની ભરતી (Recruitment for Engineers)ની જાહેરાત કરવામાં આવી છે. આ નોકરી (Job) માટે પસંદ કરેલા ઉમેદવારોને પુણે અથવા નાગપુર બંનેમાં કરારના આધારે કામે રાખવામાં આવશે. પ્રોજેક્ટ ઇજનેરોને વધુમાં વધુ ત્રણ વર્ષ માટે કામે રાખવામાં આવશે અને ત્રીજા વર્ષે દર મહિને રૂ. 40,000 સુધીનો પગાર ચૂકવવામાં આવશે. પ્રોજેક્ટ ઇજનેરોને વધુમાં વધુ ચાર વર્ષ માટે કામે લગાડવામાં આવશે અને ચોથા વર્ષે દર મહિને રૂ.55,000 સુધીનો પગાર ચૂકવવામાં આવશે.


     BEL Recruitment 2022 કોણ અરજી કરી શકે છે?


    ઇજનેરો માટે 20 નવી ખાલી જગ્યાઓ છે, જેમાંથી 8 તાલીમાર્થી ઇજનેરો માટે છે અને 12 પ્રોજેક્ટ ઇજનેરો માટે છે. AICTE માન્ય સંસ્થાઓ અથવા યુનિવર્સિટીઓમાંથી એન્જિનિયરિંગની નીચેની શાખાઓમાં 4 વર્ષના એન્જિનિયરિંગમાં ફૂલ ટાઈમ બીઇ અથવા બીટેક કરનાર ઉમેદવારો અરજી કરી શકે છે:


     BEL Recruitment 2022 ખાલી જગ્યાનું નામ એન્જિનિયરિંગની સ્ટ્રીમ ખાલી જગ્યાની સંખ્યા


    પ્રોજેક્ટ એન્જિનિયર ઇલેક્ટ્રોનિક એન્જિનિયર 4, પ્રોજેકટ એન્જિનિયર મેકેનિકલ એન્જિનિયર 6, પ્રોજેકટ એન્જીનીયર સિવિલ એન્જિનિયર 1, પ્રોજેકટ એન્જીનીયર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર 1, ટ્રેઇની એન્જીનીયર ઇલેક્ટ્રોનિક્સ એન્જીનીયર 3,  ટ્રઇની એન્જિનિયર -મેકેનિકલ એન્જીનીયર 5



    પ્રોજેક્ટ ઇજનેરો પાસે સંબંધિત પ્રવાહોમાં ઓછામાં ઓછા બે વર્ષનો પોસ્ટ ક્વોલિફિકેશન અનુભવ હોવો જરૂરી છે અને એક વર્ષની એપ્રેન્ટિસશીપ તાલીમને પણ અનુભવ તરીકે ગણવામાં આવશે.


     BEL Recruitment 2022 નોકરીની ટૂંકી વિગતો


































    જગ્યા20
    શૈક્ષણિક લાયકાતસંબંધિત ખાલી જગ્યા મુજબ એન્જિનિયરીંગની ડિગ્રી
    પસંદગી પ્રક્રિયાઓનલાઇન અરજી દ્વારા
    અરજી ફીનિશુલ્ક
    અરજી કરવાની અંતિમ તારીખ16-3-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટે્રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ અરજીઓની સ્કેન કરેલી નકલને તમામ જરૂરી દસ્તાવેજો સાથે contengr-1@bel.co.in પર ઇમેઇલ કરવાની રહેશે


     BEL Recruitment 2022 કઈ રીતે કરવી અરજી?


    રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ અરજીઓની સ્કેન કરેલી નકલને તમામ જરૂરી દસ્તાવેજો સાથે contengr-1@bel.co.in પર ઇમેઇલ કરવાની રહેશે. તેમાં તેઓ જે પોસ્ટ માટે અરજી કરી રહ્યા છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે. આ ઉપરાંત દસ્તાવેજોની હાર્ડ કોપી 16 માર્ચ પહેલા ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ, પુણે ખાતે મોકલવાની રહેશે.



     BEL Recruitment 2022 અરજીની ફી


    પ્રોજેક્ટ ઇજનેરો માટે 500 રૂપિયા અને તાલીમાર્થી ઇજનેરો માટે 200 રૂપિયાની ઓનલાઇન એપ્લિકેશન ફી નક્કી કરાઈ છે. અરજી કરવા માંગતા ઉમેદવારોને વધુ જાણકારી માટે નોટિફિકેશન વાંચવાની સલાહ આપવામાં આવે છે.



    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन