BEL Recruitment 2021: ભારત ઇલેક્ટ્રોનિક્સ લિ. એન્જિનિયરો માટે સરકારી નોકરીસ, 25,000 પગારથી શરૂઆત

BELમાં સરકારી નોકરીની તક

BEL recruitment 2021 : ઓનલાઇન એપ્લિકેશન કરવાની આજે અંતિમ તક, ફટાફટ સરકારી નોકરી માટે કરો એપ્લાય, આજે ઓનલાઇન એપ્લિકેશન કરવાનો અંતિમ દિવસ

  • Share this:
    ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડે (Bharat Electronics Limited) ટ્રેની એન્જીનિયર (Trainee Engineer) અને પ્રોજક્ટ એન્જીનીયર (Project Engineer)ના પદો પર ભરતી (Recruitment in BEL) બહાર પાડી છે. લાયક ઉમેદવારોની ભરતી પંચકુલા યૂનિટ (Panchkula Unit) માટે અસ્થાયી રૂપે કરવામાં આવશે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર બીઇએલની ઓફિશ્યલ વેબસાઇટ www.bel-india.in દ્વારા ઓનલાઇન આવેદન(How to Apply) કરી શકે છે.
    આપને જણાવી દઇએ કે બેલ 88 ખાલી પદો પર ભરતી કરશે. ઓનલાઇન અરજી જમા કરવાની છેલ્લી તારીખ 27 ઓક્ટોબર (Last Date of Registration) છે. ઇચ્છુક ઉમેદવારો અહીં આપેલ જાણકારી દ્વારા અરજી કરી શકે છે.

    ભરતી અંગે માહિતી : ટ્રેની એન્જીનીયર  – કુલ 55 જગ્યાઓ ,ઇલેક્ટ્રોનિક્સ – 33 પદ મેકેનિકલ – 22 પદ પ્રોજેક્ટ એન્જીનીયર-2 – કુલ 33 પદ ઇલેક્ટ્રોનિક્સ – 16 પદ, મેકેનિકલ – 17 પદ માટે જાહેરાતો બહાર પડી છે.

    કોણ કરી શકે છે અરજી?

    ટ્રેની એન્જીનીયરઃ ઉમેદવારે ઈલેક્ટ્રોનિક્સ-ઈલેક્ટ્રોનિક્સ/ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન/ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન/ ટેલિકમ્યુનિકેશન/ કોમ્યુનિકેશન અથવા મિકેનિકલમાં માન્યતા પ્રાપ્ત સંસ્થા/યુનિવર્સિટીમાંથી BE/B.Tech કરેલું હોવું જોઈએ.

    પ્રોજેક્ટ એન્જીનિયરઃ

    ઉમેદવારે માન્યતા પ્રાપ્ત સંસ્થા/યુનિવર્સિટીમાંથી બીટેક/બીઇ કોર્સ સાથે ઈલેક્ટ્રોનિક્સ- ઈલેક્ટ્રોનિક્સ/ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન/ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન /ટેલિકમ્યુનિકેશન /કોમ્યુનિકેશન કરેલું હોવું જોઇએ અથવા મિકેનિકલનો 2 વર્ષનો અનુભવ હોવો જોઇએ.

    નોકરીની ટૂંકી વિગતો































    પોસ્ટ : 88
    પસંદગી પ્રક્રિયા : શિક્ષણ, ઈન્ટરવ્યૂ અને અનુભવના માર્ક્સના આધારે
    પગાર : 25000થી 35,000 સુધી
    એપ્લિકેશન ફી : પ્રોજેક્ટ એન્જીનીયરના પદો માટે અરજી ફી 500 રૂપિયા અને ટ્રેની એન્જીનીયર માટે 200 રૂપિયા




    આવેદન કરવાની અંતિમ તારીખ :
    27-10-2021
    જાહેરાત જોવા માટે : અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન એપ્લિકેશન કરવા માટે અહીંયા ક્લિક કરો અહીંયા ક્લિક કરો

    વય મર્યાદા

    1 ઓક્ટોબર 2021 સુધીમાં મહત્તમ વયમર્યાદા
    ટ્રેની એન્જીનીયર પોસ્ટ – 25 વર્ષ
    પ્રોજેક્ટ એન્જીનીયર પોસ્ટ – 28 વર્ષ

    ભરતી માટે અરજી ફી

    પ્રોજેક્ટ એન્જીનીયરના પદો માટે અરજી ફી 500 રૂપિયા અને ટ્રેની એન્જીનીયર માટે 200 રૂપિયા અરજી ફી છે. આપને જણાવી દઈએ કે PWD, SC, STના ઉમેદવારોને અરજી ફી ચૂકવવાની રહેશે નહીં.

    આ પણ વાંચો :  Sarkari Naukri: રાજકોટ મનપામાં 29 જગ્યા માટે ભરતી, 49,700 રૂ. સુધી પગાર, વિવિધ પોસ્ટ માટે ફટાફટ કરો અરજી

    માસિક પગાર

    ટ્રેની એન્જીનીયર પોસ્ટ – પહેલા વર્ષે 25000 રૂપિયા, બીજા વર્ષે 28000 રૂપિયા અને ત્રીજા વર્ષે 31000 રૂપિયા સુધી

    પ્રોજેક્ટ એન્જીનીયર – પહેલા વર્ષે 35000 રૂપિયા, બીજા વર્ષે 40000 રૂપિયા, ત્રીજા વર્ષે 45000 રૂપિયા અને ચોથી વર્ષે 50000 રૂપિયા સુધી

    આ રીતે કરો એપ્લાય

    ઇચ્છુક ઉમેદવાર બીઇએલની ઓફિશ્યલ વેબાસાઇટ www.belindia.in પર જઇને હોમ પેજ પર કરિયર ટેબ પર ક્લિક કરો. અહીં એપ્લાય લિંક પર ક્લિક કરો અને રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો. હવે એપ્લીકેશન ફોર્મ ભરીને આવેદન ફી ચૂકવો. ભવિષ્ય માટે અરજીની હાર્ડ કોપની તમારી પાસે જરૂર રાખો.
    Published by:Jay Mishra
    First published: