Home /News /career /BEL Recruitment 2021: BELમાં એન્જીનિયરોની ભરતી 40,000 પગારથી થશે શરૂઆત
BEL Recruitment 2021: BELમાં એન્જીનિયરોની ભરતી 40,000 પગારથી થશે શરૂઆત
BEL Recruitment 2022: 247 પદો પર આવી ભરતી, મેળવો રૂ. 55,000 સુધીનો પગાર
BEL Recruitment 2021 : એન્જીનીયરો માટે ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (Bharat Electronics Limited) ના નેવલ સિસ્ટમ SBU, બેંગ્લૂરુ કોમ્પ્લેક્સ અને સોનાર ડેવલપમેન્ટ & સપોર્ટ સિસ્ટમ કોતીમાં હાલ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
BEL Recruitment 2021- એન્જીનીયરો માટે ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (Bharat Electronics Limited) ના નેવલ સિસ્ટમ SBU, બેંગ્લૂરુ કોમ્પ્લેક્સ અને સોનાર ડેવલપમેન્ટ & સપોર્ટ સિસ્ટમ કોતીમાં હાલ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પસંદગી પામેલા ઉમેદવારોની પોસ્ટિંગ પોર્ટબ્લેર, ગુરુગ્રામ, કોચી, ગાંધીનગર, કોલકાતા, વાઈઝેગ, ચેન્નાઈ, મુંબઈ અને બેગ્લૂરુમાંથી કોઈપણ જગ્યાએ કરવામાં આવી શકે છે. નોટિફિકેશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે ઉમેદવારો મુસાફરી કરવા તૈયાર હોય અને અલગ-અલગ સ્થળોએ પોસ્ટિંગને લઈને આપત્તિ ન ધરાવતા હોયતેવા ઉમેદવારો અરજી કરી શકે છે. પસંદ કરવામાં આવેલા ઉમેદવારોને પ્રથમ ચાર વર્ષ રૂ. 40000થી 55000 સુધીનું વેતન આપવામાં આવશે.
BEL Recruitment 2021- પદો : પ્રોજકેટ એન્જીનિયર 1- 5, પ્રોજેક્ટ એન્જીનિયર 1- 3, પ્રોજેક્ટ એન્જીનિયર 1- 2 આમ કુલ 10 પોસ્ટ પર ભરતી બહાર પડી છે.
BEL Recruitment 2021- શૈક્ષણિક લાયકાત
ત્રણ વિવિધ પ્રોજેક્ટના પ્રોજક્ટ એન્જીનિયર-1 માટે શૈક્ષણિક લાયકાત નીચે જણાવેલ અનુસાર રહેશે.
પ્રોજેક્ટ એન્જીનિયર 1 (D&E SC)
ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન, કોમ્યુનિકેશન, ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન, ટેલિકોમ્યુનિકેશન અથવા મિકેનિકલ એન્જિનિયરિંગ સાથે ચાર વર્ષ ફુલ ટાઈમ BE, BSc અથવા BTech કરેલ ઉમેદવારો અરજી કરી શકે છે.
ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન, કોમ્યુનિકેશન, ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન અથવા ટેલિકોમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગ સાથે ચાર વર્ષ ફુલ ટાઈમ BE, BSc અથવા BTech કરેલ ઉમેદવારો અરજી કરી શકે છે.
પ્રોજેક્ટ એન્જીનિયર 1- (SSDC)
કોમ્પ્યૂટર સાયન્સ, કોમ્પ્યૂટર સાયન્સ એન્ડ એન્જીનિયરિંગ અથવા કોમ્પ્યૂટર એન્જીનિયરિંગમાં ચાર વર્ષ ફુલ ટાઈમ BE, BSc અથવા BTech કરેલ ઉમેદવારો અરજી કરી શકે છે.
સામાન્ય, OBC અને EWS ઉમેદવારો માટે જણાવેલ લાયકાતમાં 55% અને તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ. SC, ST અને PwBD ઉમેદવારો ઓછામાં ઓછો પાસ વર્ગ મેળવેલા હોવા જોઈએ. અહીં જણાવેલ લાયકાતમાં પાર્ટ-ટાઇમ અથવા કરોસ્પોન્ડન્ટ કોર્સ ધરાવતા ઉમેદવારો, તેમજ અન્ય વિષયોમાં લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરવા પાત્ર નથી.
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
10
શૈક્ષણિક લાયકાત
પ્રોજેક્ટ એન્જીનિયર 1 (D&E SC)ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન, કોમ્યુનિકેશન, ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન, ટેલિકોમ્યુનિકેશન અથવા મિકેનિકલ એન્જિનિયરિંગ સાથે ચાર વર્ષ ફુલ ટાઈમ BE, BSc અથવા BTech કરેલ ઉમેદવારો અરજી કરી શકે છે.પ્રોજેક્ટ એન્જીનિયર 1 (SSI)ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન, કોમ્યુનિકેશન, ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન અથવા ટેલિકોમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગ સાથે ચાર વર્ષ ફુલ ટાઈમ BE, BSc અથવા BTech કરેલ ઉમેદવારો અરજી કરી શકે છે.પ્રોજેક્ટ એન્જીનિયર 1- (SSDC)કોમ્પ્યૂટર સાયન્સ, કોમ્પ્યૂટર સાયન્સ એન્ડ એન્જીનિયરિંગ અથવા કોમ્પ્યૂટર એન્જીનિયરિંગમાં ચાર વર્ષ ફુલ ટાઈમ BE, BSc અથવા BTech કરેલ ઉમેદવારો અરજી કરી શકે છે.
લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો તમામ સંલગ્ન દસ્તાવેજો સાથે 6 જાન્યુઆરી 2022 પહેલા સિનિયર ડેપ્યુટી જનરલ મેનેજર (એચઆર), નેવલ સિસ્ટમ્સ એસબીયુ, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ, જલાહલ્લી પોસ્ટ, બેંગ્લોર 560013, કર્ણાટક (to Senior Deputy General Manager (HR), Naval Systems SBU, Bharat Electronics Limited, Jalahalli Post, Bangalore 560013, Karnataka) પર તેમની અરજી મોકલી શકે છે.
BEL Recruitment 2021- આ રીતે કરો અરજી
લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો તમામ સંલગ્ન દસ્તાવેજો સાથે 6 જાન્યુઆરી 2022 પહેલા સિનિયર ડેપ્યુટી જનરલ મેનેજર (એચઆર), નેવલ સિસ્ટમ્સ એસબીયુ, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ, જલાહલ્લી પોસ્ટ, બેંગ્લોર 560013, કર્ણાટક (to Senior Deputy General Manager (HR), Naval Systems SBU, Bharat Electronics Limited, Jalahalli Post, Bangalore 560013, Karnataka) પર તેમની અરજી મોકલી શકે છે. અરજી કરવા માંગતા ઉમેદવારોએ એક વખત ઓફિશિયલ નોટિફિકેશન જોઈ લેવી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર