Jobs and Career: નોકરી કે કરિયર બદલતા પહેલા કરજો વિચાર, આ પાંચ બાબતોનું ધ્યાન રાખો
Jobs and Career: નોકરી કે કરિયર બદલતા પહેલા કરજો વિચાર, આ પાંચ બાબતોનું ધ્યાન રાખો
નોકરી અને કરિયર બદલતા પહેલા ધ્યાન રાખવું
jobs and career Future Plans: આ પગલું ભરવા માટે તમારે અનેક તૈયારીઓ કરવી પડે છે અને તેને ઘણો સમય આપવો પડે છે. નોકરી (Jobs) ક્યારે બદલવી તે અંગેના પરિબળો પર નિર્ણય લેવો એ કોઇ પણ વ્યક્તિ માટે એક મુશ્કેલ કાર્ય હોઈ શકે છે.
Jobs and Career: તમે આવેગ કે અસ્થાયી કારણોસર તમારી જોબ બદલી (Changing Jobs) શકતા નથી. આ પગલું ભરવા માટે તમારે અનેક તૈયારીઓ કરવી પડે છે અને તેને ઘણો સમય આપવો પડે છે. નોકરી ક્યારે બદલવી તે અંગેના પરિબળો પર નિર્ણય લેવો એ કોઇ પણ વ્યક્તિ માટે એક મુશ્કેલ કાર્ય હોઈ શકે છે. આવા પરિબળોમાં એવું વાતાવરણ હોઈ શકે છે, જે વ્યક્તિની માનસિક સુખાકારી માટે સારું ન હોય. જો તમે તમારી કારકિર્દીમાં પરિવર્તનનો (Changing career) વિચાર કરી રહ્યા હોવ તો સૌપ્રથમ આ નિર્ણય પાછળના "શા માટે"ને જરૂર વિચારો અને ક્ષણભરની લાગણીઓને કારણે સ્વિચ કરવાનું ટાળો. અહીં 5 પરિસ્થિતિઓ છે, જેના વિશે તમારે વિચારવું (Five signs that you should look for a new job) જોઈએ.
લાંબાગાળાના ઉદ્દેશો અને ગ્રોથ
શું તમે તમારા કારકિર્દીના માર્ગને સંપૂર્ણપણે બદલવાનું વિચારી રહ્યા છો? શું તમે સ્ટાર્ટઅપનો વિચાર કરો છો? જો તમારા કારણોમાં આ વર્ષે અપેક્ષિત પગાર વધારો ન મળવાનો સમાવેશ થાય છે અથવા નવી નોકરીમાં વધુ સારા હોદ્દા / બ્રાન્ડની ઓફર કરવામાં આવી રહી છે, તો પછી તમે એક કામચલાઉ જરૂરિયાત અંગે વિચારી રહ્યા છો. કોઇ પણ કારણોસર તમારા કરીયરને બદલશો નહીં. તે જ ક્ષેત્રમાં નોકરી બદલો. જો તમે સરકારી કર્મચારી કે શાળા શિક્ષક છો, જેમાં તમે ગ્રોથ ઓછો લાગે છે, તો તમે તમારો રસ્તો બદલી શકો છો.
સ્પષ્ટ હેતુનો અભાવ
એક ક્ષણ માટે તમારી નોકરીના પગાર, હોદ્દા અને અન્ય ભૌતિક પાસાઓ વિશે ભૂલી જાઓ. હવે તમે તમારા કામ વિશે કેવું અનુભવો છો? જો તમારો રોલ અથવા ઇન્ડસ્ટ્રી સંતોષકારક નથી અને તમે સતત કામને એન્જોય કરી શકતા નથી તો, સ્વાભાવિક પણે જ આ કરિયર તમારા માટે નથી. તેવા કરિયરને પસંદ કરો જ્યાં તમને નોકરીનો અર્થ અને કામ કરવાનો આનંદ મળે.
ટોક્સિટી અને નેગેટીવિટી
શું તમે તમારી હાલની નોકરીમાં કલ્ચરલ મિસફિટ અનુભવો છો? અથવા શું તમે ઉપરી અધિકારીઓ હેઠળ કામ કરવાની ગંભીર અસર તમારી માનસિકતા પર પાડી રહ્યા છે? એક પત્રકારને તેની ન્યૂઝરૂમનું કલ્ચર કંટાળાજનક લાગી શકે છે અથવા સેલ્સપર્સનને અપેક્ષાઓ સાથે માંગણી કરતા ખચકાટ અનુભવાઇ શકે છે. જો તમારું ઓફિસ કલ્ચર તમારી માનસિકતા પર અથવા તમારા જીવન પર ખરાબ અસર પાડી રહ્યું છે, તો તમારે નોકરી અથવા કરિયર જરૂર બદલવું જોઇએ.
કદાચ સરકારના નિયમો બદલાયા છે અને તમારા ઉદ્યોગ પર બ્રેક લાગી ગઈ છે અથવા બજારના પરિબળોએ નફાકારકતામાં ઘટાડો કર્યો છે, જેના પરિણામે ધંધાઓમાં ઘટાડો થયો છે. કદાચ તમારો ઉદ્યોગ ડિજિટલ થઈ રહ્યો છે અને તે તમારી કાર્ય કરવાની રીતને બદલી રહ્યો છે અથવા તમે ભવિષ્યમાં એઆઈ / રોબોટ્સ દ્વારા સંપૂર્ણપણે બિઝનેસને બદલી શકો છો. આનો અર્થ એ છે કે તમારા વર્તમાન કૌશલ્ય સમૂહ માટે ઓછી નોકરીઓ હશે. વધુ સારી તક અને ઉજ્વળ ભવિષ્ય માટે તમે કરિયર બદલી શકો છો.
તમે હંમેશાં તમારી પોતાની કંપની શરૂ કરવાનું સપનું જોયું છે અથવા કદાચ સ્ટાર્ટઅપ માટે કામ કરવાનો વિચાર તમને આકર્ષક લાગ્યો છે. તો શું સ્વિચ કરવાનો સમય થઈ ગયો છે? જો તમે આર્થિક અને ભાવનાત્મક રીતે તૈયાર હોવ તો જ તેના વિશે વિચારવું. સ્ટાર્ટ અપથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થતી નથી. તે ફક્ત તેમને જ ગૂંચવી નાખશે. જો તમે આગામી 2-3 વર્ષ સુધી કમાણી વગર ચલાવી શકો છો તો તમે આ સાહસ કરી શકો છો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર