BECIL Recruitment 2022 : BECILમાં 96 જગ્યા માટે ભરતી, 25,000 સુધી મળશે પગાર, અરજી કરવાની અંતિમ તક
BECIL Recruitment 2022 : BECILમાં 96 જગ્યા માટે ભરતી, 25,000 સુધી મળશે પગાર, અરજી કરવાની અંતિમ તક
બેસિલમાં 96 જગ્યાની ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ નજીક
BECIL Recruitment 2022 : બેસિલમાં નોકરી કરવા માગતા ઉમેદવારો માટે આજે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તક, ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા કરી શકે છે અરજી
BECIL Recruitment 2022 : બ્રોડકાસ્ટ એન્જીનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા લિમિટેડ (BECIL)એ રેડિયોગ્રાફર (Radiographer), મેડિકલ લેબ ટેક્નોલોજિસ્ટ (Medical Lab Technologist), પેશન્ટ કેર કો-ઓર્ડિનેટર, ફ્લેબોટોમિસ્ટ અને લેબ એટેન્ડન્ટ (Phlebotomist & Lab Attendant)ની ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. આ જગ્યા ભરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવાર becil.com પર જઈને ઓનલાઈન પોતાની અરજી સબમિટ કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની આજે અંતિમ તારીખ છે. BECIL ભરતી, 2022(BECIL Recruitment 2022) માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા 17 ફેબ્રુઆરી 2022થી શરૂ થઈ છ. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.
ઈચ્છુક ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત, અનુભવ, પસંદગીના માપદંડો સહિતની જાણકારી અહી આપવામાં આવી છે.
રેડિયોગ્રાફર : આ પદ માટે એપ્લાય કરવા માટે તમારી પાસે રેડિયોગ્રાફીમાં B.Sc (Hons.) અથવા B.Sc. માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી રેડિયોગ્રાફીનો 3 વર્ષનો કોર્સ
મેડિકલ લેબ ટેક્નોલોજિસ્ટ - સરકાર માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી B.Sc. (MLT) નો કોર્સ અને સંબંધિત ક્ષેત્રમાં બે વર્ષનો અનુભવ પણ.
પેશન્ટ કેર કોઓર્ડિનેટર – Patient Care Coordinator માટે લાઈફ સાયન્નસમાં ફુલ ટાઇમ બેચલર ડિગ્રી (અગ્રિમતા) અથવા કોઈપણ ક્ષેત્રમાં સ્નાતકની ડિગ્રી.
ઉમેદવારોએ વેબસાઈટ www.becil.com અથવા https://becilregistration.com દ્વારા જ ઓનલાઈન અરજી કરવાની રહેશે. અન્ય કોઈ માધ્યમથી અરજી સ્વીકારવામાં આવશે નહીં. અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2022 છે. લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યૂમાં હાજરી આપવા કે ફરજમાં જોડાવવા માટે કોઈ TA/DA ચૂકવવામાં આવશે નહીં.
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
96
શૈક્ષણિક લાયકાત
તમામ પોસ્ટ માટે અલગ અલગ છે. નોટિફિકેશન ચેક કરવું
પસંદગી પ્રક્રિયા
ઓનલાઇન અરજી દ્વારા
અરજી ફી
સામાન્ય વર્ગ - રૂ.750/- (વધારાની પ્રત્યેક પોસ્ટ પર એપ્લાય કરવા વધુ 500 રૂપિયા)
OBC - રૂ.750/- (વધારાની પ્રત્યેક પોસ્ટ પર એપ્લાય કરવા વધુ 500 રૂપિયા)
SC/ST - રૂ. 450/- (વધારાની પ્રત્યેક પોસ્ટ પર એપ્લાય કરવા વધુ 300 રૂપિયા)
ભૂતપૂર્વ સૈનિક - રૂ. 750/- (વધારાની પ્રત્યેક પોસ્ટ પર એપ્લાય કરવા વધુ 500 રૂપિયા)
મહિલા - રૂ. 750/- (વધારાની પ્રત્યેક પોસ્ટ પર એપ્લાય કરવા વધુ 500 રૂપિયા)
EWS/PH - રૂ. 450/- (વધારાની પ્રત્યેક પોસ્ટ પર એપ્લાય કરવા વધુ 300 રૂપિયા)