BECIL Recrutiment 2022: બ્રોડકાસ્ટ એન્જિનિયરીંગ કન્સલટન્ટ્સ ઈન્ડિયા લિમીટેડ (BECIL) દ્વારા 378 જગ્યાની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.
BECIL Recruitment 2022: બ્રોડકાસ્ટ એન્જિનિયરીંગ કન્સલટન્ટ્સ ઈન્ડિયા લિમીટેડ (BECIL) દ્વારા ઓફિસ આસિસ્ટન્ટ અને ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO)ની 378 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA)ની ભરતી માટે આ નોકરીની ઓનલાઇ (BECIL Recruitment 2022:Notification) અરજીઓ મંગાવવામાં આવી છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા આગામી 25મી એપ્રિલ 2022 સુધી ઓનલાઇન અરજી (BECIL Recruitment 2022: Last Date of Online Application) કરી શકે છે.
BECIL Recruitment 2022: ખાલી જગ્યા
આ ભરતી માટે ઓફિસ આસિસ્ટન્ટની 2000 અને ડેટા એન્્ટરી ઓફિસરની 178 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ જગ્યાઓ કરાર આધારિત છે. જેના માટે નીચે ટેબલમાં આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકાશે.
BECIL Recruitment 2022: લાયકાત
ઓફિસ આસિસ્ટન્ટ : ઓફિસ આસિસ્ટન્ટની નોકરી માટે અરજી કરવા માગંતા ઉમેદવારોએ કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવેલી હોવી અનિવાર્ય છે.
ડેટા એન્ટ્રી ઓફિસર : ડેટા એન્ટ્રી ઓફિસરની ભરતી માટે ઉમેદવારો ઓછામાં ઓછા 12 પાસ અથવા તો કોઈ પણ વિષય સાથે ગ્રેજ્યુએટ અને કોમ્યુટરનું જ્ઞાન હોવું અનિવાર્ય છે.
જનરલ કેટેગરી : 750 રૂપિયા અને 500 રૂપિયા અન્ય પોસ્ટ માટે
ઓબીસી : 750 રૂપિયા અને 500 રૂપિયા અન્ય પોસ્ટ માટે
એસસી, એસટી : 450 રૂપિયા 300 રૂપિયા અન્ય પોસ્ટ માટે
એક્સ સર્વિસમેન્ :: 750 રૂપિયા અને 500 રૂપિયા અન્ય પોસ્ટ માટે
મહિલા : : 750 રૂપિયા અને 500 રૂપિયા અન્ય પોસ્ટ માટે
ઈડબલ્યૂ/પીએચ : 450 રૂપિયા 300 રૂપિયા અન્ય પોસ્ટ માટે