Home /News /career /BECIL Recruitment 2022: ડાયેટિશિયન, પરફ્યુઝનિસ્ટ અને લાઇબ્રેરિયનની જગ્યાઓ પર ભરતીની જાહેરાત, અહીં જાણો ડિટેલ્સ

BECIL Recruitment 2022: ડાયેટિશિયન, પરફ્યુઝનિસ્ટ અને લાઇબ્રેરિયનની જગ્યાઓ પર ભરતીની જાહેરાત, અહીં જાણો ડિટેલ્સ

ડાયેટિશિયન, પરફ્યુઝનિસ્ટ અને લાઇબ્રેરિયનની જગ્યાઓ પર ભરતીની જાહેરાત

BECIL Recruitment 2022: આ ભરતી માટે રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 29 સપ્ટેમ્બર, 2022 સુધી છે. રજિસ્ટ્રેશન માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ તેમના ફોટા, સહી, જન્મ પ્રમાણપત્ર અને જાતિ પ્રમાણપત્ર સ્કેન કરાવી લેવું જોઈએ. અપલોડ કરવા માટે, ફાઇલનું કદ 100KBથી વધુ ન હોવું જોઈએ.

વધુ જુઓ ...
    BECIL Recruitment 2022: બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઇન્ડિયા લિમિટેડ (BECIL) દ્વારા આસિસ્ટન્ટ ડાયેટિશિયન, પરફ્યુઝનિસ્ટ અને લાઇબ્રેરિયન ગ્રેડ IIIની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા ઓનલાઇન રહેશે. જેથી રસ ધરાવતા અરજદારો BECILની સત્તાવાર વેબસાઇટ becil.com પર ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકે છે.

    આ ભરતી માટે રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 29 સપ્ટેમ્બર, 2022 સુધી છે. રજિસ્ટ્રેશન માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ તેમના ફોટા, સહી, જન્મ પ્રમાણપત્ર અને જાતિ પ્રમાણપત્ર સ્કેન કરાવી લેવું જોઈએ. અપલોડ કરવા માટે, ફાઇલનું કદ 100KBથી વધુ ન હોવું જોઈએ.

    આ પણ વાંચો:  career Tips: જાણો કેમ ભણવા માટે યુરોપ બેસ્ટ છે, આ રહી યુરોપની ટોપ 10 યુનિવર્સીટીઓ

    અહીં ઉલ્લેખનીય છે કે, જરૂરિયાત મુજબ કર્મચારીઓની જરૂરિયાત વધી અથવા ઘટી શકે છે. પસંદગી નોકરીના નિયત ધોરણો અને આવશ્યકતાઓ અનુસાર કરવામાં આવશે. BECIL સમાન વિભાગમાં પહેલેથી જ કામ કરી રહ્યા હોય તેવા ઉમેદવારોને પ્રાધાન્ય આપશે.

    કેટલી જગ્યાઓ પર થશે ભરતી?


    આ ભરતી અભિયાન દ્વારા BECIL કંપનીમાં કુલ 22 ખાલી જગ્યાઓ ભરશે. BECIL ઉમેદવારો દ્વારા સબમિટ કરેલા ભૂલભરેલ અરજી ફોર્મમાં ફેરફાર કરવા માટેની કોઈપણ વિનંતીને સ્વીકારશે નહીં. જેથી ઉમેદવારોએ અંતિમ સબમિશન કરતા પહેલા તેમના અરજી ફોર્મની સમીક્ષા કરવી આવશ્યક છે.


    BECILની સત્તાવાર નોટિફિકેશન અહીં વાંચો


    ખાલી જગ્યાની વિગતો


    પરફ્યુઝનિસ્ટ: 9 ખાલી જગ્યાઓ
    આસિસ્ટન્ટ ડાયેટિશિયન: 8 ખાલી જગ્યાઓ
    લાઇબ્રેરિયન ગ્રેડ III: 5 ખાલી જગ્યાઓ

    એકથી વધુ પોસ્ટ માટે એપ્લાય કરવા માંગતા લોકોએ માત્ર એક જ વાર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જો કે, અરજીની ફી અરજી કરેલી પોસ્ટ્સની સંખ્યા અનુસાર અલગ અલગ હશે.

    કઈ રીતે કરવી અરજી?


    becilregistration.com મુલાકાત લો.
    New Registration લિંક સર્ચ કરીને ક્લિક કરો અને અરજી ફોર્મમાં આગળ વધો.
    – ત્યાં રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ ઉમેદવારો પોર્ટલ પર લોગ ઇન કરી શકે છે અને ઇચ્છિત પોસ્ટ માટે અરજી કરી શકે છે.
    – આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તેમણે જરૂરી તમામ દસ્તાવેજો અપલોડ કરવા પડશે. આ સાથે ફી ભરવી પડશે અને ફોર્મ સબમિટ કરવું પડશે.
    – ભવિષ્યના હેતુઓ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લઈ લો.

    આ પણ વાંચો:  Surat: 'હિન્દી દિવસ' VNSGUની એક માત્ર મહિલા કે જેમણે હિન્દીમાં નેટની પરીક્ષા પાસ કરી મેળવી નોકરી

    અરજી ફી કેટલી છે?


    જનરલ/ઓબીસીના ઉમેદવારો/ Ex- Serviceman/ મહિલા ઉમેદવારોએ 750 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. એસસી/એસટી/ઈડબલ્યુએસ/પીએચ કેટેગરીના ઉમેદવારોએ અરજી માટે 450 રૂપિયા ચૂકવવા પડશે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Careers, Jobs

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन