Home /News /career /

BDL Recruitment: ઓફિસ આસિસ્ટન્ટ સહિત 80 જગ્યાઓ પર ભરતી, માસિક પગાર રૂ. 25000

BDL Recruitment: ઓફિસ આસિસ્ટન્ટ સહિત 80 જગ્યાઓ પર ભરતી, માસિક પગાર રૂ. 25000

બીડીએલમાં ભરતી

BDL Recruitment 2022: પસંદ કરેલા ઉમેદવારોને મહત્તમ ચાર વર્ષના સમયગાળા માટે કરારના આધારે નોકરી (Job) આપવામાં આવશે. ઉમેદવારોને 25,000 રૂપિયા પ્રારંભિક પગાર (Salary) ચૂકવવામાં આવશે.

  બીડીએલ (BDL Recruitment 2022) દ્વારા હાલમાં ગચીબોવલી, હૈદરાબાદ ખાતે સ્થિત ભારત ડાયનેમિક્સ લિમિટેડના પ્રોજેક્ટ્સ અને ઓફિસો, લાયઝન ઓફિસ નવી દિલ્હી, કંચનબાગ યુનિટ હૈદરાબાદ, ભાનુર યુનિટ સંગારેડ્ડી જિલ્લો, તેલંગાણા રાજ્ય અને વિશાખાપટ્ટનમ યુનિટ આંધ્રપ્રદેશમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ત્યાં 80 નવી ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે. જેમાં પસંદ કરેલા ઉમેદવારોને મહત્તમ ચાર વર્ષના સમયગાળા માટે કરારના આધારે નોકરી (Job) આપવામાં આવશે. ઉમેદવારોને 25,000 રૂપિયા પ્રારંભિક પગાર (Salary) ચૂકવવામાં આવશે, જેમાં દર વર્ષે તેમની લાયકાત અને અનુભવના આધારે વધારો કરવામાં આવશે.

  કોણ કરી શકે છે અરજી

  બીડીએલ ભરતીના તાજેતરના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે પ્રોજેક્ટ ડિપ્લોમા આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ, ટ્રેડ આસિસ્ટન્ટ અથવા ઓફિસ આસિસ્ટન્ટ માટે 80 નવી ખાલી જગ્યાઓ છે. જેમાં અરજી કરવા માટે નીચેની લાયકાતો હોવી જરૂરી છે.

  - રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અથવા કમ્પ્યુટર સાયન્સમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા અથવા સમકક્ષ અભ્યાસક્રમ કરેલો હોવો જોઇએ.

  - મિકેનિકલ અને ટૂલ ડિઝાઇનમાં એક વર્ષનો ડિપ્લોમા અને એક વર્ષનો પોસ્ટ-ડિપ્લોમા પોસ્ટ-ડિપ્લોમા જેવી શાખાઓમાં રાજ્ય અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શાખામાં ત્રણ વર્ષનો ડિપ્લોમા અથવા સમકક્ષ અભ્યાસક્રમ કરેલો હોવો જરૂરી છે.

  - સ્ટોર-કીપિંગનો અનુભવ ધરાવતા એસ.એસ.સી.

  - ફીટર, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક અથવા રેડિયો મિકેનિક, ઇલેક્ટ્રિશિયન, પેઇન્ટર, વેલ્ડર અથવા પ્લમ્બરમાં એન.એ.સી. અથવા રાજ્ય અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય આઇ.ટી.આઇ.

  - ડિપ્લોમા ઇન કમ્પ્યુટર્સ એન્ડ કોમર્શિયલ પ્રેક્ટિસ (ડીસીસીપી) અથવા ડીસીપી કોર્સ.

  આ પણ વાંચોઃ-UPSC Recruitment 2022: આસિસ્ટન્ટ ડાયરેક્ટર સહિત 50 પદો પર નીકળી ભરતી, અહાં જાણો વિગતો

  - ઓફિસ એપ્લિકેશનમાં ઓછામાં ઓછા 6 મહિનાના કમ્પ્યુટર કોર્સ સાથે ફાઇનાન્સ સ્પેશિયાલાઇઝેશન સાથે કોમર્સ અથવા બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ડિગ્રી કોર્સ.

  - બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, સમાજ કલ્યાણ, પીએમએન્ડઆઇઆર, પર્સોનલ મેનેજમેન્ટ, એચઆર, સોશિયલ સાયન્સમાં ઓફિસ એપ્લિકેશનમાં ઓછામાં ઓછા 6 મહિનાના કમ્પ્યુટર કોર્સ સાથે ડિગ્રી અથવા ઓફિસ એપ્લિકેશનમાં ઓછામાં ઓછા 6 મહિનાના કમ્પ્યુટર કોર્સ સાથે પીએમ, પીએમએન્ડઆઇઆર, એસડબ્લ્યુ, ટીએન્ડડી, એચઆર, લેબર લોમાં 1 વર્ષનો ડિપ્લોમા કોર્સ સાથે કોઈ પણ ડિગ્રી.

  આ પણ વાંચોઃ-NIFT career: શું તમારે ધોરણ 12 પછી ફેશન ડિઝાઇન લાઈનમાં કારકિર્દી બનાવવી છે? જાણો ક્યાં લેશો એડમિશન

  કઇ રીતે કરશે અરજી

  રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારોએ 4 જૂન 2022 સુધી બીડીએલની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન અરજીઓ સબમિટ કરવાની રહેશે. ઉમેદવારે રજિસ્ટર્ડ અથવા સ્પીડ પોસ્ટ દ્વારા તમામ ફરજિયાત દસ્તાવેજો સાથે અરજી ફોર્મ "એસએમ, સી-એચઆર (TA & CP), ભારત ડાયનેમિક્સ લિમિટેડ, કોર્પોરેટ ઓફિસ, પ્લોટ નંબર 38-39, ટીએસએફસી બિલ્ડિંગ (ICICI ટાવર્સની નજીક), ફાઇનાન્સિયલ ડિસ્ટ્રિક્ટ, ગાચીબોવલી, હૈદરાબાદ, તેલંગાણા 500032 એડ્રેસ પર મોકલવાનું રહેશે. જેઓ અરજી કરવા માંગતા હોય તેઓને વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટ પરથી નોટિફીકેશન તપાસવાની સલાહ આપવામાં આવે છે.
  Published by:ankit patel
  First published:

  આગામી સમાચાર