BBAU recruitments 2022 : અત્યારે સરકારી નોકરીઓ (Government jobs) માટે ચારે બાજુ બંપર ભરતીઓ નીકળી છે. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટી(BBAU) લખનૌ તરફથી શૈક્ષણિક ભરતી અંગે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી લખનૌ (lacknow) સ્થિત મુખ્ય કેમ્પસ અને અમેઠી (Amethi) સ્થિત સેટેલાઇટ સેન્ટર માટે કરવામાં આવશે. આ ભરતીમાં પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરના ખાલી પદો પર ભરતી કરવામાં આવશે. વધુ માહિતી માટે www.bbau.ac.in પર જવું. ભરતી સંબંધિત વધુ વિગતો નીચે વર્ણવેલી છે.
શૈક્ષણિક લાયકાત અને સંબંધિત ક્ષેત્રનો અનુભવ: ઉમેદવારે પીએચડી, માસ્ટર સહિતનો અભ્યાશ ક્રમ પૂર્ણ કરેલ હોવો જોઈએ. જે તે ખાલી જગ્યા સંબંધિત માહિતી અંગેની શૈક્ષણિક લાયકાત અને તે ક્ષેત્ર સંબંધિત યોગ્ય અનુભવની માહિતી વિગતવાર નોટિફિકેશનમાં વર્ણવેલ છે જેની ખાસ નોંધ લેવી.
અરજી કરવા માટે : 1. ઉમેદવારે સત્તાવાર વેબ સાઈટ www.bbau.ac.in પર જવનું રહેશે. 2. જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા. 3. ઓફિશ્યિલ નોટિફિકેશનમાં આપેલી માહિતી ને અનુસરવું.
ખાસ નોંધ : 1 જે ઉમેદવારે અગાવ 2019 અરજી કરી હશે તેઓએ નવેસરથી ફી ભરીને અરજી કરવાની રહેશે. 2 ઇચ્છુક લાયક ઉમેદવારે અરજી કરતા પહેલા ભરતી સંબંધિત તમામ માહિતી સત્તાવાર વેબ સાઈટ (www.bbau.ac.in) પર જઈને ઓફિશ્યિલ નોટિફિકેશન જરૂરથી વાંચી લેવું.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC Recruitment 2022) દ્વારા પણ વર્ગ - 2 અને વર્ગ- 3ના વિવિધ પદો માટે ભરતી બહાર પાડી છે. આયોગ દ્વારા, નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતાર વર્ગ 3, નાયબ સેક્શન અધિકારી વર્ગ -3 (સચિવાલય), ચીફ ઓફિસર વર્ગ-3, મદદનીશ વન સંરક્ષણ, વર્ગ-2, પશુચિકિત્સા અધિકારી વર્ગ-2, મ્યુનિશિપલ એકાઉન્ટ ઓફિસર વર્ગ-2 મળીને કુલ 260 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. અરજદારો 30 જુલાઈ 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. આમ અરજી કરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર