BARC Recruitment 2022 : મુંબઈના ભાભા એટોમીક રિસર્ચ સેન્ટર (Bhabha Atomic Research Centre) દ્વારા વિવિધ કેટેગરીની 266 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ નોકરી માટે ઓનલાઈ અરજી કરવાની અંતિમ તારીખ શનિવારે 30-4-2022ના રોજ છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.
BARC Recruitment 2022: મુંબઈના ભાભા એટોમીક રિસર્ચ સેન્ટર (Bhabha Atomic Research Centre) એટલે કે, BARC દ્વારા સ્ટાઈપેન્ડીયરી ટ્રેઈની કેટેગરી-1, સ્ટાઈપેન્ડીયરી ટ્રેઈની કેટેગરી-ll, સાયન્ટિફિક આસિસ્ટન્ટ/બી (સેફ્ટી), ટેકનિશિયન/બી (લાઈબ્રેરી સાયન્સ), અને ટેકનિશિયન/બી (રિગર)ની ભરતી (BARC Recruitment 2022) કરવામાં આવનાર છે. આ ભરતી દ્વારા કુલ 266 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જે માટે રસ ધરાવતા ઉમેદવારો 1 એપ્રિલ 2022થી 30 એપ્રિલ, 2022 સુધી અરજી કરી શકે છે. આ ભરતી માટે શનિવારે 30-4-2022ના રોજ ઓનલાઈન એપ્લિકેશન (BARC Recruitment 2022 Last date of Online Application) કરવાની અંતિમ તારીખ છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. નીચે ટેબલમાં ઓનલાઈન અરજી કરવાની લિંક અને નોટિફીકેશનની લિંક આપવામાં આવેલી છે.
BARC Recruitment 2022: આ પોસ્ટ પર થશે ભરતી : સ્ટાઈપેન્ડીયરી તાલીમાર્થી કેટેગરી-1
કુલ પોસ્ટની સંખ્યા :71 (UR-27, EWS-8, OBC-18, SC-10, ST-7 અને PWD-1. સ્ટાઇપેન્ડરી તાલીમાર્થી કેટેગરી-2 ;કુલ પોસ્ટની સંખ્યા – 189 (UR-118, EWS-14, OBC-33, SC-23 અને PWD-1). સાયન્ટિફિક આસિસ્ટન્ટ/બી (સેફ્ટિ) (સીધી ભરતી) પોસ્ટની કુલ સંખ્યાઃ 01 (યુઆર). ટેકનિશિયન/બી (લાયબ્રેરી સાયન્સ) (સીધી ભરતી) કુલ પોસ્ટની સંખ્યા : 01 (PwBD – HH(PD), ટેકનિશિયન/બી (રિગર) (સીધી ભરતી) કુલ પોસ્ટની સંખ્યા : 04 (UR-1, EWS-1 અને SC-2)
BARC Recruitment 2022: શૈક્ષણિક લાયકાત
-સ્ટાઈપેન્ડરી તાલીમાર્થી કેટેગરી I, સંબંધિત એન્જિનિયરિંગમાં ડિપ્લોમા
-સ્ટાઈપેન્ડરી તાલીમાર્થી કેટેગરી-ll : A/C મિકેનિકમાં PLUS ટ્રેડ પ્રમાણપત્રમાં ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે SSC; ઇલેક્ટ્રિશિયન; ઇલેક્ટ્રોનિક મિકેનિક; ફિટર; ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક; મશીનિસ્ટ; ટર્નર; વેલ્ડર. આ ઉપરાંત બે વર્ષની માટે NTC (ITI પાસ આઉટ) અથવા એપ્રેન્ટિસશીપ તાલીમ પ્રોગ્રામ હેઠળ બે વર્ષની મુદતમાં NAC અથવા NTC (ITI પાસ આઉટ) એક વર્ષના સમયગાળા ઉપરાંત કોર્સ પૂરો થયા પછી એક વર્ષનો કાર્ય અનુભવ.
-લેબોરેટરી આસિસ્ટન્ટ : HSC સાયન્સમાં (ફિઝીક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ વિષયો સાથે) ઓછામાં ઓછા 60% ગુણ સાથે પાસ અથવા લેબોરેટરી આસિસ્ટન્ટમાં પ્લસ ટ્રેડ સર્ટિફિકેટમાં ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે SSC. આ ઉપરાંત બે વર્ષનું NTC (ITI પાસ આઉટ) અથવા એપ્રેન્ટિસશીપ તાલીમ પ્રોગ્રામ હેઠળ બે વર્ષનું NAC. અથવા NTC (ITI પાસ આઉટ) એક વર્ષનો સમયગાળો ઉપરાંત કોર્સ પૂરો થયા પછી એક વર્ષનો કાર્ય અનુભવ. અથવા એપ્રેન્ટિસશીપ તાલીમ યોજના હેઠળ એક વર્ષનું એનટીસી અને ન્યૂનતમ એક વર્ષની મુદતનું એનએસી.
-સાયન્ટિફિક આસિસ્ટન્ટ/બી (સેફ્ટી) : ડિપ્લોમાં એન્જીનીયરીંગ (50 ટકા માર્ક્સ સાથે) અથવા બીએસસી અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીમાં એક વર્ષ માટે ડિપ્લોમા/ સર્ટિફિકેટ.
-ટેક્નિશિયન/બી (લાઇબ્રરી સાયન્સ) : SSC (60 ટકા ગુણ સાથે) અથવા સાયન્સ સાથે HSC (ફિઝીક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ)માં ઓછામાં ઓછા 60 ટકા ગુણ. અને રાજ્ય સરકારના ટેકનિકલ એજ્યુકેશન બોર્ડ અથવા NTC (ITI પાસ આઉટ) દ્વારા જારી કરાયેલ લાઇબ્રેરી સાયન્સમાં એક વર્ષનું પ્રમાણપત્ર.
ટેક્નિશિયન/બી (રિગર) : ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે SSC અથવા સાયન્સ સાથે HSC (ફિઝીક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ)માં 60 ટકા ગુણ અને રાજ્ય સરકારના ટેકનિકલ એજ્યુકેશન બોર્ડ અથવા એનટીસી (આઈટીઆઈ પાસ આઉટ) દ્વારા બે વર્ષની અવધિનું રિગર ટ્રેડમાં એક વર્ષની મુદતનું પ્રમાણપત્ર.
અધિકૃત વેબસાઇટ “https://nrbapply.formflix.com પર જાઓ.
- ઉમેદવારોને વેબસાઇટના હોમ પેજ પર આપેલી સૂચનાઓ વાંચવાની સલાહ આપવામાં આવે છે. એક પોસ્ટ માટે માત્ર એક જ અરજી સ્વીકાર્ય છે.
- જો ઉમેદવાર એક કરતાં વધુ પોસ્ટ માટે અરજી કરવા માંગે છે, તો દરેક પોસ્ટ માટે અરજી અને ફી અલગથી સબમિટ કરવાની રહેશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર