Home /News /career /

BARC Recruitment 2022: ભાભા એટોમીક રિસર્ચ સેન્ટરમાં 266 જગ્યાની ભરતી, અહીંથી કરો અરજી

BARC Recruitment 2022: ભાભા એટોમીક રિસર્ચ સેન્ટરમાં 266 જગ્યાની ભરતી, અહીંથી કરો અરજી

BARC Recruitment 2022 : ભાભા એટોમિક રિસર્સ સેન્ટર બાર્કમાં 266 જગ્યાની ભરતી, અહીંથી કરો અરજી

BARC Recruitment 2022 : ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) દ્વારા 266 જગ્યાની ભરતીનું નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોકરી માટે અરજી કરવાની અંતિમ તારીખ નજીક છે. રસ ધરાવતા ઉમેદવારો અહીથી અરજી કરી શકે છે.

    BARC Recruitment 2022: મુંબઈના ભાભા એટોમીક રિસર્ચ સેન્ટર (Bhabha Atomic Research Centre) એટલે કે, BARC દ્વારા સ્ટાઈપેન્ડીયરી ટ્રેઈની કેટેગરી-1, સ્ટાઈપેન્ડીયરી ટ્રેઈની કેટેગરી-ll, સાયન્ટિફિક આસિસ્ટન્ટ/બી (સેફ્ટી), ટેકનિશિયન/બી (લાઈબ્રેરી સાયન્સ), અને ટેકનિશિયન/બી (રિગર)ની ભરતી (BARC Recruitment 2022) કરવામાં આવનાર છે. આ ભરતી દ્વારા કુલ 266 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જે માટે રસ ધરાવતા ઉમેદવારો 1 એપ્રિલ 2022થી 30 એપ્રિલ, 2022 સુધી અરજી કરી શકે છે. આ નોકરી માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ નજીક છે. રસ ધરાવતા ઉમેદવારો માટે નીચે ટેબલમાં અરજી કરવાની લિંક અને નોટિફીકેશન આપવામાં આવ્યું છે.

    BARC Recruitment 2022:  આ પોસ્ટ પર થશે ભરતી : સ્ટાઈપેન્ડીયરી તાલીમાર્થી કેટેગરી-1

    કુલ પોસ્ટની સંખ્યા :71 (UR-27, EWS-8, OBC-18, SC-10, ST-7 અને PWD-1.  સ્ટાઇપેન્ડરી તાલીમાર્થી કેટેગરી-2 ;કુલ પોસ્ટની સંખ્યા – 189 (UR-118, EWS-14, OBC-33, SC-23 અને PWD-1). સાયન્ટિફિક આસિસ્ટન્ટ/બી (સેફ્ટિ) (સીધી ભરતી) પોસ્ટની કુલ સંખ્યાઃ 01 (યુઆર).  ટેકનિશિયન/બી (લાયબ્રેરી સાયન્સ) (સીધી ભરતી) કુલ પોસ્ટની સંખ્યા : 01 (PwBD – HH(PD),  ટેકનિશિયન/બી (રિગર) (સીધી ભરતી) કુલ પોસ્ટની સંખ્યા : 04 (UR-1, EWS-1 અને SC-2)

    BARC Recruitment 2022:  શૈક્ષણિક લાયકાત

    -સ્ટાઈપેન્ડરી તાલીમાર્થી કેટેગરી I,  સંબંધિત એન્જિનિયરિંગમાં ડિપ્લોમા

    -સ્ટાઈપેન્ડરી તાલીમાર્થી કેટેગરી-ll : A/C મિકેનિકમાં PLUS ટ્રેડ પ્રમાણપત્રમાં ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે SSC; ઇલેક્ટ્રિશિયન; ઇલેક્ટ્રોનિક મિકેનિક; ફિટર; ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક; મશીનિસ્ટ; ટર્નર; વેલ્ડર. આ ઉપરાંત બે વર્ષની માટે NTC (ITI પાસ આઉટ) અથવા એપ્રેન્ટિસશીપ તાલીમ પ્રોગ્રામ હેઠળ બે વર્ષની મુદતમાં NAC અથવા NTC (ITI પાસ આઉટ) એક વર્ષના સમયગાળા ઉપરાંત કોર્સ પૂરો થયા પછી એક વર્ષનો કાર્ય અનુભવ.

    -લેબોરેટરી આસિસ્ટન્ટ : HSC સાયન્સમાં (ફિઝીક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ વિષયો સાથે) ઓછામાં ઓછા 60% ગુણ સાથે પાસ અથવા લેબોરેટરી આસિસ્ટન્ટમાં પ્લસ ટ્રેડ સર્ટિફિકેટમાં ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે SSC. આ ઉપરાંત બે વર્ષનું NTC (ITI પાસ આઉટ) અથવા એપ્રેન્ટિસશીપ તાલીમ પ્રોગ્રામ હેઠળ બે વર્ષનું NAC. અથવા NTC (ITI પાસ આઉટ) એક વર્ષનો સમયગાળો ઉપરાંત કોર્સ પૂરો થયા પછી એક વર્ષનો કાર્ય અનુભવ. અથવા એપ્રેન્ટિસશીપ તાલીમ યોજના હેઠળ એક વર્ષનું એનટીસી અને ન્યૂનતમ એક વર્ષની મુદતનું એનએસી.

    -પ્લાન્ટ ઓપરેટર :  વિજ્ઞાન પ્રવાહમાં HSC (ફિઝીક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ સાથે) ઓછામાં ઓછા 60% ગુણ.

    -સાયન્ટિફિક આસિસ્ટન્ટ/બી (સેફ્ટી) : ડિપ્લોમાં એન્જીનીયરીંગ (50 ટકા માર્ક્સ સાથે) અથવા બીએસસી અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીમાં એક વર્ષ માટે ડિપ્લોમા/ સર્ટિફિકેટ.

    -ટેક્નિશિયન/બી (લાઇબ્રરી સાયન્સ) : SSC (60 ટકા ગુણ સાથે) અથવા સાયન્સ સાથે HSC (ફિઝીક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ)માં ઓછામાં ઓછા 60 ટકા ગુણ. અને રાજ્ય સરકારના ટેકનિકલ એજ્યુકેશન બોર્ડ અથવા NTC (ITI પાસ આઉટ) દ્વારા જારી કરાયેલ લાઇબ્રેરી સાયન્સમાં એક વર્ષનું પ્રમાણપત્ર.

    આ પણ વાંચો : BECIL Recruitment 2022 : BECILમાં 80 જગ્યા માટે ભરતી, 33,450 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

    ટેક્નિશિયન/બી (રિગર) : ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે SSC અથવા સાયન્સ સાથે HSC (ફિઝીક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ)માં 60 ટકા ગુણ અને રાજ્ય સરકારના ટેકનિકલ એજ્યુકેશન બોર્ડ અથવા એનટીસી (આઈટીઆઈ પાસ આઉટ) દ્વારા બે વર્ષની અવધિનું રિગર ટ્રેડમાં એક વર્ષની મુદતનું પ્રમાણપત્ર.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા266
    શૈક્ષણિક લાયકાતદરેક પોસ્ટ માટે અલગ અલગ
    પસંદગી પ્રક્રિયાસ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા
    અરજી ફીઅરજી ફી
    DR /1 – રૂ.150DR /2 અને DR/3 – રૂ.100
    અરજી કરવાની અંતિમ તારીખ30-4-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    BARC Recruitment 2022:  વયમર્યાદા

    ST 1- 18 થી 24 વર્ષ
    ST 2 - 18 થી 22 વર્ષ
    DR 1 - 18 થી 30
    DR/2 અને DR/3 - 18 થી 25 વર્ષ

    BARC Recruitment 2022: સ્ટાઈપેન્ડરી ટ્રેની, સાયન્ટિફિક આસિસ્ટન્ટ, ટેકનિશિયનનો પગાર:

    પહેલું વર્ષ -રૂ.16000/- રૂ.10,500/-
    બીજું વર્ષ - રૂ.18000/- રૂ.12,500/-

    DR/1 સાયન્ટિફિક આસિસ્ટન્ટ/B (સેફ્ટિ) - રૂ. 35,400

    ડીઆર/2 ટેકનિશિયન/બી (લાયબ્રેરી સાયન્સ) - રૂ.21,700

    ડીઆર/3 ટેકનિશિયન/બી (રિગર) - રૂ.21,700

    સ્ટાઈપેન્ડરી તાલીમાર્થી I અને સાયન્ટિફિક આસિસ્ટન્ટ/બી ના પદો માટે પસંદગી પ્રક્રિયા

    સ્ટેજ : 1 - પ્રારંભિક કસોટી, સ્ટેજ : 2- એડવાન્સ ટેસ્ટ, સ્ટેજ : 3- સ્કિલ ટેસ્ટ

    સ્ટાઈપેન્ડરી તાલીમાર્થી II અને ટેકનિશિયન, સ્ટેજ : 1 - પ્રારંભિક કસોટી,  સ્ટેજ : 2- એડવાન્સ ટેસ્ટ

    આ પણ વાંચો : SBI SCO Recruitment : SBIમાં 18 SCOની ભરતી, અહીંથી કરો અરજી, આવેદન કરવાની અંતિમ તારીખ નજીક

    BARC Recruitment 2022:  કઇ રીતે કરશો અરજી?

    અધિકૃત વેબસાઇટ “https://nrbapply.formflix.com પર જાઓ.
    - ઉમેદવારોને વેબસાઇટના હોમ પેજ પર આપેલી સૂચનાઓ વાંચવાની સલાહ આપવામાં આવે છે. એક પોસ્ટ માટે માત્ર એક જ અરજી સ્વીકાર્ય છે.
    - જો ઉમેદવાર એક કરતાં વધુ પોસ્ટ માટે અરજી કરવા માંગે છે, તો દરેક પોસ્ટ માટે અરજી અને ફી અલગથી સબમિટ કરવાની રહેશે.

    અરજી ફી
    DR /1 – રૂ.150

    DR /2 અને DR/3 – રૂ.100
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Jobs Exams, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર