Home /News /career /BARC Recruitment: નર્સ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ સહિતની 36 પોસ્ટ માટે ભરતી, વાંચો સંપૂર્ણ વિગત

BARC Recruitment: નર્સ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ સહિતની 36 પોસ્ટ માટે ભરતી, વાંચો સંપૂર્ણ વિગત

બાર્કમાં ભરતી

BARC Recruitment 2022: નોટિફિકેશન મુજબ કુલ 36 જગ્યા ભરવામાં આવશે. આ પોસ્ટ્સ માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 12 સપ્ટેમ્બર, 2022ના રોજ અથવા તે પહેલાં અરજી કરી શકે છે.

    BARC Recruitment 2022 Notification: મુંબઈના ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC)એ નર્સ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ, સબ ઓફિસર સહિતની વિવિધ પોસ્ટ્સ માટે એમ્પ્લોયમેન્ટ ન્યૂઝમાં જાહેરાત નંબર 05/2022(R-I) હેઠળ નોટિફિકેશન પ્રકાશિત કરી છે. જે મુજબ કુલ 36 જગ્યા ભરવામાં આવશે. આ પોસ્ટ્સ માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 12 સપ્ટેમ્બર, 2022ના રોજ અથવા તે પહેલાં અરજી કરી શકે છે.

    ખાલી જગ્યાની વિગતો


    નર્સ/A - 13

    સાયન્ટિફિક આસિસ્ટન્ટ/B (પેથોલોજી) - 02

    સાયન્ટિફિક આસિસ્ટન્ટ/B (ન્યુક્લિયર મેડિસિન ટેક્નોલોજિસ્ટ) - 08

    સાયન્ટિફિક આસિસ્ટન્ટ/C (મેડિકલ સામાજિક કાર્યકર) - 01

    સબ ઓફિસર/B - 04

    સાયન્ટિફિક આસિસ્ટન્ટ/B (સિવિલ)-08

    યોગ્યતાના માપદંડ


    નર્સ/A: ધો. 12 અને ડિપ્લોમા ઇન નર્સિંગ એન્ડ મિડવાઇફરી (3 વર્ષનો અભ્યાસક્રમ) તેમજ ભારતમાં સેન્ટ્રલ/સ્ટેટ નર્સિંગ કાઉન્સિલની નર્સ તરીકે નોંધણી અથવા તો B.Sc. (નર્સિંગ) અથવા હોસ્પિટલમાં 3 વર્ષનો અનુભવ ધરાવતું નર્સિંગ 'એ' સર્ટિફિકેટ અથવા આર્મ્ડ ફોર્સીસમાંથી નર્સિંગ આસિસ્ટન્ટ વર્ગ-3 અને તેથી વધુનો અનુભવ જરૂરી છે.

    સાયન્ટિફિક આસિસ્ટન્ટ/B (પેથોલોજી) - 60 ટકા માર્ક્સ સાથે B.Sc. અને 60 ટકા માર્ક્સ સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેડિકલ લેબ ટેકનોલોજી (ડીએમએલટી) અથવા 60 ટકા માર્ક્સ સાથે B.Sc (મેડિકલ લેબ ટેકનોલોજી) કરેલું હોવું જોઈએ.

    સાયન્ટિફિક આસિસ્ટન્ટ/B (ન્યુક્લિયર મેડિસિન ટેક્નોલોજિસ્ટ) - 60% ગુણ સાથે B.Sc. તેમજ 50% ગુણ સાથે DMRIT/DNMT/DFIT (ડિપ્લોમા ઇન મેડિકલ રેડિયો-આઇસોટોપ ટેકનિક/ડિપ્લોમા ઇન ન્યૂક્લિયર મેડિસિન ટેકનોલોજી/ડિપ્લોમા ઇન ફ્યુઝન ઇમેજિંગ ટેકનોલોજી) અથવા સાથે 60% ગુણ સાથે B.Sc (ન્યુક્લિયર મેડિસિન ટેકનોલોજી) કરેલું હોવું જોઈએ.

    સાયન્ટિફિક આસિસ્ટન્ટ/C (મેડિકલ સામાજિક કાર્યકર) - મેડિકલ અને મનોચિકિત્સા/માનસિક સ્વાસ્થ્ય સામાજિક કાર્યના વિષયોમાં સ્પેશિયલાઈઝેશન અને 50% ગુણ સાથે મેડિકલ સોશિયલ વર્કમાં પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિગ્રી જરૂરી છે. હોસ્પિટલ આધારિત મેડિકલ અને માનસિક સામાજિક કાર્યમાં 2 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.

    સબ ઓફિસર/B- HSC (10+2) (રસાયણશાસ્ત્ર સાથે સાયન્સ) અથવા 50% ગુણ સાથે સમકક્ષ તેમજ નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુરમાંથી સબ-ઓફિસર કોર્સ પાસ કર્યો હોવો જોઈએ અને 12 વર્ષ (લીડીંગ ફાયરમેન તરીકે 5 વર્ષ)નો અનુભવ જરૂરી છે, જેમાંથી ઓછામાં ઓછો 2 વર્ષનો સંબંધિત અનુભવ જરૂરી લાયકાત મેળવ્યા પછીનો હોવો જોઈએ. અથવા ફાયરમેન/ડ્રાઈવર-કમ-ઓપરેટર તરીકેનો 15 વર્ષનો અનુભવ હોવો જોઈએ, જેમાંથી ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ જરૂરી લાયકાત મેળવ્યા પછીનો હોવો જોઈએ.

    આ પણ વાંચોઃ-Career Tips: જીવનમાં સફળનો મંત્ર! જીવનમાંથી નકારાત્મકતાને કઈ રીતે દૂર કરવી


    સાયન્ટિફિક આસિસ્ટન્ટ/B (સિવિલ) - ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા (SSC પછી 3 વર્ષ/ એચએસસી/HSC પછી 2 વર્ષ) જરૂરી છે. વધુ માહિતી માટે નોટિફિકેશન તપાસો.


    પસંદગી પ્રક્રિયા


    પસંદગી પ્રક્રિયા 3 તબક્કામાં ટેસ્ટથી કરવામાં આવશે.

    પ્રથમ તબક્કો- પ્રિલિમિનરી ટેસ્ટઃ ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવા માટે સ્ક્રીનિંગ પરીક્ષાઓ યોજાશે.

    બીજો તબક્કો - એડવાન્સ ટેસ્ટ: સ્ટેજ 1માં સ્ક્રીન કરવામાં આવેલા તમામ ઉમેદવારોને તેમના ટ્રેડમાં સ્ટેજ 2 (એડવાન્સ ટેસ્ટ)માં આગળ વધવા દેવામાં આવશે.

    આ પણ વાંચોઃ-Gujarat Bsc Nursing Admission: 25 ઓગસ્ટથી શરૂ થશે ગુજરાત B.Sc નર્સિંગ માટે એડમિશન, જાણો કેવી રીતે કરવી અરજી


    ત્રીજો તબક્કો - સ્કિલ ટેસ્ટ: સ્ટેજ -2 પછી તૈયાર કરવામાં આવેલા મેરિટ લિસ્ટના આધારે ઉમેદવારોને સ્ટેજ 3 (સ્કિલ્સ ટેસ્ટ) માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે.

    કઈ રીતે કરવી અરજી?


    રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ recruit.barc.gov.in મારફતે How to apply વિકલ્પ પર ક્લિક કરીને ઓનલાઇન અરજી કરી શકે છે. અંતિમ તારીખ આવે તે પહેલા વહેલી ટેક અરજી કરી દેવી ઉમેદવારો માટે હિતાવહ છે.
    Published by:ankit patel
    First published:

    Tags: BARC, Career News, Government jobs, Jobs and Career, Recruitment, Recruitment 2022, Sarkari Naukri

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन