Jobs for 12th Pass: ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં ધો-12 પાસ માટે નોકરીની તક, 34 હજાર સુધી મળશે પગાર, ફટાફટ કરો અપ્લાય

ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં (BARC) ધોરણ-12 પાસ માટે નોકરીની તક છે. (પ્રતીકાત્મક તસવીર)

BARC Recruitment 2021: ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં કાયમી નોકરી મેળવવાની સુવર્ણ તક, 15 ઓક્ટોબર પહેલા કરો અરજી

  • Share this:
    BARC Recruitment 2021: ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં (BARC) ધોરણ-12 પાસ માટે નોકરીની તક છે. BARCએ ડ્રાઇવર કમ પંપ ઓપરેટર કમ ફાયરમેન અને સબ સબ ઓફિસર પદ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. કેમેસ્ટ્રી વિષયની સાથે સાયન્સ સ્ટ્રીમમાં ધોરણ-12 પાસ યુવાઓ અરજી કરી શકે છે. નોટિફિકેશન અનુસાર BARCમાં ડ્રાઇવર કમ પંપ ઓપરેટર અને સબ ઓફિસર પદ માટે કુલ 20 વેકન્સી છે. તેમાંથી 16 વેકન્સી ડ્રાઇવર કમ પંપ ઓપરેટર અને 4 વેકન્સી સબ ઓફિસર પદ માટે છે. આ પદો માટે અભ્યર્થીઓની પસંદગી લેખિત પરીક્ષા અને ફિઝિકલ ટેસ્ટના માધ્યમથી થશે.

    BARCમાં ભરતી માટે અરજી સ્પીડ પોસ્ટના માધ્યમથી કરવાની છે. ઉમેદવાર અરજી BARCની વેબસાઇટ http://www.barc.gov.in/careers/ થી ડાઉનલોડ કરી શકે છે. અરજી ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજોની સાથે મોકલવાનું સરનામું છે, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર-III, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, પી.બી. નંબર-1, એલવાલ, મૈસૂર-571130 છે. અરજી પહોંચાડવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર, 2021 છે.

    BARC Recruitment 2021: વેકન્સીનું વિવરણ
    ડ્રાઇવર કમ પંપ ઓપરેટર-16 પદ
    પે મેટ્રિકસ- લેવલ-3
    એન્ટ્રી પે- 21700 + ભથ્થા

    જરૂરી લાયકાતઃ ઉમેદવાર કેમેસ્ટ્રી વિષયની સાથે સાયન્સ સ્ટ્રીટમાં ધોરણ-12 હોવા જોઈએ ધોરણ-12માં ઓછામાં ઓછા 50 ટકા માર્ક આવેલા હોવા જોઈએ. તેની સાથે જ હેવી વ્હીકલનું ડ્રાઇવિંગ લાઇસન્સ અને ઓછામાં ઓછો એક વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ પણ જરૂરી છે. તેની સાથે ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ્સનું સર્ટિફિકટ કોર્સ કરેલો હોવો જોઈએ.

    આ પણ વાંચો, TCSએ મોટાપાયે શરૂ કર્યું ભરતી અભિયાન, જાણો અરજી કરવાની પ્રક્રિયા અને શું હોવી જોઈએ શૈક્ષણિક લાયકાત

    BARC Recruitment 2021: સબ ઓફિસર

    કુલ- 04 પદ
    પે મેટ્રિક્સ- લેવલ-06
    એન્ટ્રી પે- 35,400 રૂપિયા અને ભથ્થા

    જરૂરી લાયકાતઃ ઉમેદવાર કેમેસ્ટ્રી વિષયની સાથે સાયન્સ સ્ટ્રીટમાં ધોરણ-12 હોવા જોઈએ ધોરણ-12માં ઓછામાં ઓછા 50 ટકા માર્ક આવેલા હોવા જોઈએ. તેની સાથે નેશનલ ફાયર સર્વિસ કોલેજથી સબ ઓફિસરનો કોર્સ કરેલો હોવો જોઈએ. હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાઇસન્સવાળા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.

    આ પણ વાંચો, Railway Jobs 2021: રેલવેમાં આ પદો પર પરીક્ષા આપ્યા વગર થશે ભરતી, 35 હજાર રૂપિયા મળશે સેલરી

    BARC Recruitment 2021: ફિઝિકલ સ્ટાન્ડર્ડ
    લંબાઈ- 165 સેન્ટીમીટર
    વજન- ઓછામાં ઓછું 50 કિલોગ્રામ
    સામાન્ય ચેસ્ટ- 81 સેન્ટીમીટર
    ફુલાવ્યા બાદ ચેસ્ટ- 86 સેન્ટીમીટર
    વિઝન- 6/6 ચશ્મા વગર, આંખની બીમારીની સમસ્યાવાળા ઉમેદવાર અયોગ્ય ગણાશે
    ઉંમર મર્યાદ- લઘુત્તમ 18 વર્ષ અને સામાન્ય વર્ગ તથા ઇડબલ્યૂએસ માટે મહત્તમ 27 વર્ષ, 30 વર્ષ ઓબસીસી માટે અને 32 વર્ષ SC/ST ઉમેદવારો માટે.

    નોટિફિકેશન વાંચવા માટે અહીં ક્લિક કરો...
    Published by:Mrunal Bhojak
    First published: