ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર- BARC (BARC Recruitment 2022) એ OCES 2022 અને DGFS 2022 માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન (Apply Online) પ્રક્રિયા આજે એટલે કે 18 જાન્યુઆરી, 2022ના રોજથી તેની ઓફિશ્યલ વેબસાઇટ - barc.gov.in. પરથી શરૂ કરી દીધી છે. રસ ધરાવતા ઉમેદવારો BARC OCES DGFC 2022 માટે 11 ફેબ્રુઆરી 2022ના રોજ અથવા તે પહેલાં નોંધણી કરાવવાની રહેશે. નોંધણી પછી ઉમેદવારોએ તેમની અરજી 12 ફેબ્રુઆરી, 2022 સુધીમાં સબમિટ કરવાની રહેશે. જેઓ કોર્સ પૂર્ણ કરે છે તેઓને DAE યુનિટ અથવા એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડમાંથી એકમાં વૈજ્ઞાનિક અધિકારી 'C' તરીકે ભરતી કરવામાં આવશે.
ક્વોલિફાય ઉમેદવારો માટે ઇન્ટરવ્યૂ સ્લોટ પસંદ કરવા માટે ઑનલાઇન એપ્લિકેશન પોર્ટલ પર ઉપલબ્ધતા ઓપ્શન - 30 એપ્રિલ 2022થી 04 એપ્રિલ 2022
સિલેક્શન ઇન્ટરવ્યૂ – 14 જૂનથી 31 જૂલાઇ, 2022
ઓનલાઈન એપ્લિકેશન પોર્ટલ પર OCES-2022 માટે પસંદ કરાયેલા ઉમેદવારોની યાદીની જાહેરાત - 18 ઓગસ્ટ 2022
ડીજીએફએસ સંસ્થામાં M. Tech I M.Chem એન્જીનિયરીંગમાં પ્રવેશની વિગતો આપવા માટે DGFSના ઇચ્છુક OCES-2022 ઉમેદવારો માટે છેલ્લી તારીખ – 20 ઓગસ્ટ, 2022
ઓનલાઈન એપ્લિકેશન પોર્ટલ પર DGFS-2022 માટે પસંદ કરાયેલા ઉમેદવારોની લીસ્ટની જાહેરાત - સપ્ટેમ્બર 2022ના બીજા સપ્તાહમાં
કેટલો મળશે પગાર
સાયન્ટિફિક ઓફિસરના પદ પર પસંદગી પામનારા ઉમેદવારોને ટ્રેનિંગ પીરિયડ દરમિયાન માસિક રૂ. 55,000 સ્ટાઇપેન્ડ અને અને એક વખત બુક અલાઉન્સ રૂ. 18,000 મળશે.
જ્યારે પગાર તરીકે 7મા સેન્ટ્રલ પે કમિશન પે મેટ્રિક્સ હેઠળ રૂ. 56,100 મળશે.
શૈક્ષણિક લાયકાત
આ પદ માટે જે ઉમેદવારે સંબંધિત વિષયમાં 60 ટકા માર્ક્સ સાથે ગ્રેજ્યુએશન અથવા માસ્ટર ડિગ્રી મેળવેલી હોય તેઓ અરજી કરી શકે છે. વધુ જાણકારી માટે તમે ઓફિશ્યલ નોટિફીકેશન તપાસી શકો છો.
આ પદમાં જનરલ કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે 26 વર્ષ, ઓબીસી માટે 29 વર્ષ અને એસસી/એસટીના ઉમેદવારો માટે 31 વર્ષની વય મર્યાદા રાખવામાં આવી છે. ફોર્મ માટેની અરજી ફી રૂ. 500 રાખવામાં આવી છે.
જગ્યા
BARC OCES DGFC 2022
શૈક્ષણિક લાયકાત
સંબંધિત વિષયમાં 60 ટકા માર્ક્સ સાથે ગ્રેજ્યુએશન અથવા માસ્ટર ડિગ્રી
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી માટે સૌ પ્રથમ ઓનલાઇન પરીક્ષા લેવામાં આવશે. આ ઉપરાંત ગેટમાં તમે મેળવેલા સ્કોરને પણ ધ્યાનમાં લેવાશે. મેરીટના આધારે પાસ થયેલા ઉમેદવારને ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે.
ઉમેદવારની પસંદગી માટે સૌ પ્રથમ ઓનલાઇન પરીક્ષા લેવામાં આવશે. આ ઉપરાંત ગેટમાં તમે મેળવેલા સ્કોરને પણ ધ્યાનમાં લેવાશે. મેરીટના આધારે પાસ થયેલા ઉમેદવારને ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે.
મહત્વની તારીખ
અરજી કરવાની પ્રારંભિક તારીખ – 17, જાન્યુઆરી, 2022
અરજી કરવાની અંતિમ તારીખ – 11 ફેબ્રુઆરી, 2022
અરજી સબમિટ કરવાની અંતિમ તારીખ – 12 ફેબ્રુઆરી, 2022