Home /News /career /

Banks Recruitment: SBIથી લઈને ઈન્ડિયન બેન્કમાં ભરતી, ચાલુ અઠવાડિયે અરજી કરી શકાય તેવી સરકારી નોકરીઓની યાદી

Banks Recruitment: SBIથી લઈને ઈન્ડિયન બેન્કમાં ભરતી, ચાલુ અઠવાડિયે અરજી કરી શકાય તેવી સરકારી નોકરીઓની યાદી

બેન્કમાં નોકરી

Banks jobs recruitments: નિવૃત્ત અધિકારીઓની ખાલી પડેલ જગ્યાઓ પર ભરતી કરવા માટે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (State bank Of India) થી લઈને IDBI બેન્કમાં એક્ઝીક્યુટીવ પોસ્ટ સહિત અન્ય જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે.

    શું તમે હાલમાં નોકરી શોધી રહ્યા છો? તો નોકરી મેળવવા માટે તમારા પાસે ગોલ્ડન ચાન્સ છે. અહીંયા રજિસ્ટ્રેશન પ્રોસેસ સાથે સરકારી નોકરીનું લિસ્ટ રજૂ કરવામાં આવ્યું છે. નિવૃત્ત અધિકારીઓની ખાલી પડેલ જગ્યાઓ પર ભરતી કરવા માટે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (State bank Of India) થી લઈને IDBI બેન્કમાં એક્ઝીક્યુટીવ પોસ્ટ સહિત અન્ય જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરીને બેન્કમાં નોકરી મેળવવાનું સપનું પૂરું કરી શકે છે.

    સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં ભરતી (SBI Recruitment 2022)

    સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ નિવૃત્ત થયેલ અધિકારીઓની ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારોએ 7 જૂન 2022 સુધીમાં અરજી કરવાની રહેશે (SBI Recruitment last date). આ અરજીઓ કોન્ટ્રાક્ટ બેઝ પર છે. ઓનલાઈન અરજીના માધ્યમથી 641 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારોએ બેન્કની અધિકૃત વેબસાઈટ  https://sbi.co.in/web/careers પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

    ઈન્ડિયન બેન્કમાં ભરતી (Indian Bank SO Recruitment 2022)

    ઈન્ડિયન બેન્કે સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO) ના પદ પર ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. ઈચ્છુક પાત્રતા ધરાવનાર ઉમેદવારોએ આ ભરતી માટે જાહેર કરેલ નોટિફિકેશનન યોગ્ય રીતે વાંચી લેવું જોઈએ. આ પદ માટે ઈન્ડિયન બેન્કની અધિકૃત વેબસાઈટ  https://www.indianbank.in/career/#! પર 24 મે 2022થી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. ઉમેદવારોએ અંતિમ તારીખ પહેલા આ પોસ્ટ માટે અરજી કરી દેવી.

    આ પણ વાંચોઃ-Government job: આ અઠવાડિયામાં DRDO, BSF, Banking, MHA સહિતની સરકારી નોકરીઓ પર કરો અરજી

    બેન્ક ઓફ બરોડામાં ભરતી (Bank of Baroda Recruitment 2022)

    બેન્ક ઓફ બરોડાએ ચીફ લર્નિંગ ઓફિસર (CLO), ડેપ્યુટી ચીફ ટેકનોલોજી ઓફિસર (Dy. CTO) ના પદ માટે ભરતી બહાર પાડી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારોએ બેન્કની અધિકૃત વેબસાઈટ  https://www.bankofbaroda.in/career/current-opportunities પરથી 10 જૂન, 2022 પહેલા અરજી કરવી.

    આ પણ વાંચોઃ-Career tips: ધોરણ 10 પછી ITIમાં પણ છે ઢગલાબંધ કોર્સ, જાણો કેવીરીતે બની શકે કારકિર્દી

    IDBI બેન્ક ભરતી (IDBI Bank Recruitment 2022)

    IDBI બેન્ક લિમિટેડે કોન્ટ્રાક્ટ બેઝ પર એક્ઝીક્યુટીવ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ ‘A’ તરીકેની પોસ્ટ માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારોએ બેન્કની અધિકૃત વેબસાઈટ https://www.idbibank.in/apply-now.aspx#Apply-Onlineપરથી 17 જૂન, 2022 પહેલા ઓનલાઈન અરજી કરવાની રહેશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Banking Jobs, Career News, Jobs and Career, Recruitment, Recruitment 2022

    આગામી સમાચાર