Home /News /career /Banking Jobs: દેશભરની બેંકોમાં ખાલી છે હજારો પોસ્ટ, અહીંયાથી જાણો કઈ બેંકમાં કેટલી છે જગ્યા
Banking Jobs: દેશભરની બેંકોમાં ખાલી છે હજારો પોસ્ટ, અહીંયાથી જાણો કઈ બેંકમાં કેટલી છે જગ્યા
SDBI Recruitment 2022 : બેન્કમાં નોકરીની (Banking Jobs) શોધ કરી રહેલા ઉમેદવારો માટે એક્ઝિમ બેંકમાં નોકરીની તક
PSB Jobs: પબ્લિક સેક્ટર બેન્કિંગમાં 41,117 જગ્યાઓ ખાલી છે. જ્યારે 8,05,986 જગ્યાઓ મંજૂર, અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા દરેક બેન્કની ભરતીની સીધી માહિતી મળશે
Banking Jobs અમિત દેશમુખ, નવી દિલ્હી : જો તમે બેન્કિંગ ક્ષેત્રમાં (Banking Jobs) નોકરી માટે તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે ખૂબ સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે વિવિધ બેન્કોમાં કેટલી (Vacancy in PSB) જગ્યા ખાલી છે અને ક્યા ભરતી છે તેના વિશે એક માહિતી પ્રસ્તુત કરી છે. દેશની કેટલીક પબ્લિક સેક્ટરપરની બેન્કોમાં બમ્પર ભરતીઓ (Huge Vacancy in Banking Josb) આવશે. નાણામંત્રીએ (Finance Ministers Report on Banking Vacancy) રજૂ કરેલા અહેવાલ મુજબ દેશમાં બેન્કિંગ ક્ષેત્રમાં 40,000 કરતાં વધુ (More 40,000 Banking Posts Are Vacant) જગ્યાઓ ખાલી છે. આ જગ્યાઓ ઓફિસર, સબઓર્ડિનેટ સ્ટાફ, ક્લર્કની છે. સંસદમાં પૂછાયેલા સવાલના જવાબમાં આ માહિતી રજૂ કરવામાં આવી હતી. .દેશની પબ્લિક સેક્ટર બેન્કિંગમાં 8, 05, 986 જગ્યાઓ મંજૂર થયેલી છે જ્યારે 1 ડિસેમ્બર 2021ની સ્થિતિ મુજબ જુદી જુદી બેન્કોમાં કુલ 41,1777 જગ્યાઓ ખાલી છે
આ બેન્કોમાં છે સૌથી વધુ ખાલી છે જગ્યા
નાણા મંત્રાલયના આ અહેવાલ મુજબ દેશની જુદી જુદી બેન્કોમાં જે ભરતી છે તેમાં સૌથી વધુ જગ્યા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં (SBI Vacancy) ખાલી છે. આ બેન્કમાં સબ ઓર્ડિનેટ્સની જગ્યા નથી પરંતુ લોવલ લેવલ ઓફિશિયલ્સ અને ઓફિસરની પુષ્કળ જગ્યાઓ ખાલી છે. એસબીઆઈમાં 3423 ઓફિસર અને 5121 બેન્ક સ્ટાફની જગ્યા ખાલી છે. બીજી સૌથી વધુ ખાલી જગ્યા પંજાબ નેશનલ બેન્કમાં છે.
પીએનબીમાં (PNB Vacancy) ઓફિસરની 1210 જગ્યા ખાલી છે. અને 716 ક્લાર્કની જગ્યા ખાલી છે. જ્યારે સૌથી વધુ 4817 સબઓર્ડિનેટ્સની જગ્યા ખાલી છે. સૌથી વધુ ખાલી જગ્યા ઘરાવતી બેન્કમાં ત્રીજી નંબરે છે સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા. (Central Bank of Indian Vacancy) આ બેન્કમાં ઓફિસરની 3528 જગ્યા ખાલી છે જ્યારે 1726 જગ્યા ક્લાર્કની ખાલી છે. અને 1041 જગ્યા સબ ઓર્ડિનેટની ખાલી છે.
નાણા મંત્રાલયના અહેવાલ મુજબ સૌથી ઓછી ખાલી જગ્યા ધરાવતી બેન્કમાં 12 બેન્કોનો સમાવેશ થાય છે. આ અહેવાલ મુજબ બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં અને બેન્ક ઓફ બરોડામાં સૌથી ઓછી ખાલી જગ્યા છે. બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં 190 અને બેન્ક ઓફ બરોડામાં 15 જગ્યા ખાલી છે.
પહેલાં PSBની સંખ્યા 27 હતી હવે ઘટીને 12 થઈ છે.
અગાઉ પબ્લિક સેક્ટર બેન્કની સંખ્યા 27 હતી. જોકે, દેશની બેન્કોના મર્જર બાદ હવે ફક્ત 12 પબ્લિક સેકર્ટર બેન્ક કાર્યરત છે.
જુદા જુદા ગ્રેડનો પગાર
બેન્કિંગ ક્ષેત્રમાં કામ કરતા અનુપમ ત્રિવેદી મુજબ બેન્કમાં કામ કરતા સબ ઓર્ડિનેટ્સમાં ઓફિસ બોઇઝ અને અન્ય કર્મચારીનો સમાવેશ થાય છે. આ જગ્યા માટે 10 પાસ હોવું અનિવાર્ય છે. આ જગ્યાઓ ઓનલાઇન પરીક્ષા દ્વારા ભરાય છે. સબ ઓર્ડિનેટ સ્ટાફનો પગાર 10થી 12 હજારની વચ્ચે હોય છે.
ઓફિસરની જેને બેન્ક પીઓ (પ્રોબેશનરી ઓફિસર0 કહેવામાં આવે છે તેમનો પગાર 30-35 હજારની વચ્ચે હોય છે અને ક્લાર્ક (ઓફિસ આસિસ્ટન્ટ)નો પગાર 20-25 હજારની વચ્ચે હોય છે. બેન્કના પીઓ માટે આઈબીપીએસની પરીક્ષા દ્વારા ભરતી કરવામાં આવે છે.