Home /News /career /Bank Recruitment 2022: બેંક ઓફ બરોડાએ 340થી વધુ ખાલી જગ્યાઓ માટે રીક્રુટમેન્ટની કરી જાહેરાત, ગ્રેજ્યુએટ્સ કરી શકે છે અપ્લાય

Bank Recruitment 2022: બેંક ઓફ બરોડાએ 340થી વધુ ખાલી જગ્યાઓ માટે રીક્રુટમેન્ટની કરી જાહેરાત, ગ્રેજ્યુએટ્સ કરી શકે છે અપ્લાય

બેંક ઓફ બરોડાએ 340થી વધુ ખાલી જગ્યાઓ માટે રીક્રુટમેન્ટની કરી જાહેરાત

BOB Recruitment 2022: આ રીક્રુટમેન્ટ ડ્રાઇવનો હેતુ કુલ 346 ખાલી જગ્યાઓ ભરવાનો છે. જેમાંથી સિનિયર રિલેશનશિપ મેનેજરની પોસ્ટ માટે 320 ખાલી જગ્યાઓ છે, ઈ-વેલ્થ રિલેશનશિપ મેનેજર માટે 24, ગ્રુપ સેલ્સ હેડ (વર્ચ્યુઅલ RM - સેલ્સ હેડ) માટે 1 પોસ્ટ, અને ઓપરેશન હેડ વેલ્થ માટે 1 જગ્યા છે. યોગ્ય ઉમેદવારો 20 ઓક્ટોબર સુધી અરજી ફોર્મ ભરી શકે છે.

વધુ જુઓ ...
    Bank of Baroda Recruitment 2022:બેંક જોબ માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે બેંક ઓફ બરોડા (BOB) માં અરજી કરવાની તક છે. બેંક ઓફ બરોડા (BOB) સિનિયર રિલેશનશિપ મેનેજર (Relationship manager), ઈ-વેલ્થ રિલેશનશિપ મેનેજર (Wealth Relationship manager), ગ્રુપ સેલ્સ હેડ (વર્ચ્યુઅલ RM- સેલ્સ હેડ) અને ઑપરેશન્સ હેડ-વેલ્થ(Operation head_wealth) જેવા વિવિધ પદો માટે અરજીઓ મંગાવી રહી છે. આ પોસ્ટ માટે રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારો બેન્ક ઓફ બરોડાની ઓફિશિયલ વેબસાઈટ bankofbaroda.in પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે.

    આ રીક્રુટમેન્ટ ડ્રાઇવનો હેતુ કુલ 346 ખાલી જગ્યાઓ ભરવાનો છે. જેમાંથી સિનિયર રિલેશનશિપ મેનેજરની પોસ્ટ માટે 320 ખાલી જગ્યાઓ છે, ઈ-વેલ્થ રિલેશનશિપ મેનેજર માટે 24, ગ્રુપ સેલ્સ હેડ (વર્ચ્યુઅલ RM - સેલ્સ હેડ) માટે 1 પોસ્ટ, અને ઓપરેશન હેડ વેલ્થ માટે 1 જગ્યા છે. યોગ્ય ઉમેદવારો 20 ઓક્ટોબર સુધી અરજી ફોર્મ ભરી શકે છે.

    આ પણ વાંચો:  Open Interview: આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ઓપન ઇન્ટરવ્યુ, તેમજ જાણો કઈ સંસ્થાએ પ્રોવોસ્ટના પદ માટે મંગાવી અરજીઓ?

    કોણ અરજી કરી શકે છે?

    માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સંબંધિત વિષયમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. જ્યારે વયમર્યાદાના માપદંડ અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ છે. નિયમ મુજબ01 ઓક્ટોબર 2022ના રોજ સિનિયર રિલેશનશિપ મેનેજરની પોસ્ટ માટે 24 વર્ષથી 40 વર્ષ, ઈ-વેલ્થ રિલેશનશિપ મેનેજર પોસ્ટ માટે 23 વર્ષથી 35 વર્ષ, ગ્રુપ સેલ્સ હેડ (વર્ચ્યુઅલ RM સેલ્સ હેડ) પોસ્ટ માટે 31 વર્ષથી 45 વર્ષ અને ઓપરેશન હેડ-વેલ્થ પોસ્ટ માટે વય મર્યાદા 35 વર્ષથી 50 વર્ષ હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા સંબંધિત મહત્વપૂર્ણ માહિતી માટે નોકરી અંગેની સત્તાવાર નોટિફિકેશન ધ્યાનથી વાંચવી.

    કેવી રીતે અરજી કરવી?

    • સૌથી પહેલા BOBની વેબસાઇટ bankofbaroda.in પર જાઓ.

    • હોમપેજ પર 'Current Opportunities' પર ક્લિક કરો

    • અરજી કરવા માગતા હોવ તે પોસ્ટ્સ હેઠળ 'Apply Now' લિંક પર ક્લિક કરો

    • જરૂરી વિગતો ભરો, ફી ભરો અને ફોર્મ સબમિટ કરો.

    • ભવિષ્યના સંદર્ભ માટે કન્ફોર્મેશન ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ લઇ રાખો


    અરજી ફી

    જનરલ અને ઓબીસી ઉમેદવારો માટે અરજી ફી અને ઇન્ટિમેશન ફી (નોન-રિફંડેબલ) રૂ. 600 (વત્તા લાગુ પડતા GST અને ટ્રાન્ઝેક્શન ચાર્જિસ) અને SC/ST/PWD/મહિલા ઉમેદવારો માટે 100 (માત્ર ઇન્ટિમેશન શુલ્ક - નોન-રિફંડેબલ) (વત્તા લાગુ GST અને ટ્રાન્ઝેક્શન શુલ્ક) છે.

    આ  પણ વાંચો: Career Tips: ફિલસૂફી અને ધર્મમાં PG કોર્સ કરી બનાવી શકો છો તમારું કરિયર

    પસંદગી પ્રક્રિયા

    લાયક ઉમેદવારોની પસંદગી વ્યક્તિગત ઇન્ટરવ્યુ અને/અથવા ગ્રુપ ડિસ્કશન અને/અથવા અન્ય કોઈપણ સિલેક્શન પ્રોસેસથી શોર્ટલિસ્ટિંગ બાદ આગળના રાઉન્ડ પર આધારિત હશે. રીક્રુટમેન્ટ સંબંધિત વધુ માહિતી માટે તમે વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.
    First published:

    Tags: BOB

    विज्ञापन
    विज्ञापन