Home /News /career /BOI Recruitment 2022: બેન્ક ઓફ ઈન્ડિયામાં ઓફિર્સની 696 જગ્યા પર ભરતી, અહીંથી કરો અરજી
BOI Recruitment 2022: બેન્ક ઓફ ઈન્ડિયામાં ઓફિર્સની 696 જગ્યા પર ભરતી, અહીંથી કરો અરજી
Bank of India Recruitment 2022 : બેન્ક ઓફ ઈન્ડિયાની ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા કરો અરજી
Bank of Indian Recruitment 2022 : : બેંક ઓફ ઇન્ડિયા (BOI) દ્વારા કાયમી અને કોન્ટ્રાક્ટ પરની કુલ 696 જગ્યાઓની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.
BOI Recruitment 2022: બેંક ઓફ ઇન્ડિયા (BOI) દ્વારા ઇકોનોમિસ્ટ, આંકડાશાસ્ત્રી, રિસ્ક મેનેજર, ક્રેડિટ એનાલિસ્ટ, ક્રેડિટ ઓફિસર્સ, આઇટી ઓફિસર - ડેટા સેન્ટર, મેનેજર અને સિનિયર મેનેજરની 696 ખાલી જગ્યાઓ (Bank of India Recruitment 2022) ભરવા માટે અધિકારીઓની ભરતી કરવાનો વિચારી થઈ રહ્યો છે. આ ભરતી અભિયાન હેઠળ 594 ઉમેદવારોને રેગ્યુલર ધોરણે અને બાકીના 102 ઉમેદવારોને કરારના ધોરણે લેવામાં આવશે.
આ પોસ્ટ્સ પર અરજી કરવાની લિંક આગામી 26 એપ્રિલના રોજ મળશે થશે. આ લિંક 10 મે સુધી ઉપલબ્ધ રહેશે. ઇચ્છુક ઉમેદવારો બેંકની વેબસાઇટ www.bankofindia.co.in પર Career વિભાગ પર જઈને અરજી કરી શકે છે. નોંધણી કરાવનાર ઉમેદવારોને ઓનલાઇન પરીક્ષા માટે બોલાવવામાં આવશે. આ પરીક્ષા અમદાવાદ, બેંગલુરુ, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઇ, દહેરાદૂન, દિલ્હી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કોલકાતા, લખનઉ, મુંબઇ, પણજી, પટના, રાયપુર, રાંચી, શિમલા અને તિરુવનંતપુરમમાં લેવામાં આવશે.
BOI Recruitment 2022: મહત્વની તારીખો
ઓનલાઈન અરજીની શરૂઆતની 26 એપ્રિલ, 2022થી થશે અને અરજીની છેલ્લી તારીખ 10 મે, 2022 છે. પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
ક્રેડિટ ઓફિસર્સ - કોઈપણ વિદ્યાશાખામાં ઓછામાં ઓછા 60% માર્કસ સાથે ડિગ્રી (સ્નાતક) તેમજ પ્રતિષ્ઠિત સંસ્થામાંથી ફાયનાન્સ / બેંકિંગ અને ફાઈનાન્સમાં સ્પેશિયલાઈઝેશન સાથે MBA / PGDBM / PGDM / PGBM / PGDBA. તેમજ કોમર્સ /સાયન્સ / ઇકોનોમિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ડીગ્રી અથવા CA / ICWA / CS ઓછામાં ઓછા ત્રણ મહિના માટે કમ્પ્યુટર કોર્સનું સર્ટિફિકેશન અથવા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અથવા સ્નાતક સ્તરે અથવા તે પછીના વિષયોમાંથી એક સંબંધિત પેપર ફરજિયાત છે.
રિસ્ક મેનેજર - ગ્લોબલ એસોસિએશન ઓફ રિસ્ક (જીએઆરપી) તરફથી ફાઇનાન્સિયલ રિસ્ક મેનેજમેન્ટમાં સર્ટિફિકેશન અથવા PRIMA ઇન્સ્ટિટ્યૂટમાંથી પ્રોફેશનલ રિસ્ક મેનેજમેન્ટ સર્ટિફિકેશન અથવા સીએફએ ઇન્સ્ટિટ્યૂટના ચાર્ટર્ડ ફાઇનાન્સિયલ એનાલિસ્ટ (CFA) હોલ્ડર અથવા CA / ICWA એ અથવા સર્ટિફાઇડ ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ ઓડિટર (CISA) સર્ટિફિકેટ/ ICIA / ISACAમાંથી ડિપ્લોમા ઓફ ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ ઓડિટર (DISA).
ક્રેડિટ એનાલિસ્ટ - ફાઇનાન્સ / PGDMમાં બે વર્ષ ફુલટાઇમ MBA / ફાઇનાન્સમાં / CA / ICWA.
ટેક અપ્રેઝલ - સંબંધિત પ્રવાહોમાં BE અથવા સંબંધિત પ્રવાહમાં માસ્ટર્સ / પીજી ડિપ્લોમા સાથે એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી.
IT ઓફિસર – ડેટા સેન્ટર - ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે CSE / IT / E&Cમાં BE / B.Tech અથવા HTN માન્ય યુનિવર્સિટી/ઇન્સ્ટિટ્યૂટમાંથી MCA / M.Sc (IT)માં ફર્સ્ટ ડિવિઝન
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
696
શૈક્ષણિક લાયકાત
તમામ જગ્યાઓ માટે અલગ અલગ
પસંદગી પ્રક્રિયા
સ્પર્ઘાત્મક પરીક્ષા ઈન્ટરવ્યૂ અને ગ્રુપ ડિસ્કશનના આધારે
અરજી કરવાની ફી
- SC / ST / PWD - રૂ।. 175/- (માત્ર ઇન્ટિમેશન ચાર્જિસ)- જનરલ અને અન્ય - રૂ।. 850/- (અરજી ફી + ઇન્ટિમેશન ચાર્જિસ)