Home /News /career /

BOI SO Recruitment: બેન્ક ઓફ ઈન્ડિયામાં 594 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી

BOI SO Recruitment: બેન્ક ઓફ ઈન્ડિયામાં 594 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી

Bank of India Recruitment 2022 : બેન્ક ઓફ ઈન્ડિયાની ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા કરો અરજી

Bank of India SO Recruitment 2022 : બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા (BOI) દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસરની (SO)ની 594 જગ્યા માટે ભરતીની જાહેરાત બહાર પડી છે, રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.

    BOI SO Recruitment: બેંક ઓફ ઈન્ડિયા (BOI Recruitment 2022)એ નિયમિત અને કોન્ટ્રાક્ટના ધોરણે સ્કેલ IV સુધીના વિવિધ સ્ટ્રીમમાં ઓફિસર્સની જગ્યાઓ પર ભરતી માટે નોટિફીકેશન (Job Notification) બહાર પાડી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો BOI SO ભરતી 2022 માટે (BOI SO Recruitment 2022) આજથી એટલે કે 26 એપ્રિલ 2022થી ઓનલાઈન મોડ દ્વારા અરજી સબમિટ કરી શકે છે. ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 10 મે, 2022 છે.

    BOI SO Recruitment:594 પોસ્ટ પર થશે ભરતી

    ઇકોનોમિસ્ટ – 2 પોસ્ટ, સ્ટેટીસ્ટીફીકેશન – 2 પોસ્ટ, રીસ્ક મેનેજર – 2 પોસ્ટ

    ક્રેડિટ એનાલિસ્ટ – 53 પોસ્ટ, ક્રેડિટ ઓફિસર – 484 પોસ્ટ, ટેક અપ્રેઝલ – 9 પોસ્ટ, આઇટી ઓફિસર – ડેટા સેન્ટર – 42 પોસ્ટ

    આ પણ વાંચો : BOI Recruitment 2022: બેન્ક ઓફ ઈન્ડિયામાં ઓફિર્સની 696 જગ્યા પર ભરતી, અહીંથી કરો અરજી

    BOI SO Recruitment: શૈક્ષણિક લાયકાત

    ઇકોનોમિસ્ટ – ઇકોનોમિક્સ/ ઇકોનોમેટ્રીક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ડીગ્રી હોવી આવશ્યક છે.

    સ્ટેટીસ્ટીફીકેશન – સ્ટેટીસ્ટીક્સમાં માસ્ટર/ પોસ્ટ ગ્રેજ્યુએટ ડીગ્રી હોવી જરૂરી છે.

    રીસ્ક મેનેજર – ગ્લોબલ એસોસિયેશન ઓફ રીસ્ક (GARP)માંથી ફાઇનાન્સિયલ રીસ્ટ મેનેજમેન્ટનું સર્ટિફીકેટ મેળવેલું હોવું જરૂરી છે. અથવા

    PRIMA ઇન્સ્ટિટ્યૂટમાંથી અથવા CFA ઇન્સ્ટિટ્યૂટમાંથી ચાર્ટર્ડ ફાઇનાન્સિયલ એનાલિસ્ટ (CFA) અથવા CA/ICWA અથવા ICIA/ISACA તરફથી સર્ટિફાઇડ ઇન્ફર્મેશન સિસ્ટમ્સ ઑડિટર (CISA) સર્ટિફિકેટ/ડિપ્લોમા ઑફ ઇન્ફર્મેશન સિસ્ટમ્સ ઑડિટર (DISA) તરફથી પ્રોફેશનલ રિસ્ક મેનેજમેન્ટ સર્ટિફિકેશન મેળવેલું હોવું જરૂરી છે.

    ક્રેડિટ એનાલિસ્ટ - ફાઇનાન્સમાં બે વર્ષ ફૂલ ટાઇમ એમબીએ/ પીજીડીએમ ઇન ફાઇનાન્સ/ CA / ICWA કરેલું હોવું જરૂરી છે.

    ક્રેડિટ ઓફિસર્સ - કોઈપણ વિદ્યાશાખામાં ઓછામાં ઓછા 60% માર્કસ સાથે ડિગ્રી (ગ્રેજ્યુએશન)

    ટેક અપ્રેઝલ - એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી અથવા માસ્ટર્સ/પીજી ડિપ્લોમા સાથે એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી કરેલી હોવી જરૂરી છે.

    આઈટી ઓફિસર્સ- ડેટા સેન્ટર - માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થામાંથી CSE/IT/ માં BE/B.Techમાં ફર્સ્ટ ડિવિઝન (ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે) /MCA/ M.Sc(IT)માં E&C અથવા ફર્સ્ટ ડિવિઝન (ઓછામાં ઓછા 60% ગુણ).

    નોકરીની ટૂંકી વિગતો



































    જગ્યા594
    શૈક્ષણિક લાયકાતતમામ જગ્યાઓ માટે અલગ અલગ
    પસંદગી પ્રક્રિયાસ્પર્ઘાત્મક પરીક્ષા ઈન્ટરવ્યૂ અને ગ્રુપ ડિસ્કશનના આધારે
    અરજી કરવાની ફી- SC / ST / PWD - રૂ।. 175/- (માત્ર ઇન્ટિમેશન ચાર્જિસ)
    - જનરલ અને અન્ય - રૂ।. 850/- (અરજી ફી + ઇન્ટિમેશન ચાર્જિસ)
    અરજી કરવાની અંતિમ તારીખ10-5-2022
    કાયમી જગ્યાઓની ભરતીની  જેહારાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    કરાર આધારિત જગ્યાની ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઈન અરજી કરવા માટે   અહીંયા ક્લિક કરો

    BOI SO Recruitment: કેટલી રહેશે વયમર્યાદા

    ઇકોનોમિસ્ટ, સ્ટેટીસ્ટીફિકેશન, રિસ્ક મેનેજર - 28થી 35 વર્ષ,   ક્રેડિટ એનાલિસ્ટ - 30થી 38 વર્ષ,   ક્રેડિટ ઓફિસર્સ - 20થી 30 વર્ષ , ટેક અપ્રેઝલ – 25થી 35 વર્ષ, આઇટી ઓફિસર – ડેટા સેન્ટર – 20થી 30 વર્ષ

    BOI SO Recruitment: પસંદગી પ્રક્રિયા

    અરજદારો/પાત્ર ઉમેદવારોની સંખ્યાના આધારે પસંદગી ઓનલાઈન ટેસ્ટ અને/અથવા GD અને/અથવા વ્યક્તિગત ઈન્ટરવ્યુ દ્વારા થશે.

    BOI SO Recruitment: ઓનલાઇન પરીક્ષા

    ઇંગ્લિશ ભાષા – ઓછામાં ઓછા 50 માર્ક્સ, પ્રોફેસનલ નોલેજ – 10 માર્ક્સ, જનરલ અવેરનેસ વિથ બેંકિંગ ઇન્ડસ્ટ્રી – 25 માર્ક્સ

    આ પણ વાંચો : PNB Recruitment 2022: PNBમાં સ્પેશ્યલ ઓફિસરની 145 જગ્યાની ભરતી, અહીંથી કરો અરજી

    BOI SO Recruitment: ઇન્ટરવ્યૂ

    જેઓ લેખિત પરીક્ષામાં ક્વોલિફાય થશે તેમને ઇન્ટરવ્યુ રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. બેંક ઓનલાઈન ટેસ્ટ રાખ્યા વિના માત્ર ઈન્ટરવ્યુ/જીડીના આધારે પસંદગી પ્રક્રિયા હાથ ધરી શકે છે. જો ઓનલાઈન પરીક્ષા લેવામાં ન આવે તો બેંક દ્વારા નક્કી કરવામાં આવેલ ઉમેદવારોની પૂરતી સંખ્યામાં તેમની લાયકાત, અનુભવ અને પોસ્ટ માટે યોગ્યતાના આધારે ઇન્ટરવ્યુ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે.
    First published:

    Tags: Jobs and Career, Jobs Exams, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર