Home /News /career /Bank of Baroda Recruitment : BOBમાં 52 જગ્યાની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તક, રૂ. 63,000થી વધુ મળશે પગાર
Bank of Baroda Recruitment : BOBમાં 52 જગ્યાની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તક, રૂ. 63,000થી વધુ મળશે પગાર
બેંક ઓફ બરોડામાં વગર પરીક્ષાએ ભરતી, અહીંથી કરો અરજી .
Bank of Baroda Recrutiment : દેશની ત્રીજી સૌથી મોટી બેંક, બેંક ઓફ બરોડા આઈટી (Bank of Baroda It Professional Recruitment 2021) પ્રોફેશનલ્સને નોકરીની સુવર્ણ તક, આજે અરજી કરવાની અંતિમ તારીખ
Bank of Baroda Recuirtment 2021 Last Date of Application: દેશની ત્રીજી સૌથી મોટી બેંક, બેંક ઓફ બરોડા આઈટી (Bank of Baroda It Professional Recruitment 2021) પ્રોફેશનલ્સને નોકરીની સુવર્ણ તક આપી રહી છે. બેંક ઓફ બરોડામાં જુદી જુદી 52 જગ્યા માટે ઈન્ફોર્મેનશ ટેકનોલોજીના (BOB IT Professional Vacancy) નિષ્ણાતોની ભરતી થઈ રહી છે. આ ભરતી માટે બેંક દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી છે. ઓનલાઇન જાહેરાત મુજબ ઉમેદવારો બેંક ઓફ બરોડાની વેબસાઇટ (BOB IT Professional Vacancy Online Notification) પર જઈને 28મી ડિસેમ્બર 2021 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. આજે અરજી કરવાની અંતિમ તારીખ છે. BOB IT Professional Vacancy Last Date of Online Application) ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અજી કરવાની રહશે. ઓનલાઇન અરજી સાથે ઉમેદવારોએ અરજી શુલ્ક ચુકવવાનો રહેશે.
આઈટી પ્રોફેશનલ અને ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત BE, B.Tech, ઉપરાંત જુદી જુદી નોકરી માટે જુદા જુદા અનુભવ અને લાયકાત માંગવામાં આવી છે.
Bank of Baroda Recuirtment 2021 પસંદગી પ્રક્રિયા
આ નોકરી માટે અરજી કરનારા ઉમેદવારાની પસંદગી ઓનલાઇન પરીક્ષા સાઇકોમેટ્રિક ટેસ્ટના આધારે અથવા અન્ય કોઈ પરીક્ષા દ્વારા કરાશે. આ પરીક્ષામાં ડિસ્કશન- ઈન્ટરવ્યૂ વગેરે જેવી બાબતોનો સમાવેશ થઈ શકે છે.
આ નોકરી માટે અરજી કરવાની ફી સામાન્ય/ઓબીસી/ ઈડબલ્યૂએસ શ્રેણી માટે રૂપિયા 600 રાખવામાં આવી છે જ્યારે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને વિક્લાંગ વ્યક્તિ માટે રૂપિયા 100 રાખવામાં આવી છે.
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
52
પસંદગી પ્રક્રિયા
લેખિત પરીક્ષા દ્વારા
શૈક્ષણિક લાયકાત
સંબંધિત વિષયોમાં BE/B.Tech
અરજી કરવાની ફી
સામાન્ય/ઓબીસી/ ઈડબલ્યૂએસ શ્રેણી માટે રૂપિયા 600 રાખવામાં આવી છે જ્યારે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને વિક્લાંગ વ્યક્તિ માટે રૂપિયા 100
ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવારો https://www.bankofbaroda.in/career પર જઈને ક્લિક કરી અને અજી કરી શકે છે. આ નોકરીનું જાહેરનામું અહીંયા ક્લિક કરી અને જોઈ શકાય છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર